- ક્યારેક એમ બને કાગળ પર ઘટના ઘટના ઘટી જાય; હાથ કલમ બનીને અક્ષરે ઉતરેને કવિતા બની જાય – ભૂષિત શુકલ.
‘સાહિત્ય ગઝલ કવિતા ગૃપ’ દ્વારા કવિ સંમેલનનું આયોજન સીઝન્સ સ્ક્વેર હૉલ – રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતો. જેમાં 30 જેટલા નામાંકીત અને નવોદિત કવિ તેમજ કવિયત્રીઓને તેમની સ્વરચિત કવિતા પઠન કરવાનો લાભ મળ્યો તેમજ સાહિત્ય રસિકોને સાંભળવાની તક મળી હતી. આ અવસરે મુખ્ય મહેમાનો મિત્તલભાઈ ખેતાણી, અજયભાઈ જોષી, નૈષધભાઈ વોરા, સતિષભાઈ મહેતા, ભરતભાઈ દુદકિયા, મહર્ષિભાઈ પંડ્યા – એડવોકેટ તેમજ જોગીન પંડ્યા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઇ. કાર્યક્રમનાં આયોજનમાં તેમનો સહકાર પણ રહ્યો હતો. આ સંમેલન અંતર્ગત કવિયત્રી શ્રીમતી મીરાબેન વ્યાસ, શ્રીમતી હેતલબેન ઠક્કર, જશુબેન બકરાણીયા, કામ્યાબેન ગોપલાણી, જયશ્રીબેન જોષી, વાસંતીબેન, અદિતિબેન જેઠવા, શીતલબેન ધારેશિયા, અવનીબેન ગોહેલ તેમજ શર્મિષ્ઠાબેન વૈદ્ય વિગેરે કવિયત્રી તેમજ જયદેવભાઈ રાવલ, ભૂષિતભાઈ શુક્લ, જગતકિશોર ઢેબર, કિશોરભાઈ નથવાણી, મિત્તલ ખેતાણી, આશિષભાઈ અધેરા, પાર્થેશભાઈ નાણાવટી, હર્ષલભાઈ અંજારિયા, શામજીભાઈ બાબરીયા, ભરતભાઈ સેરૈયા, જયદીપભાઈ લશ્કરી, અંબાલાલભાઈ ખાનપરા, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ દવે, નિતેશભાઈ ચાંડેગરા, ઉપેન્દ્રભાઈ ભલાની, પાર્થભાઈ સોની, બ્રિજેશભાઈ તેમજ રવિભાઈ દવે” પ્રત્યક્ષ” જેવા નામાંકીત કવિઓ ઉપસ્થિત રહેલા અને તેમની રચનાઓ સાંભળવાનો લ્હાવો મળ્યો. અજયભાઈ જોષી કે જેઓ સિઝન સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે તેમના દ્વારા કાર્યક્રમ શક્ય બન્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે આગામી મહિનામાં કાવ્ય સ્પર્ધા તેમજ ફરી કવિ સંમેલનનું આયોજન કરીશું. તેનો વિશેષ આનંદ થયો. કવિ સંમેલનમાં સહુની રચનાઓ સાંભળી દરેક કવિગણમાં આનંદિત વાતાવરણ સ્થાપિત થયું હતું. પીઢ કવિ જગતકિશોરભાઈ ઢેબર અને જશુબેન દ્વારા સુંદર કાવ્યનું પઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સમગ્ર સંચાલન ભૂષિત શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. ફરીવાર સાહીત્ય ગઝલ કવિતા દ્વારા આગામી આયોજન શક્ય બને તે માટે તૈયારીઓ ચાલી રહી છે. ‘સાહીત્ય,ગઝલ,કવિતા ગ્રુપ’ અંગે વિશેષ માહિતી માટે ભૂષિતભાઈ શુક્લ (મો. 90166 96380) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
– ભૂષિત શુક્લ(મો. 90166 96380)
