ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ગૌમાતાનાં શેડનું ભૂમિ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે.  “શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”, મુંબઈ દ્વારા ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’ ખાતે ગૌમાતા શેડના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  તમામ ગૌપ્રેમીઓ અને ગૌ સેવકોને આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો સાથે હાજર રહીને કાર્યક્રમને માણવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ શાહ દ્વારા ભૂમિપૂજનનું કાર્યક્રમ થશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ગૌશાળા મહાસંઘ, મહારાષ્ટ્રનાં વિજયભાઈ વોરા અને ડૉ. સુનિલ સૂર્યવંશી હાજરી આપશે. કાર્યક્રમ ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’, સુરાબર્ડી, ચાર ગાંવ, નાગપુર ખાતે 19 માર્ચના રોજ રવિવારે સાંજે 4 વાગ્યે રાખવામાં આવ્યો છે. સૌ ને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમજ વિશેષ જાણકારી માટે આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ જરીવાલા (મો. 9920494433) ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’નાં અધ્યક્ષ પ્રદીપભાઈ કશ્યપ(મો. 9422101911) , સચિવ પ્રવીણભાઈ કુલકર્ણી(મો. 9326439278) અને કોષાધ્યક્ષ અર્જુનભાઈ યાદવ(મો. 7776018834) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.   

 • ભૂલવી હોય જો ખુદ કેરી વ્યથા, તો અન્ય કેરા આંસુ લુછી જુઓ
 • અબોલ જીવો સાથે દોસ્તી કરવાથી સુખ મળે છે
 • સુખ એ ન તો સગવડમાં છે ન તો સમાધાનમાં છે, એ તો ફક્ત સ્વીકારમાં છે
 • બીજાને સુખી કરવામાં જ પોતાનું સુખ છે

“ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ”, આ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2013થી થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 12 જુલાઈ,2012નાં રોજ પોતાના પ્રસ્તાવ 66/281 અંતર્ગત પ્રતિવર્ષ 20 માર્ચનાં રોજ “ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ” મનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ દુનિયાભરનાં લોકો આ દિવસ ઉજવતા થઈ ગયા છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ લોકોને એ અહેસાસ કરાવવાનો છે કે માત્ર આર્થિક વિકાસ જ જરૂરી નથી પણ લોકોની ખુશી અને સુખાકારી પણ એટલા જ મહત્વનાં છે. વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સમાજમાં ચાલી રહેલા દંભ,વધુ પડતા કામના કારણે સતત તનાવપૂર્ણ રહેતું મન હોવાને કારણે એવા દિવસો આવી ગયા છે કે સમાજને સુખના દિવસો માણવા પડે છે ! ખરેખર તો હેપીનેસ – આનંદ, સુખ માટેનો કોઈ નિશ્ચિત્ત દિવસ હોતો જ નથી,ન જ હોવો જોઈએ. માણસે દરેક પરીસ્થિતિમાં પોતાના મગજનું માનસિક સંતુલન જાળવીને સુખી થવાનો, આનંદિત રહેવાનો પ્રયત્ન સતત કરતો રહેવો જોઈએ. અહીં પ્રશ્ન એ છે કે આપણે સુખ કોને કહીએ છીએ ? વધુ પૈસા, લક્ઝરીયસ લાઈફ, ઉચ્ચ જીવનધોરણ વગેરે કે પછી આત્મસંતોષ ? જો પૈસા જેવી ભૌતિકવાદી વસ્તુઓ જ આપણા સુખનું કારણ હશે તો પછી એવું સમજી લેવું જોઈએ કે આપણે જાતે જ પોતાના સુખની ડોર નસીબને, આસપાસ ચાલતી પ્રવૃતિઓ અને લોકો ને આપી દીધી છે. સ્વના સુખનો, આનંદનો આધાર કોઈ અન્ય પર રહેતો હોય ત્યારે એનો સીધો જ અર્થ થશે કે જે-તે સમય, પરીસ્થિતિ કે માણસ આપણને દુઃખી કરી શકશે. કહેવાય છે કે જેની પાસેથી સુખની અપેક્ષા કરીએ છીએ અજાણતા જ તેને આપણે દુઃખી કરવાનો અધિકાર પણ આપી દઈએ છીએ.  તેને બદલે જો જાત પાસેથી જ સુખી રહેવાની, આનંદિત રહેવાની અપેક્ષા રાખીએ તો ? વર્તમાન સમયમાં વધતા જતા આધુનિકીકરણ પાછળ લોકોની કંઇક નવું મેળવવાની ઈચ્છાઓ,અપેક્ષાઓ વધી છે જેથી દરેક વ્યક્તિ વધુ કમાવવા અને ઉચ્ચ જીવનધોરણ જીવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને પછી જયારે ઈચ્છા મુજબનું પરિણામ પ્રાપ્ત નથી થતું ત્યારે માનસિક અશાંતિ અનુભવે છે જેથી ઘણી વખત જાતથી હારીને વ્યક્તિ ક્યારેક આત્મહત્યાનાં માર્ગે દોરાય છે જે અત્યંત દયનીય અને અનિચ્છનીય બાબત છે. વર્તમાન સમયમાં એકન્ઝાઈટી જેવો શબ્દ ખુબ ચલણમાં છે. દરેક માણસ નાના મોટા અંશે તેનાથી પીડાય રહ્યો હોય છે. જો તમે અબોલ જીવો સાથે દોસ્તી કરશો તો આ પ્રકારની તકલીફોમાંથી છૂટી શકો છો. તેમની મિત્રતાથી જીવનમાં ક્યારેય નિરાશા નહિ આવે અને તેનાથી સાચો પ્રેમ અને સાચી ખુશી મળે છે.  

