કોરોના કાળમાં પણ ૨૨૫ થી વધારે સગપણ કરાવવામાં કિરીટભાઈ કેસરીયા નિમીત બન્યા
લગ્નોત્સુક રઘુવંશી યુવક યુવતીઓ માટે વિનામુલ્યે મેરેજ બ્યુરોની વોટસએપ સેવા, મેરેજ બ્યુરો તુમ્હારી મુઠ્ઠી મેં
સૌરાષ્ટ્રના સેવાક્ષેત્રમાં અનેક સંસ્થા સાથે જોડાયેલા શ્રી કિરીટભાઈ કેસરીયાનું નામ એક અદના કાર્યકર તરીકે જાણીતું છે. તન, મન, ધન, વચન, કર્મથી સતત સક્રિય અને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી સેવારત શ્રી કિરીટભાઈ છેલ્લા ૨૦ વર્ષથી ખાસ કરી લોહાણા જ્ઞાતિનો વિકટ પ્રશ્ન બની ગયેલ દિકરા દિકરીના વેવિશાળના મુદે કાર્યરત છે. સમગ્ર ભારતમાં નવા જમાનાને અનુરૂપ વોટસએપ દ્વારા ૬૦ ગ્રુપની શરૂઆત કરી હજજારો દિકરા-દિકરીઓની માહિતી ઘેર બેઠા પરસ્પર મળી રહે તે માટે બાયોડેટાની આપલે કરી નવતર પ્રયાસ કર્યો છે, તે લોકોની પ્રશંસાપાત્ર બની ગયેલ છે. સુશિક્ષીત, ઓછુ ભણેલા, છુટાછેડા કે ખોડખાપણ, વિધવા, વિધુર જેવા અનેકપાત્રો માટે આશીર્વાદરૂપ સેવા વિનામુલ્યે અને વિના અપેક્ષાએ કિરીટભાઈ ચલાવી રહયાં છે. હવે મેરેજ બ્યુરો સુધી કારણોવસાત ન પહોંચી શકતા લોકો માટે વોટસએપથી સેવા એટલે મેરેજ બ્યુરો સેવા તમારી મુઠ્ઠીમાં કે તમારા આંગળીના ટેરવે એવું કહેવાતુ થયું છે. છેલ્લા બે વર્ષમાં ૫૦૦ દિકરીઓના સગપણ તથા કોરોના કાળમાં, છેલ્લા સવા વર્ષ દરમ્યાન, ૨૨૫ થી વધારે સગપણ કરાવવામાં કિરીટભાઈ કેસરીયા નિમીત બન્યા છે.
વોટસએપ દ્વારા જબરો પ્રતિસાદ મળી રહયો છે. ઝડપી ત્વરીત સેવાના કારણે લગભગ દર માસે આઠ થી દસ સગપણો થાય છે. શ્રી કિરીટભાઈ કેસરીયાની માનવતાવાદી સેવા ખુબ જ સહજ અને સમાજ પ્રત્યેની પોતાની પવિત્ર સેવા સમજી કરી રહયા છે. આ કાર્ય માટે મધ્યસ્થી તરીકે મુંબઈ, દિલ્હી, કલકતા દુરના સ્થળોએ વડીલો સાથે જાય છે. ઉપરાંત રાજકોટમાં તેના રોજિંદા ક્રમમાં સવારથી રાતના મોડે સુધી કિરીટભાઈનો મોબાઈલ રણકતો રહે છે અને દરેક લોકોને પ્રેમપૂર્વક જવાબો અને માર્ગદર્શન આપે છે. ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનમાં એડમીન તરીકે કિરીટભાઈ સેવા આપી રહયાં છે. આ વિશ્વના એકમાત્ર ગુજરાતીઓનું મોટું ફાઉન્ડેશન છે જેમાં ૨ લાખ મેમ્બર બનાવવાનું સંકલ્પ છે.
શ્રી કિરીટભાઈ આ ઉપરાંત અનેક મેરેજ બ્યુરોમાં પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહયાં છે. અનેક દિકરા દિકરીઓના સગપણો તેઓના દ્વારા થયા છે. કિરીટભાઈ કેસરીયા રેસકોર્સ કલબ, લોહાણા મહાજન કમિટી મેમ્બર, પદે સેવા આપી ચુકયા છે. ઉપરાંત લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહિતની જ્ઞાતી સંસ્થાઓમાં સતત સક્રિય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ, યાદગાર યુવક મંડળમાં પ્રમુખપદે સેવા આપી રહયાં છે. જરૂરતમંદોને લોહીની જરૂરીયાત પડે ત્યારે ખડે પગે રહી વિનામુલ્યે વ્યવસ્થા કરે છે. વિજય બેંકમાં અધિકારી પદે રહી નિવૃત થયેલા શ્રી કિરીટભાઈ હાલમાં નાગિરક બેંકની યાજ્ઞીક રોડ શાખામાં વિકાસ કમિટીમાં પણ મેમ્બર તરીકે સેવા આપી રહયા છે. સંબંધોના માનવી એવા કિરીટભાઈ કોઈપણ જાણીતા કે અજાણ્યા લોકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા તત્પર રહે છે. રઘુવંશી સમાજના મૂક સેવક કિરીટભાઈ કેસરિયાનો વૉટ્સએપ નંબર 9824224270 છે.