
‘સમાજે મને ઘણું બધું આપ્યું છે; મારે પણ સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ’ એવી જેમના મનમાં ઉમદા ભાવના ભારોભાર ભરેલી છે તેવા અતિ શાંત, સરળ, સૌમ્ય, મિલનસાર, પરિવારપ્રેમી, નિરાભિમાની, નાના મોટા સૌ કોઈ સાથે આત્મીયતા ધરાવતા, કોઈ પણ કામ હાથ પર લે તેને સંપૂર્ણ ન્યાય આપવાનો સ્વભાવ રાખતા સાચા અર્થમાં ઉદ્યોગ રત્ન એવા વિશાળ મિત્રવર્તુળ અને વ્યાપક સબંધો ધરાવતા સુખ દુઃખના સાથી, ભાંગયાના ભેરૂ, ઘસાઈને ઉજળા થનાર, પારકી છઠીના જાગનાર અને માણવા જેવા ઉમદા માનવી શાંતિલાલ દેપાર માલદે, મૂળવતન કાનાલુસ (જામનગર) હાલ મુનુર (મુંબઈ) 64 વર્ષ પૂર્ણ કરી આવતી કાલે 65 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શાંતિભાઈ ખુબ સંઘર્ષ કરી નાની વયમાં જ મુંબઈ પહોંચ્યા. ખુબ સુખ સંપન્ન જીવન હોવા છતાં તેઓ અનેક જીવદયા પ્રવૃત્તિઓમાં રસ લઇ, સામજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને સહાયરૂપ બને છે. એમની જ્ઞાતિમાં કોઈ ને કોઈ પ્રશ્ન હોય, વિચાર રજુ કરવો હોય તો એમના માટે 24 કલાક એમના દ્વાર ખુલ્લા રહે છે. દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. શાંતિભાઈ સદભાવના વૃદ્ધાશ્રમ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ સાથે પણ સંકળાયેલા છે. તેઓ અનેક ગૌશાળા, પાંજરાપોળ અને વૃદ્ધાશ્રમોમાં વારંવાર દાન કરતા રહે છે અને તેમને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં પણ રસ છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ચાલતી વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં તેઓ ખુબ સહકાર આપે છે અને સમાજનાં અન્ય લોકોને પણ વૃક્ષારોપણની પ્રવૃત્તિ તરફ વાળવા પ્રયાસો કરી રહ્યા છે. તેમના જન્મ દિવસે સમાજનાં તમામ શ્રેષ્ઠીઓ શુભેચ્છા પાઠવે છે, લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને હજુ યશસ્વી જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવે છે. શાંતિલાલ દેપાર માલદે, મુંબઈ (મો. 90228 55289).