
- ઈન્ટરનેશનલ યોગ ટીચર બનવાની સુવર્ણ તક
“યોગ ચૈતન્ય” – ધ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ યોગ એક્સેલેંસ નામે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની પહેલી આર.વાય.એસ (RYS 200) એટલે કે રજીસ્ટર્ડ યોગ સ્કૂલ શરૂ થઈ છે જે યોગા એલાયંસ – યુ.એસ.એમાં રજીસ્ટર્ડ છે. આ સ્કૂલમાં 200 કલાકનાં યોગ ક્લાસ લેવામાં આવશે. પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને યોગ મેટ સહિતનાં યોગ માટે જરૂરી એવા સાધનો આપવામાં આવશે. આ કોર્ષને ‘આર.વાય.ટી 200’ કહેવામાં આવે છે. આર.વાય.ટી એટલે કે રજીસ્ટર્ડ યોગ ટીચર. RYT 200 કોર્ષ પૂર્ણ કર્યા પછી મળતી ડીગ્રી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં તમામ દેશોમાં માન્ય ગણાશે. આ કોર્ષને બેચલર કોર્ષ તરીકેની માન્યતા પ્રાપ્ત છે. આગામી 15મી જૂલાઈથી પ્રથમ બેચનો અભ્યાસક્રમ વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ, દેવાંશ કોમ્પ્લેક્ષ, તિરૂપતિ નગર-2, નવી કેન્સર હોસ્પીટલની નજીક રાજકોટ ખાતે સવારે 7:00 થી 8:30 વાગ્યા દરમ્યાન શરૂ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે દિક્ષેશ પાઠક(મો. 98250 77023) અને ગુરુદ્ર(મો. 94294 06455) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
