- “ગૌમાતા રાષ્ટ્ર માતા” તરીકે જાહેર થાય તેવી માંગણી
તા. ૧૫ ઓગષ્ટ, સ્વાતંત્ર પર્વ નિમીતે લાલ કિલ્લા પરથી, સમગ્ર ભારતમાં ગૌવંશ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે અને “ગૌમાતા રાષ્ટ્રમાતા” તરીકે જાહેર થાય તે અંગેની રજુઆત અને તે અંગેનાં પગલાઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યાન્વિત બને તેવી માંગણી મિતલ ખેતાણીએ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮૮૩ ની સાલમાં હિન્દુ સામ્રાજયનાં સર સેનાપતી શ્રી મહાદેવ શિંદેએ ”સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધી” ની ઘોષણા લાલ કિલ્લા પરથી જ કરી હતી. તેજ રીતે ૨૦૦૮ ની સાલમાં સુપ્રિમ કોર્ટે પણ નિર્ણય આપ્યો હતો કે સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌહત્યા બંધીનો આદેશ તુરંત અમલમાં લેવામાં આવે. ભારતની ગાય માનવ શરીરનાં આરોગ્ય માટે, ખેતી માટે, પર્યાવરણ સંતુલન માટે, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને તમામ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે અને તેનુ અસ્તીત્વ આપણા સૌ મનુષ્યો માટે પણ અનિવાર્ય છે. ગાય બચશે તો સમગ્ર વિશ્વ બચશે એવું ચોકકસપણે કહી શકાય. દેશ હિત માટે પણ ગૌવંશનું સંરક્ષણ થાય તે અત્યંત અનિવાર્ય છે. ૧૫ ઓગષ્ટના દિવસે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હિન્દુસ્તાનમાં ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ તથા ”ગૌમાતા રાષ્ટ્રમાતા’ તરીકે જાહેર થાય તેવી જાહેરાત કરે તેવી વિનંતી અને મોદીજી સાથે પત્ર વ્યવહાર મિતલ ખેતાણીએ કર્યો છે. આ સત્કાર્ય થકી એક નવા ભારતનાં નવા ઇતિહાસનું નિર્માણ થશે તેવો આશાવાદ પણ મિતલ ખેતાણીએ વ્યકત કર્યો છે.