પ્રવર્તમાન શિયાળાની ઠંડીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રક્તદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. નેમીનાથ એન્ટરપ્રાઈઝનાં પ્રતિક સંઘાણી દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, ‘નેમીનાથ હાઉસ’, મેટ્રો પ્લાઝાની સામે, બેંક ઓફ ઈન્ડીયાની પાસે, જનસતા ચોક, મોટી ટાંકી ચોકની નજીક,રાજકોટ ખાતે તા. ૧૨/૧૨/૨૦૨૧, ૨વીવારના રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની કોરોના કાળની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીંવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. શિયાળાની ઠંડીની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ૨કતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે.
આ રકતદાન કેમ્પની વિશેષ માહિતી અંગે પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦૩૦૩૯૩), મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯), કમલેશભાઈ જોષી (મો.૯૯૨૪૩૧૧૦૦૦), શૈલેષભાઈ જાની (મો.૯૮૨૫૯ ૩૫૪૭૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
“રક્તદાન જીવનદાન”