- દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
- ઉનાળાની ગરમીની સિઝનમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત
- જાહેર જનતાને રકતદાન કરવા તથા માં અમૃતમ કાર્ડ કેમ્પનો લાભ લેવા અપીલ.રકતદાન કેમ્પ તથા માં અમૃતમ્ કાર્ડ કેમ્પનો લાભ લેવા અપીલ
પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રક્તદાન કરી અમૂલ્ય માનવ દર્દીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે.બાલાજી મિત્ર મંડળ દ્વારા સ્વ. જશંવતીબેન ભુપતભાઈ ખખ્ખરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીતે સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજની પાછળ, રાજકોટ ખાતે તા. ૧૯/૦૩/૨૦૨૩, રવીવારના રોજ સવારે ૦૯–૦૦ થી ૦૧–૦૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. રકતદાન કેમ્પની સાથોસાથ ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે માં અમૃતમ કાર્ડ કેમ્પ‘નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાને રકતદાન કરવા તથા માં અમૃતમ કાર્ડ કેમ્પનો લાભ લેવા બાલાજી મિત્ર મંડળના હિતેશભાઈ ખખ્ખર તથા મિત હિતેષભાઈ ખખ્ખર દ્વ્રારા અપીલ કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખુબ ઓછી સંખ્યામાં આવે છે. ઉનાળાની ગરમીની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં
જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે હિતેષભાઈ ખખ્ખર (બાલાજી), મિત હિતેષભાઈ ખખ્ખર, ધર્મેશભાઈ સોઢા, શ્યામભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, મીતભાઈ શીંગાળા, નિર્મલભાઈ ઝાલાવડીયા, ધાર્મિકભાઈ ઝાલાવડીયા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમિષભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચા, પાર્થભાઈ લાલચેતા , સિધ્ધાર્થભાઈ ચૌહાણ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આ કેમ્પની વિશેષ માહિતી માટે મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુંછે.
“રકતદાન જીવનદાન”
ભગવાન કા દિવ્ય અલ્પ નહિ હોતા..
રકતદાનકા કોઈ વિકલ્પ નહિ હોતા..
