સમસ્ત મહાજન દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બરને ગુરુવારના રોજ રાજસ્થાનની પાંજરાપોળ, ગૌશાળા, પદાધિકારીઓ, જીવદયા કાર્યકરોનું રાજસ્થાન ખાતે એક દિવસીય, પ્રવાસી મેગા સંમેલન.
રાજસ્થાન સરકારના ખાણ અને ગૌ સેવા મંત્રી પ્રમોદ ભાયા જૈન ખાસ ઉપસ્થિત રહેશે.
સમગ્ર ભારતમાં ગૌ સેવકોને ગુજરાત મોડલ અંગે માર્ગદર્શન અપાશે.

પાંજરાપોળ ગૌશાળા પદાધીકારીઓ જીવદયા કાર્યકરોનું રાજસ્થાન ખાતે એક દિવસીય, પ્રવાસી મેગા સંમેલન નું આયોજન સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ તથા સાથી ટીમ દ્વારા કરાયું છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીને પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌસંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી જાળવણી, જળ સંરક્ષણ, ખેડૂત સમૃધ્ધિ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક – સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે. ગૌશાળા સંચાલન તથા વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
સમસ્ત મહાજન દ્વારા ગુજરાતની ૨૪૨ પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે છેલ્લા ૧૦ વર્ષથી અતિ દુષ્કર કાર્ય સમસ્ત મહાજન કરી રહયું છે. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અસંખ્ય કાર્યો કરીને બે વર્ષ અગાઉ રાજસ્થાનના બારમેર તથા જેસલમેર જિલ્લામાં ભયંકર દુષ્કાળ તથા અસંખ્ય પશુ-પક્ષીઓના વિનાશ થઈ રહયા હતાં તેવા સમયે સમસ્ત મહાજન દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડયું છે. રાજસ્થાનમાં છેલ્લા વર્ષોમાં ૨૦ એકરથી વધારે જમીનને ડેવલોપમેન્ટ તથા ૧૦૦ થી પણ વધારે તળાવનું નિર્માણ કાર્ય કરીને જળક્રાંતિનું એક સુંદર કાર્ય કર્યું હતું, ૨૦ હજાર એકર જમીનમાં બાવળના ઝાડને જડમૂળથી કાઢીને તે જમીન ગૌચર માટે ફળદ્રુપ બનાવી છે. ૫૦૦ વર્ષ સુધી ટકી રહે તેવા દેશી વૃક્ષોનું વાવેતર રાજસ્થાનના રણપ્રદેશમાં કર્યું છે.
તા. ૨૩, સપ્ટેમ્બર-૨૦૨૧, ગુરૂવારના રોજ સવારે ૦૯–૦૦ ઓસીયાથી ટાપુ, ગૌચર દર્શન માટે રવાના થશે તથા સવારે ૧૦-૦૦ કલાકે ઓસીયા ટાપુ પર પહોંચીને ગૌચર દર્શન તથા ૩૦ મીનીટ ગૌચર વિશે વાર્તાલાપ થશે. ઓસીયા ટાપુથી સવારે ૧૦-૩૦ થી રવાના થઈને ૧૧-૩૦ કલાકે શ્રી ગોપાલ ગૌશાળા ઓસીયા પહોંચશે. જયાં શ્રી ગોપાલ ગૌશાળા ઓસીયા ડીસ્પેન્સરીનું ઉદઘાટન, ગૌ પૂજા અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે તથા ૧૧-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા દરમ્યાન ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી ઓસીયાના ભેસર તળાવ માટે ૧૨-૩૦ કલાકે રવાના થવાનું રહેશે. જયા તળાવ પુજાનો કાર્યક્રમ બપોરે ૨-૩૦ વાગ્યે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ એક દિવસીય સંમેલનની પુર્ણાહુતી પશે. આ કાર્યક્રમમાં રાજસ્થાન સરકારના ખાણ અને ગૌસેવા મંત્રી પ્રમોદ ભાયા જૈન ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
વિશેષ માહિતી માટે નટવરજી થાનવી (મો.૯૪૧૪૫ ૩૦૨૨૫), ઓમપ્રકાશ બુબ (મો.૯૪૬૧૫ ૯૫૫૨૧), પુખરાજ જૈન (મો. ૯૮૨૯૬ ૩૦૨૧૧). ખુશાલચંદ જૈન (મો. ૯૪૧૩૮ ૭૭૪૪૪), મોહનચંદ રાઠી (મો.૯૪૧૪૬ ૦૨૧૯૫), હરનારાયણજી સોની (મો. ૯૪૧૪૪ ૧૩૦૭૫), હીરારામજી ગોદારા (મો. ૯૪૪૪૦ ૬૦૪૦૧) નો સંપર્ક કરવા ગીરીશભાઈ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬), દેવેન્દ્ર જૈન (મો. ૯૮૨૫૧ ૨૯૧૧૧), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયું છે.