સમસ્ત મહાજન દ્વારા સમગ્ર ગુજરાતના તમામ પાંજરાપોળ,ગૌશાળાનાં પદાધીકારીઓ, જીવદયા પ્રેમીઓની શનિવારે એક ચિંતન શીબીરનું ધોલેરા ખાતે આયોજન 

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે.


જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે પશ્ચિમ ભારતમાં ૧૫૦૦ થી વધુ પાંજરાપોળોનાં ટ્રસ્ટીવર્યો અથાક પુરુષાર્થથી ૬ લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે. આર્થિક વ્યવસ્થા, ઘાસચારાની ઉપલબ્ધતા, જમીન અંગેનાં કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતની તમામ સંસ્થાઓનાં તમામ ટ્રસ્ટીઓને એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન (ગિરીશભાઈ શાહ મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬) દ્વારા ગૌશાળા, પાંજરાપોળો, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાનાં ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાનાં કાર્યમાં દાન આપતાં દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે એક દિવસીય ચિંતન શીબીરનું આયોજન તા.૧૭, જુલાઈ, શનીવારનાં રોજ ગોકુલગામ, આમલી, વટામણ-ધોલેરા રોડ ખાતે સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૪-૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, જાહેર જીવનમાં જીવદયાપ્રેમીઓનું પ્રદાન, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ—આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેનાં વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલનાં કાયદાઓનાં કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓનાં આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર, સંસ્થાઓને કાયમી સબસીડી સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે.
કોરોના પ્રોટોકોલનાં સરકારી નિયમોનું પૂરતું પાલન કરીને સેનીટાઈઝરની વ્યવસ્થા, સોશ્યલ ડીસ્ટન્સ મેઈન્ટેઈન કરાવીને, માસ્ક અચૂક પહેરીને, અતિ વિશાળ જગ્યામાં આ મીટીંગ થશે. વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯), દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫ ૧૨૯૧૧૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *