- રસ ધરાવતા સૌ ને પધારવા જાહેર આમંત્રણ
વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – ૨૦૨૦ સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં સફાઈ અભિયાન, સ્નેહમિલન સંમેલન, ગુજરાતનાં એક આદર્શ ગામ હાણોલ, પાલીતાણાની મુલાકાત, સમસ્ત મહાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતા વિકાસ કાર્યોનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્ય ભગવંતજીનાં આશિર્વચન, સમસ્ત મહાજનનાં પદાધિકારીઓ, કાર્યકર્તા સમિતિ, સલાહકાર બોર્ડની સમીક્ષા બેઠક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુરુઆશ્રમ, બગદાણાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રેષ્ઠી વર્ય શ્રી મનજીદાદા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’માં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં સાધુ-સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ તા. 8, 9, 10 જુલાઈ, 2023 એ પાલિતાણા ખાતે રાખવામાં આવ્યો છે. સૌ ને કાર્યક્રમમાં હાજરી આપવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 9820020976) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ જાણકારી માટે પરેશ શાહ(મો. 9819301298), દેવેન્દ્ર જૈન (મો. 9825129111), મિત્તલ ખેતાણી(મો. 9824221999), અજયભાઈ શેઠ(મો. 9426228018), ગિરીશ સત્રા(મો. 9820163946) નો સંપર્ક કરવા સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.