જો દરેક પરિસ્થીતીમાં આનંદિત રહીને આત્મસંતોષી બનીને જાત પાસેથી સુખની અપેક્ષા રાખીશું તો ઉદાસ કે નિરાશ નહીં રહીએ. આનંદ ક્યારેય ભૌતિકવાદી ચીજોથી પ્રાપ્ત થતો નથી. એ હંમેશા દિલથી પ્રગટે છે. જો આધ્યાત્મિક રીતે સુખની વાત કરીએ તો એ દરરોજ યોગ – પ્રાણાયામ કરવાથી, સારા પુસ્તકો વાંચવાથી, કોઈ કલા સાથે સતત જોડાયેલા રહેવાથી પ્રાપ્ત થઈ શકે છે. વર્ષ 2020માં યુ.એનનાં “વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ” મુજબ વિશ્વમાં સૌથી વધુ સુખી દેશ ફિનલેન્ડને માનવામાં આવે છે ત્યારબાદ ડેન્માર્ક,સ્વીત્ઝ્રરલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે, નેધરલેંડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, લક્સમ્બર્ગ, કેનેડા, ઓસ્ટ્રેલીયાનો ક્રમ આવે છે અને આમાં ભારતનો ક્રમ 144 મો છે.     

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

નીતિ આયોગે “ગૌશાળાઓની આર્થિક સધ્ધરતામાં સુધારો કરવા પર વિશેષ ફોકસ સાથે જૈવિક ખાતરોનું ઉત્પાદન અને પ્રમોશન” પર ટાસ્ક ફોર્સ રિપોર્ટ બહાર પાડ્યો હતો. નીતિ આયોગના સભ્ય (કૃષિ), પ્રોફેસર રમેશ ચંદ દ્વારા ટાસ્કફોર્સના સભ્યો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ગૌશાળાઓનાં પ્રતિનિધિઓની હાજરીમાં અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. નીતિ આયોગ દ્વારા ગૌશાળાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા, રખડતા અને ત્યજી દેવાયેલા ઢોરની સમસ્યાને દૂર કરવા, કૃષિ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાયના છાણ અને ગૌમૂત્રનાં અસરકારક ઉપયોગ માટે પગલાં સૂચવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ડૉ. નીલમ પટેલ, વરિષ્ઠ સલાહકાર (કૃષિ), નીતિ આયોગ અને ટાસ્ક ફોર્સના સદસ્ય સચિવે સહભાગીઓને અહેવાલ વિકસાવવામાં ટાસ્ક ફોર્સ દ્વારા અપનાવવામાં આવેલી પૃષ્ઠભૂમિ, સંદર્ભોની શરતો અને અભિગમ વિશે માહિતગાર કર્યા હતા. પશુઓ ભારતની પરંપરાગત ખેતી પ્રણાલીનો એક અભિન્ન ઘટક હતો. ગૌશાળાઓ કુદરતી ખેતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદરૂપ થઈ શકે છે. પશુઓના કચરામાંથી વિકસિત કૃષિ-ઇનપુટ્સ- ગાયના છાણ અને ગૌમૂત્ર એ કૃષિ રસાયણોને ઘટાડી શકે છે અથવા બદલી શકે છે. ઢોરના કચરાનો અસરકારક ઉપયોગ એ પરિપત્ર અર્થવ્યવસ્થાનું એક આદર્શ ઉદાહરણ છે જે કચરાને વેલ્થ કન્સેપ્ટમાં જોડે છે. પ્રો. રમેશ ચંદ, સભ્ય, નીતિ આયોગે પ્રકાશ પાડ્યો કે દક્ષિણ એશિયાની કૃષિની વિશિષ્ટ શક્તિ એ પશુધનનું પાક સાથે એકીકરણ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 50 વર્ષોમાં અકાર્બનિક ખાતર અને પશુધન ખાતરના ઉપયોગમાં ગંભીર અસંતુલન ઉભું થયું છે આ જમીનના સ્વાસ્થ્ય, ખોરાકની ગુણવત્તા, કાર્યક્ષમતા, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે. તેને ઓળખીને, ભારત સરકાર સજીવ ખેતી અને કુદરતી ખેતી જેવી ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહી છે. બાયો અને ઓર્ગેનિક ઇનપુટ્સના પુરવઠા માટે સંસાધન કેન્દ્રો તરીકે કાર્ય કરીને કુદરતી અને ટકાઉ ખેતીને વધારવામાં ગૌશાળાઓ એક અભિન્ન ભાગ બની શકે છે. ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલ, વાઇસ ચાન્સેલર, ડૉ. વાય.એસ. પરમાર યુનિવર્સિટી ઑફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, સોલનએ હિમાચલ પ્રદેશના અનુભવો પર પ્રકાશ પાડ્યો અને શેર કર્યું કે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર્સના ઉપયોગને પ્રોત્સાહન આપીને વેસ્ટ ટુ વેલ્થ પહેલને મજબૂત બનાવશે. તેમણે ગૌશાળાઓની આર્થિક સદ્ધરતા સુધારવા માટે સંસ્થાકીય સહાયના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

તાજેતરના વર્ષોમાં ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી તરફના બદલાવ પર પ્રકાશ પાડતા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી પ્રિયા રંજને ઉલ્લેખ કર્યો કે કેન્દ્રીય બજેટ 2023માં કુદરતી ખેતીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને ટાસ્કફોર્સ રિપોર્ટની ભલામણો આ પ્રયાસોને વધુ વેગ આપશે.

“સેવા પરમો ધર્મ” અને “ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા” નાં મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિનાં પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા નીતિ આયોગની આ પહેલને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇકોનોમી (જી.સી.સી.આઈ)નાં પ્રમુખ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ આવકારી છે. ગાય, જેને વિશ્વમાતા કહી છે, જેને સાર્વજનીક, સાર્વદેશીક, સાર્વભૌમિક અને સર્વકાલીન કહી છે. વ્યક્તિ, સમષ્ટિ અને પરમેષ્ટિ સુધીના કલ્યાણ માટે જેની ઉપયોગીતા છે અને સંપૂર્ણ વૈજ્ઞાનિકતા સાથે જેની ઉપયોગિતાની પુષ્ટિ થઇ રહી છે. તે ગાયની ઉપયોગિતા અંગે પંચગવ્યના સંશોધનો, સમગ્ર વિકાસ એ સમાજ અને વિશ્વકલ્યાણ અને વસુધૈવ કુટુંમ્બકમની ભાવનાને ગૌ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને બળવત્તર બનાવે છે. ગૌ સંસ્કૃતિને આગળ લાવવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’નાં સ્વપનને ‘કાઉ બેઝ્ડ ઈકોનોમી’ દ્વારા સાકાર કરવા ‘ગો ધન’ અને ‘ગોબર ટુ ગોલ્ડ’ જેવા વિષયોથી સમાજને જાગૃતિ લાવવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા ‘ગૌ ટેક – 2023’ – કાઉ બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ એન્ડ એક્સ્પો. નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 24 થી 28 મે દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે. સૌ ગૌ પ્રેમીઓને આ એક્સ્પો. માં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.   

