ધર્માનુરાગી સ્વ.પ્રવિણચંદ્ર બજીભાઈ દેસાઈ,
તે આપણી સમિતિના અમિતભાઈ દેસાઈનાં પૂજય પિતાશ્રી થાય છે.
તેઓ સરળ-શાંત તથા નિખાલસ મનના અજાતશત્રુ તરીકે અનોખું વ્યકિતત્વ તથા પરિવારમાં અપાર લાગણી-પ્રેમ ધરાવતા, સામાયિકના આરાધક, વૈયાવચ્ચપ્રેમી તથા જીવદયાનાં હિમાયતી હતાં.
આજરોજ તેમની પ્રથમ વાષિઁક પુણ્યતિથિ નિમિત્તે શ્રી અમિતભાઈ તથા ચેતનભાઈ દેસાઈ તરફથી
“શ્રી સત્કાર્ય સન્માન સમિતિના ઉપક્રમે” સંયોજક રાકેશભાઈ ડેલીવાળાની ઉપસ્થિતિમાં પાંજરાપોળ ખાતે 9 જીવ છોડાવી જીવદયાનું “સત્કાર્ય “કરેલ છે. તેમજ ત્યાં કામ કરતાં 80 માણસોને રોકડ પુરસ્કાર આપી અનુમોદનાનો મહાનલાભ લઈ પુણ્યતિથિએ પુણ્ય બાંધી ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરેલ છે.

