
વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા પશુઓનો સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં આશરે એક હજારથી પણ વધારે કુતરાઓ છે, જે આખો દિવસ ખાવાનું શોધતા રહે છે. પરંતુ તેમના માટે કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. સમસ્ત મહાજન દ્વારા આ કૂતરાઓને દરરોજ દૂધ અને બાજરાની રોટલી ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કૂતરાઓને 100 લિટર દુધ અને રોટલી ખવડાવવી તેમજ તેમને હડકવા અથવા અન્ય કોઈ બીમારી ન થાય તેના માટે રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. પવિત્ર પાલિતાણામાં અત્યાર સુધીમાં 600 થી વધુ શ્વાનને નિયમિત ધોરણે રોટલી અને છાસ – દૂધ પીવડાવવામાં આવે છે. વર્તમાન સમયમાં બે હજારથી વધુ કૂતરા અને બિલાડીઓ માટે નિયમિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. સમસ્ત મહાજનનાં આ કાર્યમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, શ્રી પાલિતાણા જૈન સંઘ, જેસીજ, જૈન જાગૃતિ સેન્ટર, રોટરી ક્લબ ઓફ પાલીતાણા, પાલીતાણા શેત્રુંજય સિટી ગ્રુપ, વિવેકાનંદ ગ્રુપ, ભવાની ગ્રુપ, જૈન સામાજિક કેન્દ્ર, 36 કોર્પોરેટરો, પાલિતાણાનાં જૈન મેયર શ્રીમતી શીલાબેન શેઠ, પાલીતાણા વિધાનસભ્ય ભીખાભાઈ બારૈયા, પાલિતાણા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન, તમામ શાળાઓ – કોલેજો, બાલાશ્રમ – શ્રાવિકાશ્રમ – યશોવિજય ગુરુકુલ, વેપારી મંડળ, માર્કેટ યાર્ડ, બધા ખાદ્ય વિક્રેતાઓ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તમામ જીવદયા પ્રેમીઓનો સહકાર મળી રહ્યો છે. પાલિતાણામાં અબોલ જીવોની સેવા કરવા માટે એક દિવસનો અંદાજિત ખર્ચ દસ હજાર રૂપિયા છે. આ અબોલ પશુઓની સેવામાં જોડાવવા દરેકને સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ (મો.9820020976)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.