• ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે આપી હાજરી

છેલ્લા આઠ વર્ષોથી જીવદયા ક્ષેત્રે કાર્યરત વિશાલ સાખલાજી અને તેમની સમગ્ર ટીમે હિલ સ્ટેશન લોનાવાલામાં ઘાયલ અને બીમાર કુતરા, બિલાડી, ઘોડા વગેરે અબોલ જીવોની સારવાર કરવા માટે વીર સેવક પશુ સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરી છે. કેન્દ્રનાં ઉદઘાટન સમારંભમાં ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, એમ.એ.સી.સી.એ.આઈ, મુંબઈનાં પ્રેઝીડન્ટ લલિતજી ગાંધી, બીજેપી જૈન પ્રકોષ્ઠનાં રાજ્ય પ્રમુખ સંદીપજી ભંડેરીએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ‘વીરસેવક એન્થમ’ ગીતનું લોન્ચ પણ કરવામાં આવ્યું હતું. વીર સેવક પશુ સુરક્ષા કેન્દ્રમાં સ્થળે ઘાયલ, બીમાર અબોલ પશુઓને વિશેષ સારવાર મળી રહે છે. આ પશુ રક્ષા કેન્દ્રનો એક દિવસનો ખર્ચ રૂપિયા 5000 થાય છે. જે કોઈને જીવદયાના આ અદભૂત કાર્યમાં જોડાવાની ઈચ્છા થાય તેને વિશાલ સાખલાજી(મો. 8999132103) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *