આજના યુગમાં વધી રહેલા રોગો, ક્રોધ, ઇર્ષા, અદેખાઈ, ચોરી લુંટફાટ, અકસ્માતો અને આપઘાતોનું મુખ્ય કારણ માનસીક વિચારો છે કે આપણે ફકત શરીર સ્નાન ને જ મહત્વ આપીએ છીએ ખરા અર્થમાં સૌથી પહેલ સુર્ય સ્નાન થવું જોઈએ, બીજું સ્નાન હવા (સમીર) નું થવું જોઈએ. સાથે સાથે આજે મેડીટેશન (પ્રાણાયામ) પણ જરૂરી છે અને પાણી દ્વારા શરીરની શુધ્ધિ અને છેલ્લે જે આપણા દરેક ધર્મોમાં દાનનું મહત્વતતા સમજાવી છે એટલે કે દાન દ્વારા ધનની શુધ્ધિ કરવી. આજે આપણા બધાના રૂમમાં એ.સી., કુલર, ડાર્ક રૂમ અને મોડા ઉઠવાનું ચલણ થઈ ગયું છે જેના હિસાબે આજે આપણા સમાજમાં ૧૦ થી ૭ કેલ્શીયમ અને વીટામીન-ડીનું પ્રમાણ ઘટી રહયું છે. જે મહત્વ સુર્યના તડકાથી જ મળે છે. આપણે નશીબદાર છીએ કે ૩૬૫ દિવસ ભારત ભરમાં સૂર્યનો ઉદય થાય છે જેનો લાભ આપણી જાણ મુજબ વિદેશીઓ આવીને લઈ રહયાં હોય છે. તો આપણે જરૂરથી આપણું લક્ષ્ય સ્વઘ્નતા તરફ રાખીને દરરોજ ઓછામાં ઓછી ૨૦ મીનીટ સવારે વ્હેલા ઉઠીને સુર્યસ્નાન કરીએ. તેવી જ રીતે કુદરતી હવાનું પણ એટલું જ મહત્વ છે. જેના હિસાબે તન અને મનની શુધ્ધિ થાય છે. તો આ સ્નાન પણ જરૂરી છે. આજે મોબાઈલ, ટીવી, લેપટોપ અને રેડીયો જે એક જાતના તરંગો છે આ તરંગો પશુ-પક્ષીને અને માનવ મનને ખુબ જ નુકશાન કર્તા સાબીત થઈ રહયાં છીએ ત્યારે આવા સમયે મેડીટેશન (પ્રાણાયામ) આપણા મનને શુધ્ધ કરવાની સ્નાન પ્રક્રિયા છે. આવી જ રીતે દરેક ધર્મમાં દાનનું મહત્વ સમજાવવા માટે હિન્દુ ધર્મમાં દાન, મુસ્લીમ બીરાદરોમાં જગાત (ખેરાત) અન્ય લોકોમાં ચેરીટી શબ્દ દ્વારા દાનનો મહીમા સમજાવવામાં આવ્યો છે. તન, મન અને ધન દ્રારા દરેક વસ્તુની શુધ્ધિ થઈ શકે છે અને મળેલી લક્ષ્મીનો સદઉપયોગ કોઈને અનાજ માટે, બીમારી દવા માટે, ભણતર માટે, બ્લડ ડોનેશન માટે, સમૂહલગ્ન અને તહેવારોની ઉજવણી, અબોલ જીવોના ખોરાક પાણી માટે તેમજ વૃક્ષારોપણ જેવી અનેક જગ્યાએ વપરાતું હોય લોકોમાં આનંદ ઉત્સાહનું પ્રમાણ જળવાતા સમાજની મોટી સેવા થઈ શકે છે અને જરૂરીયાતમંદોને યોગ્ય સમયે ધન દ્વારા, શબ્દો દ્વારા, કે સમય દ્વારા કરેલું દાન તેના જીવનમાં નવીનતા સાથે હેપીનેસ આપે છે અને સાથમાં બીમારી અને આપઘાત ઓછા કરી શકે છે.
રમેશભાઈ ઠકકર (મો. ૯૯૦૯૯૭૧૧૧૬)