• જળ એ જ જીવન

પાણી એ અસ્તિત્વનું એક આવશ્યક તત્વ છે, પરંતુ આજે ભારત અને વિશ્વ જે પ્રકારની જળ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. દેખીતી રીતે પૃથ્વીનાં 65 ટકા ભાગમાં આશરે 96 ટકા જેટલું પાણી અને 35 ટકા ભાગમાં જમીન, જંગલો અને પર્વતો, માનવ અને પશુપક્ષીની વસતી છે. આ બધાને જીવનનિર્વાહ માટે પાણી અને ખોરાક જરૂરી છે. એના માટે માત્ર 1 ટકા જેટલું જ પાણી જમીનમાં  તળમાં, તળાવોમાં અને નદીઓમાં સંગ્રહાયેલ છે.
છેલ્લા ચાર દાયકાથી વરસાદ ધીમે ધીમે ઘટતાં જમીનમાં પાણીનાં તળ ઊંડા ગયા છે. વરસાદ ઘટતાં કરોડો નાગરિકો અને ખેતી કામ માટે જમીનનાં તળના પાણીનો અઢળક જથ્થો વપરાતો જ ગયો. એમ કહેવાય છે કે ઉત્તર ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારમાં 1000 વર્ષ પહેલાંનું સંગ્રહાયેલું પાણી પીવા મળે છે. જે દર્શાવે છે કે આપણે પણ ભવિષ્યની પેઢી માટે જળનો સંગ્રહ કરવો જ રહ્યો. એવું કહેવાય છે કે પાણી શું છે એ આપણા દાદાએ નદીમાં જોયું હતું, પિતાએ કૂવામાં જોયું, આપણે નળમાં જોયું અને આજકાલનાં બાળકો બોટલમાં જુએ છે. આ ખરેખર દયનીય પરીસ્થિતિ છે. પાણી બચાવવા માટે દરેકે જરૂરી ઉપાયો કરવા જોઈએ. જરૂર વગર પાણી વેડફવું ન જોઈએ ઉપરાંત બની શકે તેટલું પાણી ફરી ફરી વાપરવું જોઈએ જેમકે ફિલ્ટરમાંથી નીકળતું પાણી ઝાડ કે ગંદા વાસણોમાં નાખી શકાય છે, ફ્રીજમાંથી નીકળતું પાણી ઓરડા, પગથિયા કે બાથરૂમ ધોવામાં કામ લાગે છે, ટુથ બ્રશ કે દાઢી કરતી વખતે નળ ચાલું ન રાખવો જોઈએ, ફુવારાથી કે ટબમાં સ્નાન કરવાને બદલે બાલટીમાં પાણી ભરી સ્નાન કરવું જોઈએ, ફુવારાનો ઉપયોગ કરવો જ હોય તો લો ફુવારો રાખવા માટેનું સેટિંગ કરાવી દેવું જોઈએ, શરીર પર સાબુ લગાડતી વખતે ફુવારો બંધ રાખવા જોઈએ, વાસણ અને વાહનોની સફાઈ સીધી જ વહેતા નળથી કે પાઈપથી કરવાને બદલે મોટા વાસણ કે ટબમાં પાણી ભરીને વાસણ સાફ કરવા જોઈએ, ઘરમાં ટપકતા નળ(લીકેજ) તુરંત રીપેર કરાવવા જોઈએ, નદી, તળાવમાં કોઈ પણ સ્વરૂપનો કચરો ન ઠાલવીએ. આ સિવાય પાણી બચાવવા માટે અન્ય જુદા જુદા ઉપાયો કરી શકાય છે જેમકે શાળાના શિક્ષકશ્રીએ ઘરવપરાશનું ગંદું પાણી જાહેર રસ્તા પર ન આવે, પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ વગેરે  જેવી બાબતો બાળકો અને વાલીઓને અવારનવાર સમજાવતા રહેવું, સ્વેછીક સંસ્થાઓએ દરેક પરિવારનાં ઘરમાં બાથરૂમ, શૌચાલય, 1000 લિટર પાણીની ટાંકી બનાવી આપવી. આ બધું જ વપરાયેલ પાણીને શુદ્ધ બનાવી તે પાણીથી ફળ, શાકભાજી, વૃક્ષારોપણ વધુ થાય તેવું કરવું જરૂરી છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *