• શ્રી શ્રી રવિશંકરજીને મહાવીર જયંતિ કાર્યક્રમમાં ‘અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે – આચાર્ય લોકેશજી
  • કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને મંત્રી કૈલાશ ચૌધરી મહાવીર જયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે

ભગવાન મહાવીરની 2622મી જન્મજયંતિ નિમિત્તે, મંગળવાર, 4 એપ્રિલ, 2023ના રોજ, દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થા દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શ્રી રવિશંકરજી, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક; શ્રી આરીફ મોહમ્મદ ખાન, કેરળના રાજ્યપાલ; લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ, ઉત્તરાખંડના રાજ્યપાલ; કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી મહાવીર જયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. શ્રી વિનોદ દુગાડ, માલાવી પ્રજાસત્તાકના માનદ કોન્સ્યુલ અને JITO ATFના અધ્યક્ષ, સમારોહની સ્વાગત સમિતિના પ્રમુખ રહેશે.

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીએ જણાવ્યું કે ભગવાન મહાવીરની જન્મજયંતિ અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપના દિવસ નિમિત્તે મંગળવાર, 4 એપ્રિલ, 2023ના રોજ સવારે 10:00 વાગ્યાથી શ્રી શ્રી રવિ. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શંકરજી અને પાર્ક હોસ્પિટલ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. અજીત ગુપ્તાને વિશ્વ શાંતિ સંવાદિતા દિવસ સમારોહ અને રાષ્ટ્રીય પરિષદ “મહાવીર ફિલોસોફી દ્વારા પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ” દરમિયાન અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આયોજક સમિતિના સભ્યો શ્રી મનોજ જૈન, વાસુદેવ ગર્ગ, રાજન છિબ્બર, કર્નલ ટી.પી. ત્યાગી અને રમેશ તિવારીએ જણાવ્યું કે સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને કોરોનાના સમયગાળા બાદ આ વર્ષે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરની જયંતિ ઉજવાશે. આ સાથે ભગવાન મહાવીરે બતાવેલ અહિંસા, શાંતિ અને સૌહાર્દના સિદ્ધાંતોને દેશ અને દુનિયામાં ફેલાવવામાં આવશે.

બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સામાજીક કાર્યકર, રઘુવંશી સમાજના યુવા અગ્રણી મિત હિતેષભાઈ ખખ્ખરનો તા. ૨૮, માર્ચ ના રોજ ૨૪ મો જન્મદિન

બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સામાજીક કાર્યકર, રઘુવંશી સમાજના યુવા અગ્રણી મિત હિતેષભાઈ ખખ્ખરનો તા. ૨૮, માર્ચ ના રોજ ૨૪ મો જન્મદિન, મિતભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે માં અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિત ખખ્ખરને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલ છે, તેમના માતા-પિતા હિતેશભાઈ ખખ્ખર તથા નેહાબેન હિતેષભાઈ ખખ્ખરના સંસ્કારો પગલે યુવાવસ્થામાં જ મિતભાઈ અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલ અનેક માનવતાવાદી કાર્યો કરે છે. મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦)ના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.

મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦૧૧૧૧૦)

  • અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર 

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ(અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા ચલાવવામાં આવતા પરમ જીવદયારથને વિમળાબેન દિલીપભાઇ મહેતા તથા દ્વારા ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતાનાં (હ. હિતેનભાઈ મહેતા) સ્મરણાર્થે અનુદાન આપવમાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા 18 વર્ષોથી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન કાર્યરત છે જે  નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા છે. સંસ્થા ભારત સરકારનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ વિજેતા છે.  એનીમલ હેલ્પલાઈન દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. રાજકોટનાં વિવિધ ચબૂતરાઓમાં પરમ જીવદયા રથ (હરતું ફરતું અન્નક્ષેત્ર) દ્વારા જરૂરિયાત મુજબ દરરોજ 5 થી 15 ગુણી ચણ નાખવામાં આવે છે. ખિસકોલીઓને 25 કિલો મકાઈ નાંખવામાં આવે છે. દરરોજ 5 થી 15 કિલો કીડિયારું પૂરવામાં આવે છે .દરરોજ માછલીઓને 30 કિલો લોટ ની ગોળી નાખવામાં આવે છે. દરરોજ 700 જેટલા શ્વાનોને વિવિધ વિસ્તારોમાં, વિશેષ વાહનમાં જઇને દૂધ – રોટલીનો ભરપેટ શાકાહારી ભોજન પ્રસાદ આપવામાં આવે છે. દરરોજ ગૌ માતાઓને/ગૌ વંશને ઘાસ-ખોળ પીરસવામાં આવે છે.

દરરોજ  રૂ. ૧૫૦૦૦ નાં માતબર ખર્ચે ચાલતા અબોલ જીવોનાં આ અન્નક્ષેત્રમાં સૌનો નાનો-મોટો આર્થિક સહયોગ આવકાર્ય છે. વસ્તુ સ્વરૂપે પણ દાન આપી શકાશે.ઓનલાઇન અનુદાનની પણ વ્યવસ્થા છે,આપ જાણ કરશો તો આપને ત્યાંથી અનુદાન લેવા આવવાની પણ વ્યવસ્થા છે. સમગ્ર આયોજન અંગે સેતુરભાઈ દેસાઇ , હિતેનભાઈ મહેતા , હિમાંશુભાઈ શાહ , જયેશભાઇ મહેતા, વિશાલભાઈ દેસાઇ , જતિનભાઈ મહેતા , મલયભાઈ કોઠારી , કલ્પેશભાઈ કામદાર સહિતના અર્હમ યુવા સેવા ગ્રૂપનાં સેવાભાવીઓનો સતત સહયોગ મળી રહ્યો છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત પરમ જીવદયા રથ અંગેની વિશેષ માહિતી માટે સેતુરભાઈ દેસાઈ (મો. ૯૮૯૮૨૩૦૯૭૫) , હિમાંશુભાઈ શાહ (મો. ૯૮૯૮૦૪૮૧૩૯), જયેશભાઇ મહેતા (મો. ૯૮૨૪૧૫૪૫૪૨), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) , પ્રતિકભાઈ સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) , ધીરુભાઈ કાનાબાર  (મો. ૯૮૨૫૦૭૭૩૦૬) , રમેશભાઈ ઠક્કર  (મો. ૯૯૦૯૯૭૧૧૧૬) એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ , ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા

ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે! -ગની દહીંવાલા

સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ “વિશ્વ રંગભૂમિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1961માં “આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન” દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને એમાં માણસ, અન્ય જીવો અને પ્રકૃતિ શ્વસે છે એનો સર્જનહાર ઈશ્વર આ રંગભૂમિનો સૂત્રધાર છે.  આપણે બધા તો રંગમંચની કટપૂતળીઓ સમાન છીએ જેમની ડોર ઈશ્વરનાં હાથમાં જ છે. 

‘ભગવદ ગોમંડલ’ ગ્રથનાં આધારે માની શકાય કે પૂર્વ 1280માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયું ત્‍યારબાદ 1851માં નર્મદે ‘બુધ્‍ધિવર્ધક’ નામની સંસ્‍થા શરૂ કરી. એ જ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું માનવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોનો અભિનય કરતા. એ પછી ધીમે ધીમે રંગમંચનું મહત્વ અને પ્રસિદ્ધિ વધતી ગઈ તેમ તેમાં બદલાવો આવતા રહ્યા. આજે જે રીતે રંગમંચ પર નાટકો ભજવાય છે તેને 

આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

રંગમંચના કાર્યક્રમ લાઇવ હોય છે. જે થયું તે થયું જ. સ્‍ટેજ ઉપર ડાયરેકટ ટેઇક જ હોય છે. રીટેક થતો જ નથી. ગુજરાતી રંગમંચ પર ભજવાતાં નાટકો એ ગુજરાતી ભાષા અને સાહિત્ય વારસાનો એક અમૂલ્ય ભાગ છે. રંગમંચ પર સુખ અને દુઃખ, પ્રેમ અને ક્રોધ, વેર-ઝેર, તારું ને મારું ગૃહસંચાર, સમાજની વાસ્તવિકતા, માનવીનાં જીવન સાથે સંકળાયેલી અનેક બાબતો નાટકો રૂપી ભજવાય રહી છે. જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્યને બચાવવાનો એક પ્રયાસ છે. આજે પરિસ્થિતિ એવી છે કે વર્ષ દરમિયાન ગુજરાતી ભાષાના ખૂબ ઓછા નાટકો ભજવાય છે અને તેમાં પણ મુંબઈનાં આધુનિક નાટકો વધુ હોય છે. સિનેમા યુગની શરૂઆત થતા જ નાટક અને નાટ્ય મંડળીઓનો યુગ પુરો થયો હોય તેવુ લાગે છે તેમ છતાં આજે પણ કેટલીક  નાટ્ય મંડળીઓ અને નાટકનાં કલાકારો એ આ રંગમંચ ને જીવીત રાખ્યો છે. એથી વિશેષ આજે પણ એવી કેટલીક નાટ્ય મંડળીઓ છે જે ગામડે ગામડે જઈને વેશભૂષા ધારણ કરી નાટકો ભજવે છે. જે શેરી નાટકો તરીકે પણ ઓળખાય છે. રંગભૂમિ માટે કહેવાય છે કે, જાણ્‍યુ એટલું જાજું અને માણી એટલી મોજ પછી તો ક્યાં છે કશી ખોજ ! 

– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

વૈશ્વિક સ્તરે જળ, જમીન, જન, જંગલ, જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા મુન્દ્રા – બારોઇ નગરપાલિકા આયોજીત બારોઇ રોડ પર આવેલ ઇ-કયુબ શોરૂમથી બાપા સીતારામ નગર તરફ જતો રસ્તો“સમસ્ત મહાજન માર્ગ” અને આશુતોષ ધામમાં ડૉ. હેમાંગ પટેલ હોસ્પિટલથી સોરઠીયા હોસ્પિટલ તરફ જતો રસ્તો “માતૃશ્રી રમાબેન ગાંગજીભાઈ મેકણભાઇ સત્રા માર્ગ” નું લોકાર્પણ અને નામકરણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાનાં માંડવી-મુંદ્રા ધારાસભ્ય અનિરૂધ્ધભાઇ દવે કાર્યક્રમમાં અધ્યક્ષની ભૂમિકા ભજવશે. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે થાણા, મુંબઈનાં સમસ્ત મહાજનના પ્રતિનિધિ ગીરીશભાઈ સત્રા, પ્રમુખ કિશોરસિંહ પરમાર, ઉપપ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પાટીદાર, કારોબારી ચેરમેન ડાયાલાલ આહીર, મુન્દ્રા – બારોઇ નગરપાલિકાનાં ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા હાજરી આપશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિપકભાઇ ભેદા, મહેન્દ્રભાઇ સંગોઇ, ગીરીશભાઇ ભેદા, વસંતભાઇ ગલીયા, રવિલાલ શાહ (લીંબડી), ગોવિંદભાઇ ભાનુશાલી, ધીરજભાઇ ‘એકલવીર’, હરેશભાઇ વોરા, નેમજીભાઇ ગંગર, નેહલબેન શાહ (કોરપોરેટર), મનોજભાઇ સત્રા, કાંતીભાઇ સત્રા, ગીરીશભાઇ દેઢિયા, જીગર તારાચંદ છેડા, અશોકભાઇ ચરલા, ગુણવંતીબેન સતરા, જાગુબેન બાબુભાઇ શાહની શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ કાર્યક્રમ 26 તારીખે, રવિવારનાં રોજ સાંજે 4 વાગ્યે બારાઈ રોડ, મુંદ્રા, કચ્છ ખાતે રાખવામાં આવ્યો છે. આ અંગે વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 9820020976) અને સમસ્ત મહાજન વાપીના ટ્રસ્ટી દેવેન્દ્રભાઇ જૈન (મો. 98251 29111)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટ નો આજરોજ ૫૩ મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ – રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે તથા હાલ રાજકોટ શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ મનીષ ભટ્ટ યુ.એસ.એ.માં યોજાતા ‘ચાલો ગુજરાત” નામના સંસ્થાના એકઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે કાર્યરત છે. તેમજ અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય છે. અનેકવિધ નેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલા શ્રી મનીષ ભટ્ટ નવી પેઢીના પ્રભાવી વકતા અને વ્યવસાયે એડવોકેટ અને કોર્પોરેટ કન્સલટન્ટ, રીયલ એસ્ટેટ કન્સલટન્ટ છે. શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખું ભાવજગત, સદભાવ જગત ખડું કરવાની તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ મનીષ ભટ્ટના આગવા વ્યક્તિત્વનું જમા પાસું છે. રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ મનીષ ભટ્ટના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.

મનીષ ભટ્ટ (મો : ૯૮૨૫૪ ૭૭૫૦૧)

ભારત ઋષીમુનીઓ, સંતો-મહંતોનો દેશ છે. ઋષી પરંપરા મુજબ વૃક્ષ, જળ, જમીન અને જીવમાત્રની પૂજા આદિકાળથી કરતા આવ્યા છીએ. જે માટે ઋષી મુનીઓએ વૃક્ષને એક ઋષીથી વિશેષ વિશ્લેષ્ણ આપ્યું છે. જેમાં હવા, પાણી, ખોરાક, પશુ-પક્ષીઓનું રહેઠાણ અને તેના ફળ ફૂલ અને તેના બીજ દ્વારા અનેક વૃક્ષોને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે તેના પાંદડાઓથી નવી જમીનનું સર્જન થાય છે અને તેના એક એક બીજમાં આવા હજારો ઝાડ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. સાથે સાથે પૂર હોનારત વખતે જમીનનું ધોવાણ અટકાવે છે. તેની હરીયાળી તન અને મનને સંમોહીત કરી સુખાકારી આપે છે.

અનમોલ એવું વૃક્ષ આપણે જાણીએ છીએ તેમ હવા, પાણી અને ખોરાક, રહેઠાણ બનાવે છે પણ સાથે સાથે આરોગ્ય દાતા અને જ્ઞાનદાતા પણ છે. જેમ કે ભગવાન મહાવીર અને બુધ્ધ ભગવાનને કેવળ જ્ઞાન મોટા મહેલોમાં નહી પણ એક વૃક્ષ નીચે પ્રાપ્ત થયું છે. તેવી જ રીતે રાજાશાહીના સમયમાં તેમના રાજકુમારો વન વગડામાં ગુરૂકૂળમાં જઈ ઋષી–મુનીઓ આગળ ઝાડ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આપણા ઋષીમુનીઓ, તપસ્વીઓ, સાધુ–સંતો, યોગીઓ જંગલમાં જ રહે છે અને ઘણી બધી શોધખોળ તેમણે વૃક્ષ નીચે જ પામીને સમાજને અર્પણ કરી છે. તેવી જ રીતે અનેક રોગોમાં ઔષધીઓ ગુણો પણ આપણે આયુર્વેદમાં આજે પણ ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકીએ છીએ. જેમ કે હરડે અને એરંડીયુના ગુણ પાચન ક્રિયા સુધારીને પેને સાફ કરવાનો છે. ત્રિફળાના પ્રયોગથી આજે પણ આંખોનું તેજ તંદુરસ્ત રહે છે. બાવળ, વડ, કરંજના દાતાણથી દાંત અને પેઢાના રોગોના રોગો થતા જ ન હતા. તન અને મનને મોહક કરે એવું નિલગીરી, સુખડ અને ચંદન જેવા સગંધી પદાર્થો.

કોરોના કાળમાં ઓકિસજનની માત્રા માટે જોઈ લીધુ કે ઓકિસજનની કેટલી જરૂરીયાત છે તે મુજબ આજે સરકાર અને લોકો વૃક્ષો વાવવામાં અગ્રેસર થયા છે અને દરેક કોર્પોરેશનો પણ હવે ફરજીયાત ગાર્ડન અને તેનો રાખરખાવ સાથે તેમા કસરતના સાધનો પણ વિકસાવી રહયાં છે. કારણ કે લોકોને વૃક્ષની કિંમત કોરોનાએ સમજાવી દીધે છે. સાથે સાથે તંદુરસ્તી અને મનની શકિત વધારવા માટે વૃક્ષ નીચે લઈ જવામાં આવે તો ચોકકસ મનની શાંતી વૃક્ષ આપે જ છે જે આપણા વિડલોએ અને સાધુ–સંતોએ સાબીત કરી દીધેલ છે માટે ચાલો આપણે બધાજ વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ અને તેની સાથેનું જીવન જીવીને તન,મન,ધનથી સુખી રહીએ સૌથી મોટું સુખ તો મનનું છે જે શાંત હશે તો ઘણું બધું આમાંથી પામી શકશું. આવા વૃક્ષોને વાવીને વર્ષો સુધી પશુ-પક્ષીઓને આહાર જેમ કે કીડીયારું પર પડે, ચકલાઓને ચણ આપવું પડે, કબૂતરો અને પશુ-પક્ષીઓનો વર્ષો સુધી ખોરાક આપે તેવો આ ચબૂતરો વૃક્ષના રૂપમાં વાવીએ અને સમાજ કલ્યાણમાં સહભાગી બનીએ.

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. ઉનાળાનાં  ધોમધખતા તાપમાં પક્ષીઓને આંશિક શાતા આપવા માળા–પીવાનાં પાણીની કુંડી ‘રામપાતર’ અને ગાયોની પાણી પીવાની કુંડી મુકવા જોઈએ. જેમ માણસને ગરમીમાં વધુ તરસ લાગે છે તેમ પશુ, પક્ષીઓ પણ ઉનાળાનાં ધોમધખતા તાપમાનમાં ખુબ જ તરસ્યા હોય છે. આવા જીવંત જીવોની તરસ છીપાવવા માટે પાણી મુખ્ય સ્રોત છે. જે માટે પશુ કલ્યાણ સંસ્થાઓ, પ્રાણી પ્રેમીઓ, વ્યક્તિઓ દ્વારા પશુ, પક્ષીઓનાં પાણી પીવાના રામપાતરનું વિતરણ કરવામાં આવતું હોય છે. પશુ, પક્ષીઓ માટે ધાબા પર, ઘરની બહાર કે સ્વચ્છ સ્થળોએ પાણીના બાઉલ મૂકવા જેથી તે ઉનાળામાં તેમની તરસ છીપાવી શકે. પાણીના દૂષણને ટાળવા તથા પાત્રને ગંદા થવાથી અટકાવવા માટે બાઉલને સાફ કરવા અને દરરોજ તેમાં પાણી બદલવું જોઈએ.

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા તારીખ 21 માર્ચથી 4 એપ્રિલ સુધી પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. 21 માર્ચે, મંગળવારનાં રોજ મહુડી ચોક, 150 ફૂટ રીંગ રોડ, 22 માર્ચ, બુધવારે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ – હવેલી પાસે, 23 માર્ચ, ગુરુવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર, 24 માર્ચ શુક્રવારે આકાશવાણી ચોક, 25 માર્ચ શનિવારે પ્રેમ મંદિર, 26 માર્ચ રવિવારે જુબેલી ગાર્ડેન ચબુતરો, 27 માર્ચ સોમવારે હનુમાન મઢી ચોક પાસે, 28 માર્ચ મંગળવારે આશાપુરા મંદિર – પેલેસ રોડ પાસે, 29 માર્ચ બુધવારે કોટેચા ચોક, 30 માર્ચ ગુરુવારે પુ. રણછોડદાસજી બાપુ આશ્રમ – કુવાડવા રોડ, 31 માર્ચ શુક્રવારે મણિયાર દેરાસર, 1 એપ્રિલ શનિવારે બાલાજી મંદિર – ભુપેન્દ્ર રોડ, 2 એપ્રિલ રવિવારે રેસકોર્ષ – ક્રિકેટ સ્ટેડીયમ પાસે, 3 એપ્રિલ સોમવારે ધારેશ્વર મંદિર ભક્તિનગર સર્કલ અને 4 એપ્રિલ મંગળવારે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) પર દરરોજ સવારે 7:15 થી 8:30 વાગ્યા સુધી નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે.

  • જળ એ જ જીવન
  • પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી
  • નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે
  • જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે

સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિન” દર વર્ષે 22 માર્ચનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. સનાતન સંસ્કૃતિમાં તો  જળને દેવનું રૂપ આપવામાં આવ્યું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે. આ માટે ઇ. સ. 1993નાં વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22 માર્ચનાં દિવસને “વિશ્વ જળ દિન” ઘોષિત કરેલ છે.

માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ પણ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલું મહત્વનું છે તેની સાબિતી આપે છે. તેમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખૂબ સાધારણ અને ગેરજવાબદારી ભરેલું છે. ગુજરાત અને થાર જેવા ધણાં વિસ્તારોમાં આજે પણ મહિલાઓનાં જીવનનો મહત્વપૂર્ણ ભાગ માત્ર પાણીની સમસ્યા હલ કરતા જ નીકળી જાય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા 50 વર્ષમાં પાણી માટે અનેક હત્યાકાંડો થયા છે. પાણીનું વ્યવસ્થિત આયોજન અને વિતરણ વ્યવસ્થા ખૂબ જરૂરી છે.
પર્યાવરણની જાળવણી, વિકાસ, સામાજિક અને આર્થિક વિકાસ, ગરીબી ધટાડા જેવી સમસ્યાઓનાં ઉકેલ માટે પાણી ખૂબ ઉપયોગી માધ્યમ છે. વિશ્વમાં સતત વધી રહેલી વસતી માટે ખાઘ ઉત્પાદન, ઉર્જા, ઔઘોગિક અને સ્થાનિક ઉપયોગ માટે પાણીની ઉપયોગિતા સતત વધી રહી છે. આપણી પૃથ્વી પર પણ 77% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને ‘Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 71 % પાણી છે. તેમાંથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%,  વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીનાં જથ્થામાંથી 97% પાણી ખારું છે જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે. જાણકારો તો માને છે કે હવે જો વિશ્વયુદ્ધ થશે તો તે પાણી માટે થશે. જો અત્યારે પાણી બચાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાય શકે છે. માત્ર પાણી નો બગાડ અટકાવવો જ જરૂરી નથી પરંતુ સાથે સાથે તેના સંગ્રહની વ્યવસ્થા કરવી એટલી જ મહત્વની છે.

– મિત્તલ ખેતાણી (મો.98242 21999)

સાદર પ્રણામ સહ

શ્રી અંતરીક્ષજી તીર્થની સર્વોચ્ચ અદાલતનો 22-2-2023ના રોજ જે ચૂકાદો આવ્યો છે તેનું અહીંયા ઉચિત વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ઉત્પન્ન થયેલી અશાંત પરિસ્થિતિ કેવી રીતે શાંત થાય તેનું વિશદ વિવરણ કરવામાં આવ્યું છે. જેને ઉચિત સ્થાન આપવા નમ્ર વિંંનતી છે.

લિ.

અતુલકુમાર વ્રજલાલ શાહ

શ્રી અંતરીક્ષજી તીર્થના સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને સન્માન આપવું જરૂરી છે

આખા વિશ્વને વિસ્મય પેદા કરાવે તેવા અદભૂત શ્રી અંતરીક્ષજી તીર્થના પાર્શ્વનાથ પ્રભુ આજે પણ હવામાં અદ્ધર પ્રતિષ્ઠિત થયા છે અને એક કપડું આખું તે પરમાત્માની નીચેથી પસાર થઈ જાય છે. વાસીમ તાલુકાના શીરપૂર ગામમાં આ અતિ પ્રાચીન અને પ્રભાવશાળી પરમાત્મા 42 વર્ષ પછી સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને કારણે  દર્શન-વંદન- પૂજન માટે તેના દ્વાર મોકળા થયા છે. 

સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાના મુખ્ય અંશ નીચે પ્રમાણે છે.

1. આ અપીલના અંતિ પરિણામને આધીન મંદિર અને મૂર્તિનું સંચાલન શ્વેતામ્બરી સંપ્રદાયનું રહેશે.

2. દિગંબરી સંપ્રદાયને 1905માં પક્ષકારો વચ્ચે થયેલા કરાર મુજબ મૂર્તિની પૂજા કરવાની છૂટ આપવામાં આવશે પરંતુ મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના અને

3. શ્વેતામ્બરી સંપ્રદાય મૂર્તિના કોઈપણ ઘસારાને અટકાવવા અને તેની જાળવણી અને યોગ્ય સારસંભાળના હેતુ માટે મૂર્તિ પર જરૂરી પ્લાસ્ટર (લેપ) હાથ ધરવા માટે સ્વતંત્ર રહેશે.

આ ચૂકાદાનો સ્પષ્ટ અર્ત થાય છે કે આજની તારીકમાં માત્ર મંદિર જ નહીં પણ શ્રી અતંરીક્ષ પાર્શ્વનાથ  ભગવાનનની મૂર્તિનો વહીવટ પણ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના હાથમાં રહેશે. આ ચુકાદામાં દિગંબર સંપ્રદાયને કોઈ વહવીટી અધિકારો આપવામાં આવ્યા નથી. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને મૂર્તિના વહીવટના જે અધિકારો આપવામાં આવ્યા છે તેમાં મૂર્તિનો લેપ ક્યારે કરવો?,  કેવી રીતે કરવો? તેના અધિકારનો પણ સમાવેશ થઈ જાય છે. તો પણ આ બાબતમં કોઈ શંકા ન રહે તે માટે તેની સ્વતંત્ર છણાવટ ક્રમાંક (3)માં કરવામાં આવી છે.

2. મંદિરના અને મૂર્તિના સુવાંગ વહીવટી અધિકારો શ્વેતામ્બરોને આપ્યા પછી સર્વોચ્ચ અદાલતે ક્રમાંક (2)મં દિગંબરોના અધિકારોનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમ જણાવાયું છે કે દિગંબર સંપ્રદાયને 1905માં પક્ષકારો વચ્ચે થયેલા કરાર મૂજબ મૂર્તિની પૂજા કરવાની છૂટ આપવામાં આવશે પરંતુ તેમાં પણ એક અપવાદ સુપ્રીમ કોર્ટના આદેશમાં જ રાખવામાં આવ્યો છે. આ અપવાદ છે. પરંતુ મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના તેનો સ્પષ્ટ મતલબ થાય છે કેે દિગંબરો તેમના નક્કી કરવામાં આવેલા વારામાં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પૂજા જરૂરથી કરી શકે છે પણ તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના જ તેમણે પૂજા કરવાની રહેશે.

શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ તેના મૂળ સ્વરૂપમાં કછોટા, કંદોરા, ચક્ષુ, ટીકા અને મુગટ સહિતની શ્વેતામ્બર મૂર્તિ હોવાથી દિગંબરો તેમાં કોઈ પણ જાતની છેડછાડ કર્યા વિના જ પૂજા કરી શકશે તેવો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. 1905માં જે કોઈ કરાર થયો હતોય કે તેમાં કોઈ પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય તેનાથી સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના દિગંબરો તેમના વારામાં પૂજા કરવાને હક્કદાર છે. સુપ્રીમ કોર્ટના આ સ્પષ્ટ આદેશ પછી દિગંબરો તેમના વારામાં ભગવાનના ચુક્ષ કાઢી શકશે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટે તેમનો મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના પૂજા કરવાનો હક્ક જ માન્ય કર્યો છે.

(3) સુપ્રીમ કોર્ટના આદેશના ક્રમાંક (3)માં જણાવ્યા મુજબ શ્વેતામ્બર સંપ્રદાય મૂર્તિના કોઈ પણ ઘસારાને અટકાવવા અને તેની જાળવણી અને યોગ્ય જાળવણીના હેતુ માટે મૂર્તિ પર જરૂરી પ્લાસ્ટર (લેપ) હાથ ધરવા માટે સ્વતંત્ર રહેશે. આ આદેશ દ્વારા સુપ્રીમ કોર્ટે શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને તેમની પરંપરા મુજબ મૂર્તિનો લેપ કરવાનો અધિકાર માન્ય રાખ્યો છે.

દિગંબરભાઈઓએ સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાને સન્માન આપીને 42 વર્ષથી પાંજરામાં પૂરાયેલા પરમાત્માને મુક્ત થવા માટે જે અનુકૂળતાઓ ઊભી થઈ છે તેમાં પૂરેપરી સહાય કરવી જોઈએ.  તેના બદલે તેમના દ્વારા તાળાઓ તોડી નાંખવામાં આવે, લેપના કાર્યમાં વિઘ્ન મૂકવામાં આવે તે સર્વોચ્ચ અદાલતના આદેશ પર કન્ટેમ્પટ ઓફ કોર્ટ ગણાશે. અને આ બધું જ વીડિયો રેકોર્ડિંગ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ઊપલબ્ધ છે. 

વાશીમના સરકારી અધિકારીઓએ પણ સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પ્રમાણે શ્વેતામ્બરોને આ પ્રભુનો લેપ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે પૂરેપૂરો સહકાર આપવો જરૂરી છે. 

દિગંબરોએ સર્વોચ્ચ અદાલતમાં પણ આ આદેશ આવ્યા પછી એક રીવ્યૂ પિટિશન (આઈએ) દાખલ કરેલી છે. જેમાં પાના નં.4 ઉપર લખવામાં આવ્યું છે કે આ પ્રતિમાને અમે પૂજનીય નથી માનતા અને તેથી તેની પૂજા કરવી તે અમારા માટે વ્યાજબી નથી.  જો આમ જ હોય તો પછી આટલી કનડગત શા માટે છે તેઓ પણ પ્રભુ વીરના સંતાન છે તો પછી સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને માન્ય કરીને લેપની વ્યવસ્થામાં પૂર્ણ સહકાર આપવો જોઈએ.

આપણે બધા પ્રભુને પ્રાર્થના કરીએ કે શીરપુરમાં શાંતિ પ્રવર્તે અને પરમાત્માની નાદ અને જ્યોતિની જે પ્રતિષ્ઠા થઈ છે તે પ્રાણાગ્નિને પ્રક્ષાલ દ્વારા વધુ પ્રજવલિત કરવામાં આવે. અને સકળ શ્રી સંઘમાં શાંતિ – સમાધિ અને અમનનું વાતાવરણ પુનઃ પ્રતિષ્ઠિત થાય.