સાહિત્ય એટલે જીવન જીવવામાં આવતી મજા. કોઈપણ સાહિત્યનાં પ્રસાર અને પ્રચાર માટે શાસકોની નીતિ, લોકોની રહેણીકરણીની શૈલી અને સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ અત્યંત મહત્ત્વનો છે. બોલાતી ભાષા અને તેના પરથી રચાતા સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવતું હોય છે. લોકોના અતિવ્યસ્ત જીવનમાં જયારે સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા મેળાવડા રચાય છે ત્યારે જાણે જીવન ખરા અર્થમાં સાર્થક થાય છે. રાજકોટ ખાતે આવા જ એક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સાહીત્ય,ગઝલ,કવિતા ગ્રુપ’ દ્વારા કવિ સંમેલનનું આયોજન થયું છે. આ કાર્યક્રમનું આયોજન ભૂષિત શુક્લ, જોગીન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંચાલન નમ્રતાબેન ઓઝા દ્વારા કરવામાં આવશે. મિત્તલભાઈ ખેતાણી, અજયભાઈ જોશી, નૈષધભાઈ વોરા મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિતિ આપશે. દિશાબેન શુક્લ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવશે. કાર્યક્રમમાં ભૂષિતભાઈ શુક્લ, જોગીનભાઈ પંડ્યા, મિત્તલભાઈ ખેતાણી, પાર્થેશભાઈ નાણાવટી, આશિષભાઈ અઘેરા, રાજેશભાઈ દુદાણી, અંબાલાલભાઈ ખાનપરા, હર્ષલભાઈ અંજારિયા, જયદેવભાઇ રાવલ, જયદીપભાઈ લશ્કરી, જગતકિશોર ઢેબર, કિશોરભાઈ નથવાણી, નમ્રતાબેન ઓઝા, હેતલબેન ઠક્કર, મીરાબેન વ્યાસ, શૈમીબેન ઓઝા, મેઘલબેન ઉપાધ્યાય, જશુબેન બકરાણીયા, અવનીબેન ગોહેલ, સોનુબેન ભટ્ટ, કામ્યાબેન ગોપલાણી પોતાની સ્વ રચિત કવિતાઓ, ગઝલ રજુ કરશે. આ કાર્યક્રમનું આયોજન 20 નવેમ્બરે, રવિવારનાં રોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી સીઝન્સ સ્કવેર હૉલ, અમીન માર્ગ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. સૌને આ કવિ સંમેલનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ અંગે વિશેષ વિગતો માટે ભૂષિતભાઈ શુક્લ (મો. 90166 96380) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *