 જ્યોતિન્દ્રભાઈ મહેતા આ કાર્યક્રમમાં પોતાનું માર્ગદર્શન આપશે

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ દ્વારા “રાષ્ટ્ર નિર્માણમાં બેન્કોની ભૂમિકા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન તા. 8/05/2022,રવિવારનાં રોજ, બિરલા ક્રીડા કેન્દ્ર ચોપાટી, મુંબઈ ખાતે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે જ્યોતિન્દ્રભાઈ મહેતા(જ્યોતિન્દ્રમામા) (પ્રેસિડેન્ટ- નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિ. નવી દિલ્હી) , ચેરમેન – ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન-અમદાવાદ , અધ્યક્ષ- નેશનલ કો-ઓપરેટિવ ફાયનાન્સિયલ ડેવલપમેન્ટ કો. લિ , ડાઇરેક્ટર – રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., રાજકોટ , ડાઇરેક્ટર – સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન, રાજકોટ, કારોબારી સમિતિ સભ્ય – લેંગ લાયબ્રેરી, રાજકોટ , ટ્રસ્ટી – શ્રી અરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ) હાજરી આપશે. આ કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત મહાજન દ્વારા જાહેર આમંત્રણ આપાયું છે.
સમગ્ર આયોજન અંગે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય અને સમસ્ત મહાજન સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, દેવેન્દ્રભાઈ જૈન, નૂતનબેન દેસાઇ ,ગિરિષભાઈ સત્રા, પરેશભાઈ શાહ, મિતલ ખેતાણી સહિતનાંની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. 9820020976) , મિતલ ખેતાણી (મો. 9824221999) નો સંપર્ક કરવા સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *