મકરસંક્રાંતીના પર્વ નિમીતે સમસ્ત મહાજનને અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે. જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે પશ્ચિમ ભારતમાં ૧૫૦૦ થી વધુ પાંજરાપોળોના ટ્રસ્ટીવર્ષો અથાક પુરુષાર્થથી ૬ લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યંત જતન કરે છે. આર્થિક વ્યવસ્થા, ઘાસ-ચારાની ઉપલબતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતની તમામ સંસ્થાઓનાં તમામ ટ્રસ્ટીઓને એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ જણાવે છે કે, ભારતભરમાં ૧૯,૫૦૦ થી વધુ પાંજરાપોળો છે. મોટાભાગની પાંજરાપોળોનું વ્યવસ્થાપન જૈનો અને જીવદયાપ્રેમીઓના દાનથી શક્ય બને છે.સરકારી સહયોગ નહીંવત છે, સિવાય કે રાજસ્થાન અને ઉતરપ્રદેશમાં મળતો રાજય સરકારનો થોડોઘણો સહકાર, પાંજરાપોળોને એક પશુને સાચવવાનો પ્રતિદિન ખર્ચ રૂા. ૫૦, તો માસિક રૂા. ૧,૫૦૦ અને વાર્ષિક રૂા. ૧૮,૦૦૦ ખર્ચ આવે છે. પાંજરાપોળોના અબોલ જીવોના નિભાવમાં આપનાં વાર્ષિક માત્ર રૂ।. ૧૮,૦૦૦ ના યોગદાનથી ઉમદા સેવા થઈ શકે છે. વ્યક્તિમાત્રએ કમ સે કમ એક અબોલ જીવના નિભાવનું પુણ્ય કમાવા જેવું છે. ઘણી પાંજરાપોળોને શેડ, ગોડાઉન, હવાડા, ગમાણની પણ આવશ્યકતા હોય છે. સારી સુવિધાઓથી પાંજરાપોળોને જીવદયાના કાર્યમાં સહેલાઈ રહે છે. એમાં પણ આપશ્રી સાથ આપી શકો.એક શેડ/ગોડાઉન રૂા. ૨૫ લાખ તકતી પર લાભાર્થીનું નામ લખાશે, એક હવાડો/ગમાણ ૨ લાખ તકતી પર લાભાર્થીનું નામ લખાશે, એક પશુ એક વર્ષ રૂા. ૧૮,૦૦૦, ગામડાઓનાં ખરા વિકાસ માટે ત્યાં ગૌચર, રૂ. ૨ લાખ તળાવ દેશી વૃક્ષોનું સંવર્ધન અનિવાર્ય છે. આપણે માનીએ છીકે એ ગૌચર દબાણમાં ગયાં. હકીકતમાં ઘણા ગૌચર બચેલાં છે. ગૌચરોને બાવળમુકત કરી ત્યાં ઘાસ વાવવામાં આવે તો અબોલ જીવોને શાતા પહોંચે, ગામનાં નાળા, તળાવ, કૂવા ચોખ્ખા કરીને વરસાદનાં પાણીનો સંગ્રહ કરાય તો ખેતીકામને ફાયદો થાય. આવાં કાર્યો માટે છે ગ્રામદતક યોજના. એક દતક ગામમાં એક વર્ષ કાર્ય ચાલશે. ગામના પશુપાલકો અને ખેડૂતો પણ ડીઝલ આપીને જોડાઈ શકે. યોજનાથી ગામ નંદનવન બનશે. એક ગામને રૂા. ૧૦ લાખનો લાભ. પક્ષીઓનું ચણ એટલે વૃક્ષોનાં ફળ, સર્વત્ર દેશી વૃક્ષો વાવીએ. વડ, પીપળો, આંબો, આંબલી, લીમડો, હરડે, બહેડા, સમી, બિલીપત્ર, ઔબર, જાંબુ, આંબળા, કદંબ, કરંજ, અર્જુન અને બકુલ તેનાથી પર્યાવરણ સુધરે, વરસાદ પણ સારો થાય, વળી પશુઓને ભોજન અને વટેમાર્ગુઓને છાંયડો પણ મળે. આપણે વાવેલાં વૃક્ષોના જતનની સુનિશ્ચિતતા ગ્રામજનોના સહયોગમાં પાંજરાથી કરીશું. એક વૃક્ષની વાવણી રૂા. ૫૦૦, ૧૦૦ વૃક્ષની વાવણી રૂ।. ૫૦,૦૦૦, ૧,૦૦૦ વૃક્ષની વાવણી રૂા. ૫ લાખ. ભુખ્યાને ભોજન તરસ્યાને પાણી, આ છે પ્રભુ મહાવીરની વાણી, રોજના ૩૦૦ થી ૪૦૦ જણાની જઠરાગ્નિ સંતોષવાનો સંનિષ્ઠ પ્રયાસ લાંબા સમયથી જારી છે. યોજનામાં જોડાઈને આપશ્રી પણ લોકોને ભોજન કરાવી શકો છો. કમ સે કમ એક દિવસનો લાભ અવશ્ય લેજો. દૈનિક ભોજનરથ રૂા. ૨૧,૦૦૦. નાનાં નાનાં ગામડાંઓમાં સાધર્મિક પરીવારો રહે છે. આવકના સ્ત્રોત ઓછા છે. આવા પરિવારોને રૂા. ૮,૫૦૦ નું ૧૫૦ કિલો અનાજ ઘેરબેઠા પહોંચાડવાનો પ્રયાસ જારી છે.લગભગ ૨,૦૦૦ પરિવારો સુધી પહોંચી શકાય છે. હજી પણ ગામે ગામ પહોંચીને પરીવાર ભકિત કરવાની છે. આપશ્રી પણ યથાશકિત લાભ લઈને પુણ્ય અર્જિત કરશો. એક પરીવાર ભક્તિ રૂા. ૮,૫૦૦, ૧૦ ભકિત રૂા. ૮૫,૦૦૦, ૧૦૦ પરીવાર ભકિત રૂ।. ૮.૫ લાખ. આર્થિક મૂંઝવણ ધરાવતા પરિવારો બાળકોને શિક્ષણ પરીવાર અતિ અપાવવા વિશે પણ ચિંતિત હોય છે. આવા પરીવારનાં બાળકોને વાર્ષિક શિક્ષણ સહાય તરીકે રૂા. ૧૦,૦૦૦ ની મદદ કરી શકાય. લગભગ ૧,૦૦૦ બાળકોની શિક્ષણ સેવા કરવાની ભાવના છે. એક બાળક રૂ. 10,000 , 10 બાળક રૂ. ૧,૦૦,૦૦૦, ૫૦ બાળક રૂા. ૫,૦૦,000.
ગૌચર, તળાવ, દેશી વૃક્ષો અબોલ જીવોની જીવાદોરી છે. સમસ્ત મહાજનને અપાતુ દાન ઈન્કમ ટેકસની કલમ-૮૦ જી હેઠળ કરમુકિતને પાત્ર. સંસ્થા એફસીઆરએ અને સીએસઆર ફંડ સ્વીકારને પણ પાત્ર છે સમસ્ત મહાજનને ઉપરોકત વિવિધ યોજનાઓમાં દાન મોકલી શકાય છે. સમસ્ત મહાજનને દાન મોકલવા માટે SAMAST MAHAJAN, બેંક HDFC Bank, શાખા કાફર્ડ માર્કેટ, મુંબઈ, કરન્ટ ખાતુ ક્રમાંક નં. ૦૦૬૦૨૩૨૦૦૦૬૫૨૧, IFSC કોડ : HDFC0000143, UPI ID : samustmuhajan.99706926@hdfcbank, સમસ્ત મહાજન, ૪૦૯, પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ–૪, ઈમેઇલ : samastmahajan9@gmail.com/www.samastmahajan.org.
મકરસંક્રાંતીના પર્વ નિમીતે સમસ્ત મહાજનને અનુદાન આપવા માટે ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦૨૦૯૭૬), મનુભાઈ (ફોન નં. ૦૨૨-૨૩૬૨૦૫૪૬), રાકેશભાઈ (મો. ૯૩૨૪૮૦૧૭૭૭), દેવેન્દ્રભાઈ (મો. ૯૮૨૫૧૨૯૧૧૧), ખુશ્બુબેન (મો. ૯૮૨૫૮૬૦૮૬૫), અશોકભાઈ (મો.૯૮૨૫૦૭૨૯૩૯), નૂતન દેસાઈ (મો.૯૮૨૦૮૪૫૮૨૫), ગીરીશભાઈ સત્રા (મો. ૯૮૨૦૧૬૩૯૪૬), પરેશભાઈ (મો.૯૮૧૯૩૦૧૨૯૮), હીરાલાલ જૈન (મો. ૯૮૨૧૨૩૨૮૧૮), નેહાબેન (મો.૯૯૩૦૩૮૦૯૭૬), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯), કુમારપાળ શાહ (મો. ૯૪૨૬૨૧૦૨૨૬) પર સંપર્ક કરવા ગિરીશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.
