• કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલાનાં વરદ હસ્તે ચેકનું વિતરણ કરાયું

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’નાં મેનેજિંગ ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નિમિતે સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત મહાજન સંસ્થા દ્વારા ગૌ શાળા પાંજરાપોળોને આર્થિક સહાય મળી રહે અને સ્વાવલંબન તરફ આગળ ધપે તેવા ઉમદા હેતુથી સૌરાષ્ટ્રની કિસાન ગૌ શાળા, સદભાવના બળદ આશ્રમ, મોટા વડાળાં ગૌ શાળા – પાંજરાપોળ , શ્રીજી ગૌશાળા એમ 4 ગૌશાળા-પાંજરાપોળ ને એક-એક લાખ એમ ચાર લાખનાં ચેકનું વિતરણ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

દેશનાં બહુ ઓછાં રાજ્યો પાંજરાપોળો તથા ગૌશાળાઓને સબસિડી આપે છે. સતત વધતી મોંઘવારીમાં પશુસંસ્થાઓ માટે નિભાવ પ્રતિદિન અઘરો થયો છે.

સમસ્ત મહાજન સંસ્થા આ વાતથી સુપેરે વાકેફ હોઈ તેમનો પ્રયત્ન આ સંસ્થાઓને મહત્તમ સાથ પૂરો પાડવાનો હોય છે. 

સમગ્ર આયોજન અંગે ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં મિતલ ખેતાણી, કુમારપાળ શાહ, પ્રતિકભાઈ સંઘાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, રમેશભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ એ જહેમત ઉઠાવી હતી.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *