• દર મહીનાનાં ચોથા રવિવારે સાંજે 3 થી 6 દરમ્યાન માર્ગદર્શનનું આયોજન

લોકોને રોગમુક્ત કરવા હશે તો ગાય માતા આધારે પ્રાકૃતિક ખેતી સો ટકા કરવી પડશે. સ્વ.  રાજીવ દીક્ષિત કહેતા કે ‘ગાય બચેગી તો દેશ બચેગા.’ ઝેરમુક્ત કૃષિ અને રોગમુક્ત ભારત કરવા માટે ગાય માતાને બચાવવી પડશે.  ડો. સુભાષ પાલેકરજી એ સંશોધન કરેલ છે કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી 30 એકર જમીન ફળદ્રુપ કરે છે, ગાયના છાણ દ્વારા ખેતી કરવાથી ખેતરમાં અળસિયા ઉત્પન્ન થાય છે, જે જમીનને પોચી કરે છે. જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે અને કુવા અને બોર કુદરતી રીતે રિચાર્જ થાય છે. ચેક ડેમની જરૂરિયાત ઓછી પડે છે. ગાય માતાના છાણમાં એક ગ્રામમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય છે, જે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે. ગુજરાતમાં ઘણા ખેડૂતભાઈઓ ગાય માતા આધારે ખેતી કરે છે. તેઓએ સુભાષ પાલેકરજીનું માર્ગદર્શન અવશ્ય લેવું જોઈએ.  સહજાનંદ ગૌશાળામાં પંચગવ્ય ઉત્પાદનો અને પ્રાકૃતિક કૃષિની માહિતી નિ:શુલ્ક આપવામાં આવે છે.  દર મહિનાના ચોથા રવિવારે સાંજે ત્રણ થી છ માહિતી આપવામાં આવે છે. પંચગવ્યની સાથે સાથે આરોગ્ય અને પ્રાકૃતિક ખેતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.  કહેવાય છે કે, પૃથ્વીના સાત આધાર છે જેમાં પહેલો આધાર ગૌ માતા છે.  સહજાનંદ ગૌશાળામાં સપ્ત ગૌમાતા પ્રદક્ષિણા મંદિર છે, જેને પ્રદક્ષિણા કરવાથી આપણા ઓરા વધે છે.  ગાય માતા આપણું રક્ષણ કરે છે 148 પ્રકારના દર્દો મટાડે છે એ ગૌ માતાનું રક્ષણ કરવું આપણી ફરજ છે.

વધુ માહિતી માટે સહજાનંદ ગૌશાળાની રૂબરૂ મુલાકાત લેવા સહજાનંદ ગૌ શાળાનાં કાંતિભાઈ પટેલ (મો. 9824233729) દ્વારા વિનંતી કરાઇ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *