પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે.
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશ જયંતિલાલ શાહે જણાવ્યું કે હાલ મહારાષ્ટ્રના 1,000 થી વધુ પાંજરાપોળને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી રહી. આ મામલે તેઓ મહારાષ્ટ્રના પશુપાલન મંત્રીને મળ્યા હતા. આ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, જ્યાં સુધી સરકાર કંઈક નિર્ણય ન લે ત્યાં સુધી સામાજિક સંસ્થાઓએ જાગૃત થઈને આ સંસ્થાઓમાં આશ્રિત અબોલ પશુધનને બચાવવા માટે વિચારવું જોઈએ. પશુ દૂધ આપે કે ન આપે, ઓછામાં ઓછું ગોબર અને ગૌમૂત્ર તો આપે છે. સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની 9 સંસ્થાઓને 8 લાખનું દાન અપાયું છે. ગિરીશભાઈ શાહે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે આજે ઓર્ગેનિક ફાર્મિંગની કેટલી જરૂર છે. દૂધ માટે પશુપાલનનો વિકાસ થયો, જેના કારણે ગાયોની સાથે બળદની સંખ્યા પણ વધી, ખેતીમાં ખેડાણ બંધ થઈ ગયું અને પ્રદૂષિત ટ્રેક્ટર આવ્યા. પરિવહનમાં, કાર્બન ડાયોક્સાઇડ છોડતી ટ્રકો દ્વારા બળદગાડાની જગ્યા લેવામાં આવી અને બળદનું કામ હંમેશ માટે લુપ્ત થઈ ગયું. તેથી તેની હત્યા વધી છે જેને અટકાવવી પડશે. આ કામ ત્યારે જ સફળ થશે જ્યારે ફરીથી દેશી પશુનો ઉપયોગ થશે. આજે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા એટલી ઊંડી થઈ ગઈ છે કે લોકો માટે સ્વસ્થ રહેવું મુશ્કેલ બની ગયું છે. ગિરીશભાઈ શાહે જણાવ્યું કે સમસ્ત મહાજન વતી રૂ.1,50,000/- શ્રી ગોપાલ કૃષ્ણ ગૌરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ આસોલી, યવતમાલ, રૂ. 1,50,000/- સર્વોદય ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, વર્ધા, રૂ.1,00,000/- શ્રી ગૌરક્ષણ સંસ્થા, યવતમાલ, રૂ.1,08,000/- ગોપાલ કૃષ્ણ ગોરક્ષા સંસ્થા, જલગાંવ- જમોદ, બુલઢાના; રૂ.70,000/- બાલયોગી સંતશ્રી મંગલમાતા ચેરીટેબલ ટ્રસ્ટ-પિંપરી-તલેગાંવ મોહના, રૂ. 54,000/- ભારતીય ઉત્કર્ષ મંડળ ગૌશાળા સમિતિ- ખાપરી, રૂ. 25,000/- વિશ્વેશ્વર અધ્યાત્મ પીઠ ક્ષેત્ર-રેવાસા, રૂ. 25,000/- શ્રી કૃષ્ણ ગૌશાળા- તુમસર, રૂ. 25,000/- સોસાયટી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દેવગાંવ તરફથી પ્રાપ્ત થયું છે. ગિરીશભાઈ શાહ , સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *