• ગાવો: વિશ્વસ્વ માતર:
  • જો ગાય બચશે તો જ આપણે બચીશું

સનાતન હિન્દુ ધર્મનાં અનેક સંપ્રદાયોનો પ્રાણી માત્રની રક્ષા અને કલ્યાણનો ગૌરવશાળી વારસો ભારતમાં જોવા મળે છે. પ્રાણી માત્ર પરમેશ્વરની પ્રતિકૃતિ છે. તેમાંય ગૌમાતા સૌથી વધુ પૂજનીય આત્મા છે. ગાય વિશ્વમાતા છે. સર્વ સુખ પ્રદાયીની છે. ગૌ રક્ષા એ આપણો રાષ્ટ્ર ધર્મ છે. ગૌ સેવા આપણા જીવનમાં વણાયેલી છે. ગૌ સંસ્કૃતિ આપણા રાષ્ટ્રની આધારશીલા છે એટલે જ તો, ભારતવર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિનાં દેશ તરીકે પ્રખ્યાત છે. પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે. કહેવાતું હતું કે આપણા દેશમાં ગાયના દુધની નદીઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ દેશી ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે, પણ કહેવાતા આધુનિકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે, કેમ કે તે મરે ત્યાં સુધી દૂધ આપતી રહે છે. દેશી ગાયનાં દૂધનાં અનેક ફાયદાઓ છે જેનો આધાર પણ વૈજ્ઞાનિક છે. દેશી ગાયનું દૂધ ભેંસનાં દૂધ કરતા વધારે સુપાચ્ય હોય છે. દેશી ગાયનું દૂધ એ કફ, પિત્ત અને વાયુનો સમનવ્ય કરે છે જ્યારે ભેંસનું દૂધ કફમાં વધારો કરે છે. દેશી ગાયનું દૂધ પીવાથી કુશાગ્ર બુદ્ધિ વિકસે છે જેથી યાદશક્તિ વધે છે જયારે ભેંસનું દૂધ બુદ્ધિને મંદ બનાવે છે અને વધારે ઊંઘ લાવવા માટે જવાબદાર બને છે. દેશી ગાયનાં દૂધમાં તમામ પ્રકારનાં વિટામિન્સ હોય છે ખાસ કરીને વિટામીન-ઈ વધારે માત્રામાં હોય છે જે દ્રષ્ટિને સાફ કરે છે અને હ્રદયને સ્વસ્થ બનાવે છે. ભેંસનાં દુધમાં કોલેસ્ટ્રોલ હોય છે જે રક્ત વાહિનીઓમાં અવરોધ ઉત્પન્ન કરે છે, જેમાં હ્રદયાઘાતની સંભાવના રહેલી છે. દેશી ગાયનાં દુધમાં સુર્વણ ક્ષાર હોય છે જેની વૈજ્ઞાનિકોએ પણ સાબિતી આપી છે. આ  સુર્વણ ક્ષાર સત્વગુણ ધરાવે છે. ગાય પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ અને વાત્સલ્ય જોઇને દૂધ આપે છે જ્યારે ભેંસ ખોરાક જોઇને દૂધ આપે છે. આ તમામ કારણોસર દેશી ગાયનું દૂધ એ ભેંસનાં દુધથી ચડીયાતું છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *