• નેપીયર ઘાસ  ઉગાડવા અંગે પણ માર્ગદર્શન અપાશે.
  • જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ કરશે.
  • રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ-ચારાની ઉપલબધ્તા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના તા. ૨૬ ફેબ્રુઆરી, રવીવારના રોજ સવારે ૯ ૦૦ કલાકેથી ગઢડા મહાજન પાંજરાપોળ, મું. ગઢડા, જીલ્લો બોટાદ ખાતે મેગા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે ૩૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહેલ છે. આ સંમેલનમાં ગઢડા મહાજન પાંજરાપોળ દ્વારા ૩૫૦ વિઘા જમીનમાં નેપીયર ઘાસ ઉગાડવામાં આવે છે જેમાં ૧ એકર જમીનમાં દર વર્ષે ૧,૭૦,૦૦૦/– હજાર કિલો લીલા ઘાસનું ઉત્પાદન થાય છે. ભારતની તમામ ગૌશાળા–પાંજરાપોળો આ પ્રક્રિયાને સમજીને અમલ કરે તો ભારતની કોઈ ગૌશાળા—પાંજરાપોળો સ્વનિર્ભર બની શકે અને કોઈને પણ ઘાસ ખરીદવાની જરૂર ન રહે જેથી અબજો રૂપીયાની બચત થઈ શકે તેના વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેપિયર ઘાસ પોષક તત્વોથી ભરપૂર પશુ આહારમાં પ્રથમ ક્રમે છે. તે ખૂબ જ ઝડપથી વધે છે અને જલદી જ માણસો કરતાં ઉંચું થઈ જાય છે, તેથી તેને ‘એલિફન્ટ ગ્રાસ’ પણ કહેવામાં આવે છે નેપિયર ઘાસની ખેતી તમામ પ્રકારની જમીનમાં થાય છે. તેમાં વધુ સિંચાઈની જરૂર પડતી નથી તેથી લીલા ચારાની કિંમત પણ ઓછી છે. એકવાર લગાવ્યા બાદ પશુપાલકોને ચાર–પાંચ વર્ષ સુધી સતત લીલો ચારો મળે છે. જયારે નેપિયર ઘાસની પ્રથમ કટીંગ ૬૦-૬૫ દિવસમાં કરવામાં આવે છે, ત્યારબાદ દર ૩૦–૩૫ દિવસે એટલે કે વર્ષમાં ૬ થી ૮ વખત કાપી શકાય છે. દૂધ ઉત્પાદકોએ નેપિયર ઘાસની ખેતી કરવી જોઈએ. આથી પશુઓ માટે પૂરતો લીલો ચારો પેદા કરી શકાય છે, કારણ કે લગભગ અડધા વિઘા ખેતરમાં નેપિયર ઘાસની ખેતી કરવાથી આખા વર્ષ દરમિયાન ૪–૫ પશુઓને લીલો ચારો આપી શકાય છે. અગાઉ મજુરોને ૧ ન ક્રોપ કટીંગ મો મજૂરી તરીકે ૭૫૦ રૂપીયા ચુકવવા પડતા હતા, તેમાં પણ ફેરફાર કરીને હવે આધુનિક ટેકનોલોજીથી મશીનરીથી મદદથી કટીંગ કરવામાં આવે છે તો ૧ ટનમાં માત્ર ૭૫ રૂપીયા જેટલો ખર્ચ થાય છે સમગ્ર ભારતની ગૌશાળાઓ–પાંજરાપોળો જો આપ્રકારનું ઘાસ ઉગાડવાનું શરૂ કરે સંસ્થાઓને ચારા ખરીદવાના તમામ પૈસા બચી શકે છે.

નેપીયર ઘાસમાં એક વિસ્તાર દીઠ ઉચ્ચ ઉપજ, તૂટક તૂટક દુષ્કાળને સહનશીલતા અને ઉચ્ચ પાણીના ઉપયોગની કાર્યક્ષમતા સહિત ઘણી ઈચ્છનીય લાક્ષણિકતાઓ ધરાવે છે, જે તેને પસંદગીનો ઘાસચારો બનાવે છે. તે પુનરાવર્તિત કટીંગ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છ અને ઝડપથી પુનઃજીવત થશે, સ્વાદિષ્ટ પાંદડાવાળા અંકર ઉત્પન્ન કરશે. નેપિયર ઘાસ પશુઓ મો અમૃત સાબીત થઈ રહયું છે. આ ઘાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી થઈ રહયું છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં પણ ખેડૂતો હવે આ ઘાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી થઈ રહયું છે. આ ઘાસ આફ્રિકન ઘાસના મેદાનોમાં બારમાસી ઘાસની એક પ્રજાતિ છે. જેમાં પાણી અને પોષણ તત્વોની જરૂરીયાત ઓછી રહે છે અને ખેતીલાયક જમીનમાં પણ ખેડૂતો આસાનીથી ઉગાડી શકે છે. આ મેગા સંમેલનની વિશેષ જાણકારી માટે બળવંતભાઈ આર. શાહ (ગઢડાવાળા) (મો.૦૯૮૨૫૦ ૨૩૪૪૦), વિનુભાઈ સંઘરાજકા (૯૨૬૫૨ ૯૭૮૨૬), મુંબઈ ઓફીસ : મહેન્દ્રભાઈ આર. ડેલીવાળા મો.૦૯૮૨૦૭૮૪૫૦૧, હરેશભાઈ (ઘાટકોપર) (મો.૯૩૨૩૯ ૬૦૩૯૩), બોમ્બે બ્રાંદ્દા/સુરત સંપર્ક : છગનભાઈ ડુંગરાણી (મો.૯૬૦૧૨ ૯૧૧૦૨), અશ્વિનભાઈ (આત્માનંદ જેમ્સ) (મો.૯૩૨૨૩ ૭૦૦૭૭), સુરત સંપર્ક ધનજીભાઈ ડુંગરાણી (મો.૯૬૦૧૨ ૯૧૧૦૩), બાબુભાઈ ગાબાણી (મો.૯૪૨૬૮, ૦૦૯૯૬), સવજીભાઈ (રામ) (મો.૯૮૭૯૫ ૧૮૩૯૬), રાજકોટ સંપર્ક : મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, રજનીભાઈ આર. દોશી મો. ૯૪૨૬૯૩૦૭૭૬, મનોજ ડેલીવાળા મો. ૯૮૨૪૧ ૧૪૪૩૭, ખોડાભાઈ મો.૯૬૦૧૨ ૯૧૧૦૪ પર સંપર્ક કરવા સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬)ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *