સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300થી વધુ રોગોની દવા છે. સરગવામાં એન્ટીફંગલ, એન્ટીવાઈરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવાં ઘણાં પોષકતત્ત્વો પણ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. સરગવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સરગવાના વિવિધ ફાયદાઓ છે : 

1.સરગવાની સીંગમાં વિટામીન “C “

સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં હોય છે. જો શરદી અથવા ગળામાં બળતરા થતી હોય તો સરગવાની સીંગનું સુપ પીવાથી રાહત મળે છે. સરગવાના પાંદડા સામાન્ય રીતે રોગનિવારક ગુણધર્મો ધરાવતા હોય છે.

2.શરીરના હાડકાઓ મજબુત કરે

લીલા શાકભાજીમાં મોટી માત્રામાં આર્યન, વિટામીન અને કેલ્શિયમ હોય છે. સરગવાની શીંગ શરીરના હાડકાઓ મજબુત બનાવે છે.

3.પાચન સબંધિત બીમારીઓ પણ દુર કરે

સરગવાના પાંદડા, ફળ અને ફુલનો ઉપયોગ સુપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. સરગવો પાચન સંબંધિત બીમારીઓ પણ દુર કરે છે.સરગવાનું વૃક્ષ અસ્થમાં અને ફેફસા સાથે સંકળાયેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ખુબ જ ઉત્તમ છે.

5. ત્વચાને નિખારે છે.

સરગવાની શીંગ નાના બાળકો માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે. તે શરીરના હાડકાને તો મજબુત બનાવે છે સાથે-સાથે લોહીને પણ શુધ્ધ કરે છે.સરગવાની શીંગના રસને લીંબુના રસ સાથે ભેળવી ત્વચા પર લગાવવાથી બ્લૈકહેન્ડસ, પિંપલ્સ અને અન્ય ત્વચા સબંધિત ત્વચાના રોગથી છુટકારો મળે છે.

6. કેન્સર સામે લડવામાં શક્તિ આપે છે.

સરગવાનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા રહેતી નથી, આંખની દ્રષ્ટિ વધારે છે અને આંખોને સાફ રાખે છે.

7.બ્લડસુગર લેવલ અને કોલોસ્ટ્રોલ લેવલને સંતુલિત કરે

કેટલાક પ્રયોગો અનુસાર ડાયાબિટિસવાળી વ્યક્તિઓએ દરરોજ સરગવાનું સેવન કરવાથી સુગર લેવલનો સ્કોર ઓછો જોવા મળે છે.

સરગવો પથરી બહાર કાઢે છે, કોલેસ્ટેરોલ ઓછું કરે છે, બ્લડપ્રેશર સામાન્ય રાખે છે, પાચન સુધારે છે, દાંતને પોલાણથી બચાવે છે, સાયટિકા અને આર્થરાઇટિસમાં તેમજ લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક સાબિત થાય છે.

– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *