Ø  ગૌચર, તળાવ, દેશીવૃક્ષો, અબોલ જીવોની જીવાદોરી છે

Ø  દાનવીરોને સુકૃતોમાં લાભ લેવા ગીરીશભાઈ શાહની અપીલ.

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બરશ્રી ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ‘આપણું ગામ ગોકુળગામ’ યોજના અંતર્ગત ગ્રામ સ્વાવલંબનનો પાયો છે ગૌચર વિકાસ, જળસંરક્ષણ અને વિશાળ પાયે દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, ગૌચર વિકાસમાં ગામનું ગૌચર ગાંડા બાવળથી મુક્ત થાય અને ઘાસચારાથી ગામના અબોલ જીવોને શાતા મળે. જળસંરક્ષણ અંતર્ગત ગામના તમામ નદી, નાળાં, તળાવ, ગાંડા બાવળ મુકત થઈ ચોખ્ખાં અને ઉંડા થાય. વરસાદનું ટીપેટીપું ગામમાં જ સચવાઈ જાય. દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, પક્ષીને ચણ મળે, પશુને છાંયો મળે, જમીનને ભેજ મળે, વરસાદ પણ ખેંચીને લાવે. વડ, પીપળ, આંબો, આંબલી, લીમડો, જાંબુ, ઉંબરો, અર્જુન, કરંજ જેવાં દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરી, તેને ત્રણ વર્ષ પ્રેમપૂર્વક ઉછેરી મોટાં કરવાની સંપૂર્ણ જવાબદારી સમસ્ત મહાજન નિભાવશે. આ યોજનામાં જોડવવાનો સૌથી સહજ સરળ ઉપાય તથા એક ગામને ગોકુળિયું બનાવવાનો ખર્ચ એક ગામમાં ૩૩૦૦ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ત્રણ વરસ સુધીના ઉછેરની જવાબદારી સાથે ગૌચર ચોખ્ખું કરવાનું કામ અને જળ સંરક્ષણના કાર્યો પણ આ યોજના હેઠળ થશે. ૩૩૦૦ દેશી વૃક્ષો માટે પ્રતિવૃક્ષ રૂા. ૩,૦૦૦ આપીને, સંપૂર્ણ લાભ લઈને ગામને નંદનવન બનાવી શકાય છે. ગ્રામજનો પોતાની ખેતીની જમીનના પ્રતિ એકર રૂા. ૧,૦૦૦ આપે, પશુપાલકો પોતાના પશુધન દીઠ રૂા. ૧૦૦૦ આપે, દાતાઓ એક વૃક્ષ દીઠ રૂા. ૩,૦૦૦ આપીને ૩૩૦૦ વૃક્ષ નોંધાવે, એનાથી ગામનાં ગૌચર, તળાવ, વૃક્ષોનાં તમામ કાર્યો પરિપૂર્ણ થાય, યોજનાથી ગામની કાયાપલટ થવા સાથે પશુપાલન માટે અગત્યનાં ચારાપાણી પણ ગામમાં જ સહજ ઉપલબ્ધ થશે.

ગૌચર, તળાવ, દેશી વૃક્ષો અબોલ જીવોની જીવાદોરી છે. સમસ્ત મહાજનને અપાતુ દાન ઈન્કમ ટેકસની કલમ-૮૦ જી હેઠળ કરમુકિતને પાત્ર. સંસ્થા એફસીઆરએ અને સીએસઆર ફંડ સ્વીકારને પણ પાત્ર છે સમસ્ત મહાજનને ઉપરોકત વિવિધ યોજનાઓમાં દાન મોકલી શકાય છે. સમસ્ત મહાજનને દાન મોકલવા માટે આપનો ચેક SAMAST MAHAJAN, ના નામનો લખવો સમસ્ત મહાજન, ૪૦૯, પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪, ઈમેઇલ : samastmahajan9@gmail.com / www.samastmahajan.org. આ યોજના અંગેની વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), દિપકભાઈ ભેદા (મો.૯૮૨૦૨ ૭૧૫૧૩), ગીરીશભાઈ સત્રા (મો. ૯૮૨૦૧ ૬૩૯૪૬) પર સંપર્ક કરવા મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *