
- યાત્રા નિમિત્તે શ્રી જલારામ ગૌશાળા(ભાભર), અમદાવાદ ખાતે કથાનું આયોજન
“31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા” કે જે 4 ડિસેમ્બર, 2012નાં સમયગાળાથી આરંભ થઈ હતી તેનાં પ્રખર પ્રણેતા પરમ તપસ્વી ગોભક્ત સંત શ્રી ભાભર પધાર્યા છે. તેમની ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા 3 ડિસેમ્બર, 2043નાં સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. આ સમય દરમિયાન તેઓ ગામે ગામ ફરીને સૌને ગૌસેવાનો અને એ થકી રાષ્ટ્ર સેવાનો ઉપદેશ આપી રહ્યા છે.

સંતશ્રી દ્વારા 4 વર્ષોથી ગૌ સેવા અર્થે 100થી પણ વધુ કથાઓ કરવામાં અને એ દ્વારા દરેક નાનામાં નાના ગામ કે શહેરમાં વસતા લોકો સુધી ગૌ સેવાનો મહિમા પહોંચાડ્યો છે તેમજ ઘણા ઘરોમાં પહેલાંની જેમ ગૌમાતાને ફરી સ્થાન અપાવા માટે નિમિત્ત પણ બન્યા છે. તેઓ ગૌમાતાનો મહિમા પ્રગટ કરતા જણાવે છે કે ગાય પ્રાણી નથી પરંતુ વૈદિક ધર્મનો પ્રાણ છે. જે ગાયને જગત નાથ એવા ઠાકોરજી ચરણ પાદુકા પહેર્યા વગર જંગલમાં ચરાવવા લઈ જતાં એ સામાન્ય હોય જ ન શકે. ગૌમાતાનું તો દેવતાઓ પણ પૂજન કરે છે. એ માત્ર હરતું ફરતું તીર્થ જ નહીં પરંતુ હરતું ફરતું ઔષધાલય પણ છે. ગૌમાતાનાં દર્શનમાં ફક્ત તીર્થો અને દેવોનું દર્શન નથી, ગૌમાતા અસાધ્ય રોગોની ઔષધિ પણ પોતાનાં ભક્તોને કોઈ પણ ફી વસુલ્યા વગર આપી દે છે. તેમણે પોતાના વક્તવ્યમાં વ્યક્ત કર્યું કે ગૌમાતા સૃષ્ટિની ધરી છે. ગૌમાતા જ નહીં બચે તો આ સૃષ્ટિ પણ નહીં બચે. સૃષ્ટિનો સમગ્રપણે નાશ થશે. તેમણે કહ્યું હતું કે સૃષ્ટિમાં માત્ર ગૌમાતા જ છે જેમનાં મળ, મૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજાની સામગ્રીમાં પણ ઉમેરવામાં આવે છે ઉપરાંત તેને ભગવાનને પણ અર્પણ કરવામાં આવે છે. ગૌમાતાની મહિમાને માત્ર સમજવાની અને અનુભવવાની આવશ્યકતા છે. જેવી રીતે ઇલેક્ટ્રોનિક તારોમાં વહેતો કરંટ દેખાતો નથી, એને માત્ર પ્રકાશ રૂપે અનુભવવામાં આવે છે એવી જ રીતે ગૌમાતાની પણ વિલક્ષણ મહિમાને મહેસૂસ કરવાની આવશ્યકતા છે. માણસ માટે તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગૌમાતા ઉપયોગી છે. આ જ કારણોસર માણસે ગૌ રક્ષણ કરવું ફરજિયાત બની જાય છે.
તેમણે સમગ્ર દેશમાં ગૌ પ્રચાર કરવાની સાથે પોતાની રહેણીકરણીમાં પણ ઘણા ફેરફારો કર્યા છે. તેઓ ખૂબ સાદું જીવન જીવે છે. તેઓ છેલ્લા 4 વર્ષોથી અન્ન ગ્રહણ નથી કરી રહ્યા, તેઓ બુટ ચપ્પલ પણ નથી પહેરતા, તેઓએ ગાદી કે પલંગનો પણ ત્યાગ કર્યો છે. તેઓ પોતાના આશ્રમ માટે દાન, દક્ષિણાનો સ્વીકાર નથી કરતા અને રૂપિયાનો સ્પર્શ પણ નથી કરતા, તેઓ પોતાના વસ્ત્રોમાં ખિસ્સા પણ નથી રાખતા. તેમનું બેંકમાં કોઈ ખાતું નથી કે નથી કોઈ રસીદ બુક કે દાનપેટી. તેઓ મોબાઈલનો પણ ઉપયોગ નથી કરતાં. તેઓ પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન, સ્વાગત-સત્કાર કે માળાનો પણ સ્વીકાર નથી કરતાં, કથા કે પ્રવચનની સાધન સામગ્રી પર પોતાનું નામ કે ચિત્ર નથી છપાવતા, અભાવગ્રસ્ત ગૌશાળાઓ અને ચિકિત્સાલયોને આર્થિક સહયોગ આપે છે, કોઈ પણ પ્રકારની રકમ વસુલ્યા વગર તેઓ લોકોને રોગમુક્ત, સંકટ મુક્ત, દુઃખ મુક્ત થવાનાં ઉપાયો પણ આપે છે, પર્યાવરણ રક્ષા હેતુ સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવે છે,તેમણે ઘણા સમય સુધી જીવવા માટે માત્ર ગૌમૂત્રનો આધાર લઈને વિશ્વ કલ્યાણ માટે તપ પણ કર્યું છે. તેઓ નાના ગામડાઓ, કસબાઓ અને શહેરોમાં ફરીને લોકોને ગૌ મહિમા સંભળાવે છે, પહેલાંનાં સમયની જેમ ઘરે ઘરે ગૌમાતા બંધાવીને ગૌ સેવાનાં કાર્ય માટે માર્ગદર્શન અને શક્તિ આપે છે.તેઓ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રતિબંધ, બેટી બચાઓ, સ્વચ્છતા અભિયાન, નશા મુક્તિ અને આનંદિત રહો જેવા સમાજોપયોગી અભિયાનોનાં માધ્યમથી જન જાગૃતિનું કાર્ય કરે છે. તેઓ વૈજ્ઞાનિક, વૈદિક તેમજ પૌરાણિક પદ્ધતિઓથી દરેકની સમસ્યાનું સમાધાન લાવીને નિરંતર ધર્મ પ્રચારનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેમણે 31 વર્ષો માટે ગૌરક્ષા, રાષ્ટ્ર રક્ષા, પર્યાવરણ રક્ષા, સ્વાસ્થ્ય રક્ષા અને વિશ્વ કલ્યાણ માટે દ્રઢ સંકલ્પ કર્યો છે.
આવા મહાન તપસ્વી, ક્રાંતિકારી, રાષ્ટ્રભક્ત, ગોભક્ત, ભૈરવની ઉપાસનાં કરનાર ગ્વાલ સંત 75000 કિલોમીટરની યાત્રા કરતાં કરતાં 18000થી પણ વધુ ગામો, કસબાઓ, શહેરોમાં ગૌસેવા, પ્રાણીસેવા, વૃક્ષ સેવા, જન સેવાની પ્રેરણા આપતાં આપતાં રહ્યા છે. તેઓ હવે બનાસકાંઠા પહોચીને ત્યાં પણ પોતાની પ્રવચનનો દોર આગળ વધારી રહ્યા છે.
બનાસકાંઠાનાં ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ ગૌશાળા દસ હજાર જેટલી માંદી, લુલી-લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગુજરાતની સૌથી મોટામાં મોટી ગૌશાળા છે. આ ગૌશાળા એક તિર્થભૂમિ સમાન છે. પ્રતિદિન લાખો રૂપિયાના ખર્ચે ચાલતી આ ગૌશાળા પાસે એક પણ ફિક્સ ડીપોઝીટ નથી તેમજ કરોડો રૂપિયાનું દેણું પણ છે. પરમ શ્રધ્ધેય સંતશ્રી દતશરણાનંદજી મારાજ (ગૌધામ-પથમેડા), પ્રેરીત માંદી, લુલી લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગૌશાળા તથા ગૌ હોસ્પિટલ એટલે શ્રી જલારામ ગૌશાળા, શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જિલ્લો બનાસકાંઠા)ને માંદી ગાયોના સારવાર ઓપરેશનો અને નિભાવ કરતી ગુજરાતની સૌથી મોટી ગૌ હોસ્પિટલ તથા ગૌશાળા છે. શ્રી જલારામ ગૌશાળા ની સ્થાપના આજથી 42 વર્ષ પહેલા એકલ-દોકલ ગાયોની સારવારના હેતુથી થયેલ. શરૂઆતથી ગૌ સેવકોનો એક જ ભાવ રહેલ કે આવેલ ગાય દુ:ખી ના થવી જોઈએ અને આવેલ ફંડનો માત્ર ગૌસેવાના કામમાં જ ઉપયોગ થવો જોઈએ, આ ગૌશાળાને વર્તમાન યુગનો ચમત્કાર એટલે કહેવું પડે છે. આ ગૌશાળામાં કયારેય નાણાની ઘટ કે વધારો પડ્યો નથી. જોઇએ એટલું જલાબાપા આપી દે છે. ક્યારેય ફીકસ ડીપોઝીટ મૂકવાનો પ્રસંગ નથી આવ્યો કે નથી વ્યાજ મેળવવાનો પ્રસંગ આવ્યો. અત્યારે પણ કરોડો રૂપીયાનું દેણું છે. શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં 6 એકર ભૂમિમાં ગૌ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જયાં 20 એમ્બયુલન્સો દ્વારા લગભગ 350 કિ.મી. સુધીથી રોજે રોજ અનેકો માંદી ગાયોને લાવવામાં આવે છે. જયાં 75 ડોકટરો અને (એલ, આઇ.)નો સ્ટાફ ઓપરેશનો તથા પાટાપીંડી કરી ગાયોને સાજી કરે છે. ગૌશાળામાં માત્ર બિમાર, અશકત, વૃધ્ધ શકે ગાયોનો નિભાવ થાય છે.
31 વર્ષીય વિશ્વની સૌથી લાંબી પદયાત્રા ગૌ પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના પદયાત્રાના માધ્યમથી 80,000 કિલોમીટરની પદયાત્રા કરવાવાળા 18,500 સ્થળો ઉપર ઉઘાડા પગે, ફલાહાર ઉપર રહીને ગૌમહિમા સંભળાવવા વાળા એક મહાન તપસ્વી, ગૌભૈરવ ઉપાસક, સંતશ્રીના મુખારવિંદથી કર્ણાવતી નગરી અમદાવાદમાં સૌ પ્રથમ વખત ભારતની સૌથી મોટી ગૌહોસ્પિટલ – શ્રી જલારામ ગૌશાળા ભાભરના લાભાર્થે દિવ્ય ગૌકૃપા કથા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કથાનું આયોજન 28 નવેમ્બરથી 4 ડીસેમ્બર સુધી થશે જેની સાથે કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે. સૌ ગૌપ્રેમી તેમજ આધ્યાત્મ પ્રેમીઓને કાર્યક્રમમાં જોડાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમ સોલાભાગવત વિદ્યાપીઠ કેમ્પસ, ગુજરાત હાઈકીટની પાસે, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે તારીખ 28 નવેમ્બરથી 4 ડીસેમ્બર સુધી દરરોજ બપોરે 3:30થી સાંજે 7 સુધી રાખવામાં આવ્યો છે અને કળશ યાત્રા કારતક વદ આઠમ તારીખ 27 નવેમ્બરે સાંજના ચાર વાગે ઉમિયાધામ (ગુજરાત હાઈકોર્ટની પાસે એસ.જી. હાઈવે)થી પ્રસ્થાન કરશે અને કથા સ્થળે પહોંચશે. આ બાબતે વધુ જાણકારી માટે મો. 9824031101, 9377795702, 9714734000 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
