
- અસહાય કિન્નરોને અપાઈ અનાજની કીટ
પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોક નાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. કોરોનાની મહામારીનાં કારણે લોકોનાં ધંધા રોજગાર પર ખુબ ઊંડી અસરો પડી છે, ઘણા લોકોને બે સમયનું ભોજન પણ ન મળે ત્યાં સુધીની તેમની આર્થિક સ્થતિ ખરાબ થઈ છે એવે સમયે સમસ્ત મહાજન ફરી એક વખત લોકોની સેવા કરવા માટે રસ્તો શોધી કાઢ્યો છે. મુંબઈમાં “ભોજન રથ” નામે ચાલતી સુવિધા ગરીબ અને બે ટંકનું ભોજન પ્રાપ્ત નથી થતું તેઓ માટે ખૂબ સહાયરૂપ બની છે. ‘મહાવીર કા મહાપ્રસાદ’ એવા ઉમદા નામે ચાલતી આ ભોજનસેવા માટે બોરીવલીમાં રસોડું ઉભું કરવામાં આવ્યું છે. આ સંદર્ભે પરેશભાઈ જણાવે છે કે સ્થાનિકો સુધી ભોજનરથની હાજરીની વિગતો વેળાસર પહોંચાડવા તેઓ સ્થાનિક નગરસેવકો અને વિધાનસભ્યોનો સંપર્ક કરીને એમને માહિતગાર કરવા માંડ્યા જેથી એમને એક્ઝેક્ટલી કઈ જગ્યાએ ભોજનરથ ઊભો રાખવાથી વધુમાં વધુ જરૂરિયાતમંદો એનો લાભ લઈ શકશે તે પણ જાણવા મળ્યું. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઈ જણાવે છે કે નિઃસ્વાર્થભાવે સેવા કરો ત્યારે સ્વયં પરમાત્મા સાથ આપે ભોજનરથ અને સાથે ઘેરઘેર ટિફિન પહોંચાડવાની સેવાનાં મામલે આવું થયું છે. આ માટે તેમને આસપાસનાં વિસ્તારનાં લોકો, જે તે વિસ્તારનાં કોર્પોરેટર અને ધારાસભ્યનો પણ સાથ મળ્યો. ભોજન રથ સેવામાં મિરાબેન ભાયંદર, વિધાનસભ્ય ગીતાબહેન જૈન, દહિસરનાં વિધાનસભ્ય મનીષાતાઈ ચૌધરી, થાણેના એમ.એલ.એ સંજય કેળકર દહિસર, આરએન વોર્ડનાં નગરસેવક હરિશ છેડા, દહિસર વોર્ડ બેનાં નગરસેવક જગદીશ ઓઝા, બોરીવલી આર સેન્ટ્રલ વોર્ડનાં નગરસેવિકા બીના દોશી, બોરીવલી આર સેન્ટ્રલનાં નગરસેવક પ્રવીણ શાહ વગેરે ઘણા લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો. વધુમાં સમસ્ત મહાજન દ્વારા થાણેનાં કિન્નરોની પરિસ્થિતિની જાણ્યા બાદ સંસ્થાએ તેમને મદદ કરવાનો નિર્ણય કર્યો. તે મુજબ ૧૬ કિલોની કિટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણાનો લોટ, ગોળ, સાકર જેવી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવામાં આવી છે. તેમજ તેમને રવિવારનાં દિવસે બપોરનાં એક ટંકનું ભોજન પણ વિતરીત કરાયું હતું. માનવતાનાં આ શુભ કાર્યમાં જે કોઈ વ્યક્તિ જોડવા માંગે તે જોડાઈ શકે છે. ભોજન રથ માટે એક દિવસ માટે લોકોને ભોજન, કાઢો અને છાશ વિતરણ કરવા માટેનો ખર્ચ રૂપિયા ૨૧,૦૦૦ થાય છે. સમસ્ત મહાજન દ્વારા થતા આવા ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા અંગે વિનંતી કરવામાં આવી છે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ(મો. 98200 20976), પરેશભાઈ શાહ(મો. 98193 01298) અને દેવેન્દ્રભાઈ જૈન(મો.98251 29111)નો સંપર્ક કરવા મિત્તલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે.
