તા.૫/૦૩/૨૦૨૨, શનિવારના રોજ ફલોદી(રાજસ્થાન) ખાતે સમેલનનું આયોજન
સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજન, જે હંમેશા વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. સમસ્ત મહાજનના દ્વારા આયોજિત એક દિવસીય જીવદયા સમેલનનું આયોજન ફલોદી (રાજસ્થાન) ખાતે કરવામાં આવ્યું છે. આ જીવદયા સમેલનમાં વિશેષ અતિથિ તરીકે આસકરણજી ઝાબક(ચેન્નાઈ), મોતીચંદજી ઝાબક(વડોદરા), જયંતીલાલજી માલૂ (કોયંબતૂર) હાજર રહેશે. આ જીવદયા સમેલન તા.૫/૦૩/૨૦૨૨, શનિવારના રોજ ઓસવાલ ગૌ સેવા સદન,પાંજરાપોળ, ફલોદી ખાતે સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જીવદયા સમેલનમાં ગૌ શાળામાં ૨૧ લાખનાં માતબર ખર્ચે નવું ટીન શેડ બનાવી આપનાર દાતા શ્રીમતી લીલાદેવી આસકરણજી ઝાબક અને ઝાબક પરિવારનું આભાર અર્પણ કરવામાં આવશે. આ જીવદયા સમેલનમાં ઉપસ્થિત રહેવા સમસ્ત મહાજન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે રવીન્દ્ર કુમાર જૈન (મો. ૯૪૧૪૪૯૮૨૭૦), અંકિલ ગોલેછા (મો.૯૭૮૫૩૬૬૩૯૯), પ્રફુલ બુરડ (મો.૯૦૦૧૫૦૧૨૨૨)નો સંપર્ક કરવા ગિરિશભાઈ શાહ (મો.૯૮૨૦૦૨૦૯૭૬)ની યાદીમાં જણાવાયું છે.
