Ø ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

Ø  ઉદઘાટન અવસર પર ગિરીશભાઈ શાહ દ્વારા વિવિધ ગૌશાળા-પાંજરાપોળને 25 લાખ રૂ. નાં ચેકોનું અર્પણ કરાયું.

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’નાં નવા કાર્યાલયનું  ઉદઘાટન તા.6 મે 2022, શુક્રવાર, વૈશાખ સુદ – ૫ નાં રોજ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ નવા કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યાલયનાં ઉદઘાટન અવસર પર સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ દ્વારા વિવિધ ગૌ શાળા-પાંજરાપોળો ને ૨૫ લાખ રૂપિયાનાં ચેકો અર્પણ કરાયા હતા.  સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહનાં નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ વિધાયક વર્ષાબેન દોશી, અમદાવાદ જિલ્લા અધ્યક્ષ અમિતભાઈ શાહ, પાલિતાણા નગરપાલિકા પ્રમુખ અજયભાઈ શેઠ, રાજકોટ શહેર કોર્પોરેટર પ્રીતિબેન દોશી,  ભાવનગર આરોગ્ય સમિતિના ચેરમેન મોનાબેન પરિક, જાગૃતિબેન બાબુભાઇ શાહ, હિરેનભાઈ કોટક, પ્રકાશભાઇ વસા, લલિતભાઈ ધામી સહિતના શ્રેષ્ઠીઓ,આગેવાનો, દાતાઓ તેમજ જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન, ગિરીશભાઈ સત્રા , નૂતનબેન દેસાઇ તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડનાં મિતલ ખેતાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, વિજયભાઇ ડોબરિયા (સદભાવના વૃદ્ધાશ્રમ), દીપકભાઈ બરવાડા પાંજરાપોળ, કન્હૈયાલાલ ખંડેલવાલ, એડવોકેટ અભય શાહ સહિતનાં 500 શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતાં.  

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *