• વૃક્ષારોપણ કરીને આપણું  જીવન સફળ બનાવીએ

પુષ્પિતાઃ ફલવન્તશ્ચ તર્પયન્તિહ માનવં । વૃક્ષદમ્ પુત્રવત્ વૃક્ષસ્તરયન્તિ પરાત્ર ચ ॥ (મહાભારત, અનુસંધાન પર્વ, અધ્યાય 58, શ્લોક 30) અર્થ – ફળો અને ફૂલોવાળા વૃક્ષો મનુષ્યને તૃપ્ત કરે છે.

જીવનમાં વાવેલા વૃક્ષો આગામી જન્મમાં સંતાન સ્વરૂપે પ્રાપ્ત થાય છે (વિષ્ણુ ધર્મસૂત્ર 19/4). જે વ્યક્તિ એક પીપળ અથવા લીમડો અથવા વડ, 10 ચિંચીડી (આમલી), ત્રણ કપિથ અથવા બિલ્વ અથવા આમળા અને પાંચ આંબાના વૃક્ષો વાવે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે (ભવિષ્ય પુરાણ). વૃક્ષ વાવનાર વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર પીપળનું વૃક્ષ લગાવવાથી સંતાનને લાભ મળે છે, અશોક વૃક્ષ વાવવાથી દુ:ખ થતું નથી, પાકડનું વૃક્ષ વાવવાથી શ્રેષ્ઠ જ્ઞાન મળે છે, બિલ્વપત્રનું વૃક્ષ વાવવાથી વ્યક્તિને દીર્ઘાયુ મળે છે, વટવૃક્ષ વાવીને મોક્ષ મળે છે, આંબાના ઝાડ વાવવાથી મનોકામના પૂર્ણ થાય છે, કદંબનું વૃક્ષ વાવવાથી પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. વૃક્ષોમાંથી મળતા લાકડામાંથી ફર્નિચર, રબર અને કાગળ જેવી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે.  આ બધી વસ્તુઓનો ઉપયોગ માણસ પોતાના સામાન્ય જીવનમાં કરે છે. ખેડૂતોને સારા પાક માટે સમયસર વરસાદની જરૂર છે.  વૃક્ષોનાં કારણે આખી પૃથ્વી પર સમયસર વરસાદ પડે છે. વૃક્ષોના કારણે પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે છે. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે આપણે વૃક્ષોનો સહારો લેવો પડશે અને વધુને વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા પડશે. જે વ્યક્તિ લીલા અને છાયાવાળા વૃક્ષોની આસપાસ રહે છે, તેની અંદર સકારાત્મક ઉર્જા હોય છે.  વૃક્ષ આપણા શરીરની ઇન્દ્રિયોને વધુ ખોલવામાં પણ મદદ કરે છે.

પીપળના વૃક્ષને બોધિ વૃક્ષ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન ગૌતમ બુદ્ધને પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.  આ કારણથી જ ઋષિ-મુનિઓ પણ પીપળના ઝાડ નીચે બેસીને સાધના કરી છે. વૃક્ષોના રાજા પીપળનાં મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, તેના થડ પર શ્રી હરિ વિષ્ણુજી અને તેની ડાળીઓ પર દેવ આદિ દેવ મહાદેવ ભગવાન શંકરજીનો વાસ છે અને તે વૃક્ષના પાંદડા પર તમામ દેવતાઓનો વાસ છે. તુલસીનો છોડ ઘરોમાં લગાવવો જોઈએ. હવન કરવા માટે આંબાના ઝાડના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.  ભારતમાં પૂજા, લગ્ન, તહેવારો કે મહત્વના પ્રસંગોમાં વૃક્ષોનો ઘણો ઉપયોગ થાય છે. ભારતમાં પૂજા, લગ્ન, તહેવારો કે મહત્વનાં પ્રસંગોમાં વૃક્ષોનો ઘણો ઉપયોગ થાય છે. પ્રાચીન ભારતીય ચિકિત્સા પ્રણાલી અનુસાર પૃથ્વી પર એવો કોઈ છોડ નથી જે દવા ન હોય. શાસ્ત્રોમાં કહેવાય છે કે જે કોઈ આ વૃક્ષોના રોપા વાવે છે, તેની સંભાળ રાખે છે તેને નરકમાં જવું નહીં પડે.

– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *