પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. કોરોનાની મહામારીનાં કારણે લોકોનાં ધંધા રોજગાર પર ખુબ ઊંડી અસરો પડી છે, ઘણા લોકોને બે સમયનું ભોજન પણ ન મળે ત્યાં સુધીની તેમની આર્થિક સ્થતિ ખરાબ થઈ છે. કોરોના મહામારી સર્જાતા જેટલી તકલીફો મનુષ્યને પડી છે એટલી જ અથવા એનાથી પણ વધુ પશુ, પક્ષી, પ્રાણીઓ હેરાન થયા છે. તેમની સાર સંભાળ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી છે. ખાસ કરીને જે લોકો સતતને સતત જીવદયા-ગૌસેવા સાથે સંકળાયેલા છે તેમને સેવાકીય કાર્યો કરવામાં તકલીફ પડી રહી છે. એવે સમયે સમસ્ત મહાજન ફરી એક વખત લોકોની સેવા કરવા માટે રસ્તો શોધી કાઢ્યો છે.

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ અને ટીમ દ્વારા મહારાષ્ટ્ર સરકારનાં પશુપાલન મંત્રી સુનીલ કેદારજીની મુલાકાત લેવાઈ હતી. મહારાષ્ટ્રની 1100થી વધુ ગૌશાળા-પાંજરાપોળોને મજબુત બનાવવા તેમજ અબોલ પશુઓનાં છાણ(ગોબર)થી થતાં ઓર્ગેનિક ફાર્મિંગને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત મંત્રીજીને સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ, પરેશભાઈ શાહ, ગિરીશભાઈ સત્રા, ગોયમ ઓર્ગેનિકનાં રિષભ શાહએ મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળોનાં પશુધન માટે પ્રતિદિન 50 રૂપિયાની સબસીડી આપવાનું આવેદન પણ આપ્યું હતું બદલાયેલા આર્થિક સંજોગોને લઈને તેમજ મોંઘવારી, દાનના ઘટતા જતા પ્રવાહ, પશુઓની વધતી સંખ્યા વગેરે કારણોસર દિનપ્રતિદિન ગૌશાળા—પાંજરાપોળોનો નિર્વાહ કરવો દુર્ગમ થતો ગયો છે ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર, રાજસ્થાન સરકાર અને ભારતના અન્ય રાજયોની જેમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ગૌશાળા—પાંજરાપોળોને પશુ દિઠ દૈનિક, કાયમી સબસીડી આપવાની વિનંતી કરવામાં આવી હતી જેના થકી ભવિષ્યમાં રખડતા પશુઓના પ્રશ્નનું પણ નિરાકરણ થઈ શકે. સિક્કિમની જેમ જ મહારાષ્ટ્રને પણ ઓર્ગેનીક સ્ટેટ બનાવવા માટે કેમીકલ ફર્ટીલાઈઝર અને કેમીકલ જંતુનાશકને પ્રાપ્ત થતી સબસીડી તાત્કાલીક બંધ કરવા અનુરોધ કરાયો હતો. સમસ્ત મહાજનની સમગ્ર ટીમ દ્વારા ગૌશાળા/પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન સહિતના અનેકો મુદ્દા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી દિર્ઘ ચર્ચાઓ થઈ હતી. મહારાષ્ટ્ર સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડને પણ કાર્યાન્વિત કરવા અંગે પણ માનનીય મંત્રીશ્રીને સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ દ્વારા કરાઈ હતી. ગૌહત્યા, જીવહત્યા અટકાવવા માટે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર મુલાકાત અંગે મુંબઈનાં લોકપ્રિય અને જીવદયા પ્રેમી વિધાનસભ્ય મંગલ પ્રતાપ લોઢાજીનો સુંદર સહકાર મળ્યો હતો તેમ સમસ્ત મહાજનનાં મિત્તલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે. 

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *