રાજકોટનાં જૈન અગ્રણી, સમસ્ત મહાજન રાજકોટ શાખાના સંચાલક, જીવદયાપ્રેમી તથા ધર્માનુરાગી રાજુભાઈ અમૃતલાલ શાહ ભગવાન મહાવીર સ્વાર્મીના પંથે જવાનો નિર્ણય કરતાં સંઘમાં ધર્મોલ્લાસ છવાયો છે.
મુમુક્ષુ રાજુભાઈની દીક્ષાનું મહર્ત આગામી તા.15 (વિજયા દશમી)ના શુક્રવારે સવારે નવ વાગે પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી કલ્પતરૂ સૂરિશ્વરજી મહારાજ માંડવી (કચ્છ) મુકામે પ્રદાન કરશે. મુમુક્ષુ રાજુભાઈ શાહનો દીક્ષા મુહુર્ત મહોત્સવ માંડવી (કચ્છ) ખાતે ઉજવાશે.
મુમુક્ષુ રાજુભાઈ ચેન્નાઈથી રાજકોટ આવી ગયા છે. તેમનું વાજતે ગાજતે સામૈય કાઢવામાં આવેલ હતું. મુમુક્ષુ રાજુભાઈ શાહ વર્ષોથી જીવદયાની પ્રવૃતિમાં સંકળાયેલા છે. મોરબીમાં પાંજરાપોળની જવાબદારી તેમણે સંભાળી હતી અને તેના વિકાસમાં તેમની ભૂમિકા પ્રશંસનીય રહી હતી તેઓ ઘણા વર્ષોથી જિનાજ્ઞાનુસાર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. દૈનિક આરાધના તેમનો જીવનક્રમ બન્યો હતો.
– રાજુભાઈ શાહ ( મો. 94082 51931)