• આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યાલયોનો શુભારંભ થશે

વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ અને સાથી ટીમનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજન ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦૨૦૯૭૬) દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સતત કરવામાં આવે છે આ સંદર્ભે સમસ્ત મહાજન દ્વારા આંતરરાષ્ટ્રીય વાર્ષિક ચિંતન બેઠક તા.૯ એપ્રિલ, રવીવારના રોજ અર્થ બેન્ક્વેટ હોલ, ત્રીજો માળ, અર્થ કેસ્ટલ બીલ્ડીંગ, વી.પી. રોડ, સિકકાનગર, મુંબઈ ખાતે સવારે ૯–૧૫ કલાકથી આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સમસ્ત મહાજન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓની માહિતી તથા સમગ્ર વર્ષ દરમ્યાન સંસ્થા દ્વારા જે—જે કાર્યો કરવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવશે તથા આગામી વર્ષમાં સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે નવા પ્રોજેકટો પર કામ કરવાની હોય તેની સમસ્ત માહિતી બપોર પછી સંસ્થાના પદાધિકારીઓ તથા કાર્યકરોને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સમસ્ત મહાજનના સૌ રાષ્ટ્રીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ એક દિવસીય કાર્યક્રમમાં જોડાવવા સમસ્ત મહાજન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગેની વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬), મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯), દેવેન્દ્રભાઈ જૈન (મો.૯૮૨૫૧ ૨૯૩૧૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *