- ગુજરાત હાઈકોર્ટના વકીલ નિમિષ કાપડિયા દ્વારા ચાઇનીઝ દોરા અને તુક્કલનાં ગેરકાયદેસર વેચાણની જાણ મેળવવવા હેલ્પલાઈન શરૂ કરવા તથા પ્રતિબંધ અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો થાય એવી અપીલ
- કોર્ટ દ્વારા સૂચનનો સ્વીકાર કરતાં હેલ્પલાઈન શરૂ કરવા સરકારને આદેશ
તા. 07/10/2023 ના રોજ નામદાર ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની કોર્ટમાં તા. 06/01/2023 ના રોજ ના હુકમ પ્રમાણે નિપુર્ણા તોરવણે સચિવશ્રી ગૃહ વિભાગ અને જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી, અમદાવાદએ, બે અલગ અલગ સોગંદનામા રજૂ કરેલ. પોલીસ કમિશનરશ્રીના સોગંદનામામાં તેમણે કાચ પાયેલી દોરી, ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ અંગે તા. 15/12/2022 ના રોજ જે જાહેરનામું બહાર પાડેલ તેની નકલ રજૂ કરી. ઉપરાંત 16 ડિસેમ્બર પછી અમદાવાદમા તેમણે 180 ફોજદારી કેસો દોરી અને તુક્કલ પકડાવવાના ગુના બાબત કર્યા છે. એવી જ રીતે ઓનલાઈન વેંચાણ કરતી મોટી કંપનીઓ જેવી કે Amazon, Meesho, Sonakite, Fashiondil, Indiamart, Bablakites, Jiomart, Snapdeal, Thekitemag, Buykitesonline, Flipkart ને CRPCની કલમ, 91 હેઠળ લેખિતમાં તા. 05/01/2023 ના રોજ ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી, કાચ પાયેલી દોરી વગેરે અંગેના પ્રતિબંધની જાણ કરી. ઉપરાંત આ કંપનીઓ પાસે જે વ્યકિતઓએ આવી વસ્તુઓ ખરીદી હોય તે ખરીદનારના નામ, સરનામા, ફોન નંબર અને તેમણે કેટલી વસ્તુઓ ખરીદી કરી તેની વિગત માંગેલ છે. સાથોસાથ અમુક વિસ્તારના પોલીસ અધિકારીઓએ દોરીના વિક્રેતાઓ સાથે મિટિંગ કરી તેમણે આવા પ્રતિબંધવાળી દોરી, તુક્કલ ચગાવવા નહીં તેવી પણ સૂચનાઓ આપી છે. ડીજીપી એ આવા વપરાશ તથા વેચાણની ખાનગી રીતે માહિતીઓ ભેગી કરી રેડ કરવા અને ગુનો દાખલ કરવા સૂચના આપી છે. આ ધંધાની સમગ્ર સપ્લાય ચેન એટલે કે ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ એ તમામની તપાસ કરી ગુના દાખલ કરી આરોપીઓની અટક કરી વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરવા હુકમ કરેલ છે અને જો આ વસ્તુઓ રાજ્ય અથવા બહારના રાજ્ય કે વિદેશથી આયાત કરવામાં આવતા હોય તો કસ્ટમ, સેંટ્રલ એક્સાઈઝ, જીએસટી ઓથોરીટી સાથે પણ સંકલન કરવા સૂચના આપી છે. ઉપરાંત તાબાના તમામ પોલીસ અધિકારીઓએ પાસે, આવા ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે કરેલ કેસો તથા લોકોમાં જાગૃતિ લાવવા માટેના કરેલ પ્રયાસોની સંપૂર્ણ વિગતો મંગાવવામાં આવેલ છે. ઉપરાંત આવા પ્રતિબંધ અંગેના જાહેરનામા કુલ 38 જિલ્લાઓમાં બહાર પાડેલ છે. જે ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ છે. તેમને એવી પણ સૂચના આપવામાં આવી છે કે આવી પ્રતિબંધિત વસ્તુઓનો માલ ગુજરાતમાં ડિલિવરી કરવો નહિ. ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિક્રેતાઓની મુલાકાત લઈ આ પ્રતિબંધની જાણ કરવા સૂચના આપવામાં આવી છે અને તેમાં તમામ પીસીઆર વાન, પોલીસ પેટ્રોલ ટીમ, SHE TEAMS અને પબ્લિક એડ્રેસ સિસ્ટમને પણ આ ઝુંબેશમાં જોડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં કુલ 879 ગુના રજીસ્ટર કર્યા છે.
આ અંતર્ગત નિમિષ મહેન્દ્ર કાપડિયા એડવોકેટે મુખ્યત્વે બે રજૂઆતો કરેલ જેમાં રાઉન્ડ ધી ક્લોક ટેલિફોન હેલ્પલાઇન સરકારે ચાલુ કરવી જેથી નાગરિકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની પોલીસને જાણ કરી શકે. આ સૂચનનો કોર્ટ દ્વારા સ્વીકારતા સરકારને હુકમ કરેલ છે કે તા. 9 જાન્યુઆરી સુધીમાં તેમણે આવી હેલ્પલાઇન શરૂ કરી દેવી. સાથોસાથ આ પ્રતિબંધો અંગે લોકોમાં જાગૃતિ લાવવા સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ, સોશિયલ પ્લેટફોર્મની મદદ લેવી તેવો આદેશ કરેલ. ઉપરાંત જ્યાં પણ જાહેરમાં મોટા LED સ્ક્રીન મૂક્યા હોય તે મારફત પણ જાગૃતિ લાવવી અને શાળાઓ અને કોલેજોમાં પણ પ્રયત્ન કરી જાગૃતિ લાવવી તેવો હુકમ કરેલ છે. ઉપરાંત વન્ય પ્રાણી સુરક્ષા કાયદો તથા અન્ય કાયદાઓ હેઠળ પણ પગલાં લેવા સૂચન કરેલ. તદુપરાંત આ પરીપત્રો અને જાહેરનામા કડક રીતે સ્થાનિક સ્તરે પર અમલ થાય તે જોવા આદેશ કરેલ છે તેમ પંકજભાઈ બુચ (અહિંસા મહાસંઘ- મો. 9909718245)ની યાદીમાં જણાવાયું છે.