વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” વિષય પર વેબીનાર શ્રૃંખલાનો બીજો ભાગ તા.૨૧/૦૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે રાષ્ટ્રીય વેબીનાર યોજાશે. જેમાં “ગ્રામ વિકાસ અને પ્રકૃતિ” નાં વિષય પર માર્ગદર્શન આપવાનો પ્રયાસ આ વેબીનારમાં કરવામાં આવશે. કાર્યક્રમનાં સંચાલક ડો. મીનાકુમારી જાંગીડ તથા વક્તા ડૉ. કનુભાઈ વસાવા છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં એસોસીએટ પ્રોફેસર છે. તેઓ યોગ વિદ્યા અને છંદ શાસ્ત્ર પરિચયનાં જાણકાર છે. તેમને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસર, બેસ્ટ કોમ્પ્લીમેન્ટસ એવોર્ડ, પીપીટી પ્રેઝન્ટેશન ઓફ ધ એડોપટેડ વિલેજ એવોર્ડ, બેસ્ટ અચીવમેંટ એવોર્ડ, ફેસેલીસીયેશન એવોર્ડ જેવા પારિતોષિક પ્રાપ્ત થયા છે.     આ વેબીનાર સમસ્ત મહાજનનાં ફેસબુક પેઈઝ http://www.facebook.com/samastmahajan9 , ઈન્સ્ટાગ્રામ પેઈઝ      http://www.instagram/samastmahajan9 , યુ ટ્યુબ પેઈઝ           https://www.youtube.com/@samastmahajan5162  અને ટવીટર પેઈઝ      https://twitter.com/SamastMahajan પર લાઈવ નિહાળી શકાશે.

આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *