• દવાઓથી તો ફક્ત રોગોની સારવાર થાય, દર્દીની સારવાર તો એક ડોક્ટર જ કરી શકે.
  • ડોક્ટર્સ ટ્રીટ, ગોડ હિલ્સ
  • ફક્ત દવાથી રોગ તમારો નહીં મટે, સંબંધ પણ હું ઉમેરીશ જરા સારવારમા – ડોક્ટર

દર વર્ષે ડો. બિધાન ચંદ્ર રોયનાં જન્મદિવસે અને પુણ્યતિથીએ ભારતમાં ડોક્ટર દિવસ ઉજવાય છે. ડો. રોયનો જન્મ 1 જુલાઇ, 1882નાં કલક્ત્તાનાં પટના શહેરમાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ ચિકિત્સક હતા. તેમણે કોલકતા શહેરમાં જ પોતાનો મેડીકલનો અભ્યાસ પૂર્ણ કરીને તેમણે MRCP અને FRCSની શિક્ષા લંડનમાંથી લીધી. 1911નાં સમયમાં ભારતમાં ચિકિત્સક તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી. તેઓ પોતાનાં જીવનકાળ દરમિયાન બંગાળનાં મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમનું મૃત્યુ પણ 1 જુલાઈ, 1962નાં રોજ થયું હતું માટે તેમની યાદમાં ભારતમાં 1991નાં સમયમાં ડોક્ટર દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. ડોક્ટરી એક આદર્શ પ્રોફેશન મનાય છે માટે આ દિવસ મેડીકલ ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ અને સંશોધનો કરનારા ડોકટરોનો સન્માન કરવા માટે છે.  

ડોક્ટર જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓની સારવાર કરીને તેમને નવજીવન આપે છે. આ જ કારણોસર તેમને ધરતી પરનાં ભગવાન કહેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં જયારે આખા વિશ્વ પર ખતરો આવ્યો ત્યારે ડોકટરો જ આ પરિસ્થતિનો સામનો કરવા સજ્જ બન્યા. 24 કલાક, ન સહી શકાય એવી પી.પી.ઈ કીટ પહેરીને એ સતત લોકોની સેવામાં રહ્યા. ઘણા પ્રેદેશોમાં તો લોકોની ચિકિત્સા કરવા આવી પહોચેલા ડોક્ટર્સ પર લોકોમાં પુરતી સમજ ન હોવાને કારણે  હુમલો પણ કરવામાં આવ્યો છતાં પણ તે પોતાની ફરજ ચુક્યા નથી. તે પોતાનાં પરીવાર જનોથી સતત દુર રહીને પુરેપરી શ્રદ્ધા સાથે દર્દીઓની સારવારમાં જ ધ્યાન આપતા રહ્યા છે. તેમના આ જ સમપર્ણને કારણે જ તેઓ સન્માન પામવા યોગ્ય છે. 

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *