- કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્વારા “સેવાકીય સંસ્થાઓમાં ટેકનૉલોજિનું મહત્વ” વિષય પર વેબીનારનું આયોજન
ટેક્નોલોજી એટલે વૈજ્ઞાનિક જ્ઞાનનો વ્યક્તિના જીવનમાં વ્યવહારિક ઉપયોગ. આ વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ ઉદ્યોગ, શિક્ષણ , રોજિંદા જીવન કે સેવા સંસ્થામાં હોય શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં ઘણી પ્રગતિ થઈ છે.
આપણે બધા ટેક્નોલોજી પર એટલા નિર્ભર છીએ કે તેના વગર કંઈપણ કરવું અશક્ય છે. ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનના ઘણા ક્ષેત્રોમાં થાય છે. કામ કરવા, વાતચીત કરવા અને રોજિંદા કાર્યોને સરળ બનાવવા માટે ટેક્નોલોજી આવશ્યક છે. કોરોના વાયરસ તેનું જ ઉદાહરણ હતું. આ રોગચાળા દરમિયાન, જ્યારે દરેક વ્યક્તિ ઘરમાં અટવાઈ ગઈ હતી, ત્યારે ટેક્નોલોજીએ રિમોટ વર્ક, મનોરંજન અને તણાવ દૂર કરવામાં ઘણી મદદ કરી.તકનીકી ક્રાંતિએ નવા વ્યવસયો શરૂ કરવા અને મૂડી એકત્ર કરવાનું શક્ય બનાવ્યું છે. ઉપલબ્ધ વિકલ્પોનાં કારણે, દરેક વ્યક્તિ તેમના વિચારોને અમલમાં મૂકી શકે છે. વ્યવસાયિક યોજનાઓ બનાવવી સરળ બની છે જે વ્યવસાય શરૂ કરવાનું પ્રથમ પગલું છે.
ટેકનૉલોજિનું આવું જ આગવું મહત્વ સેવાકીય સંસ્થાનાં સંદર્ભમાં સમજાવવા તેમજ સેવા સંસ્થામાં તેના વિભિન્ન ફાયદાઓ જણાવવા માટે આ વેબીનારનું આયોજન થયું છે. આ વેબીનારમાં “ સેવાકીય સંસ્થામાં ટેકનૉલોજીનું મહત્વ” વિષય પર, કોમલ વાગડીયા (કોર્પોરેટ કન્સલ્ટન્ટ) , દિપક વાગડિયા (ટેક્નોક્રેટ) , સેતુરભાઈ દેસાઇ (અર્હમ સેવા યુવા ગ્રુપ) , વિપુલભાઈ માલી (પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ) , વિમલભાઈ વાછાણી (મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ) માર્ગદર્શન આપશે. આ વેબિનાર 7 ઓકટોબર, શુક્રવારનાં રોજ બપોરે 12 કલાકે કરુણા ફાઉન્ડેશનનાં ફેસબુક પેઇજ https://www.facebook.com/animalhelplinekarunafoundation પર લાઈવ નિહાળી શકાશે. આ વેબીનારમાં વિવિધ સોસિયલ મીડિયા પેલફોર્મ જેવા કે , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , ટ્વિટર , લિન્ક્ડ ઇન , યુ ટ્યૂબ , ટેલિગ્રામ , વ્હોટ્સએપ તેમજ વેબસાઇટ અંગેના વિવિધ પેટફોર્મનાં સદુપયોગ અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવશે. ઘટતો જતો દાનનો પ્રવાહ , વધતી મોંઘવારી , વધતાં જતાં ખર્ચને પહોંચી વળવા ટેકનૉલોજીનું મહત્વ સૌ સેવા સંસ્થાઓએ સ્વીકારવું જ પડશે ત્યારે સેવાકીય સંસ્થા પણ આ દિશામાં આગળ વધે અને તેના થકી વધુને વધુ દાતાઓ , વધુને વધુ કાર્યકર્તાઓ સંસ્થા સાથે જોડાઈ તે પ્રયોજન આ વેબીનારનું છે. સૌને આ વેબીનારમાં જોડાવા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુંભાઈ ભરાડ, પારસભાઈ મહેતા , ગૌરાંગભાઈ ઠક્કર સહિતનાઓએ અપીલ કરી છે. આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી(મો. 98242 219999) અને પ્રતિક સંઘાણી (મો. 99980 30393) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.