 • દેશના તમામ રાજયોમાં આ પ્રકારની ગૌસેવા પ્રવૃતિઓ માટે રાજકીય પક્ષો આગળ આવે.

મહારાષ્ટ્ર સરકારનાં વર્ષ–૨૦૨૩–૨૦૨૪ ના બજેટમાં કૃષિ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે તથા ફડવણીસ સરકાર દ્વ્રારા દેશી ગૌવંશના સંરક્ષણ, પાલન અને સુરક્ષા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌસેવા આયોગની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. દેશી ગૌવંશમાં વધારો કરવામાં સંશોધન કરવામાં આવશે, અહેમદનગરમાં વેટરનરી કોલેજની સ્થાપના કરવામાં આવશે જેમાં દુધ ઉત્પાદન માટે વિશેષ સંશોધન કરવામાં આવશે. મહારાષ્ટ્રના વિદર્ભમાં મરાઠાવાડાનાં ૧૧ જિલ્લામાં ડેરી વિકાસના કામોમાં ૧૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશીગાયોની સંખ્યા ઘટી રહી છે જે અનુસંધાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌસેવા આયોગની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના જીવદયા ગૌસેવાના સત્કાર્યો કરવા માટે મહારાષ્ટ્ર સરકાર તેમજ દેશની તમામ રાજય સરકારોને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહ, ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણી દ્વારા વખતો વખત રૂબરૂ મળીને સતત રજૂઆતો કરવામાં આવતી હતી, અંતે આ રજૂઆતોને સફળતા મળી છે.જળ, જમીન, જગંલ, જનાવર ની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણીએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌસેવા આયોગની સ્થાપના કરવા તથા ગૌસેવા–જીવદયા ક્ષેત્રે અનેકવિધ જાહેરાતો કરવા બદલ મુખ્યમંત્રીશ્રી એકનાથ શીંદે તથા નાણામંત્રીશ્રી દેવેન્દ્ર ફડવણીસનો આભાર વ્યકત કર્યો હતો.

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા ટાટા હોસ્પિટલમાં કેન્સર પિડીત બાળકોને રોજ તાજા ફળોની વહેંચણી કરવામાં આવી રહી છે. રાજકોટની સદભાવના ટ્રસ્ટની મદદથી શંખેશ્વરથી વિરમગામ સુધીના રોડની બંને બાજુએ ૨૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વિરાર વજરેશ્વરી રોડ ઉપર આવેલ મેઢા ફાટા ગામમાં એક ૩૦ વ્યકિતઓ માટે વૃધ્ધાશ્રમનું નવનિર્માણ કરવામાં આવ્યું. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા દાતાશ્રીઓનાં સહકારથી નવ નિર્મિત આશ્રય સ્થાન પાંજરાપોળ–શંખેશ્વર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પાંજરાપોળ શંખેશ્વરના આશ્રય સ્થાનના દાતાશ્રી    માતૃશ્રી સ્વ. વિમળાબેન ભુપતરાય દોશી પરીવાર (દાઠા નિવાસી) હસ્તે. જીવદયા પ્રેમી શ્રીમતી માલાબેન વિજયભાઈ દોશી (મુંબઈ)વાળા હતા. આ કાર્યક્રમનું સંચાલન સહયોગ ડી.કે. ગઢવી સાહેબ (સરપંચશ્રી—શંખેશ્વર ગામ) નો રહ્યો હતો.

આ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ વિજયભાઈ ડોબરીયા (પ્રમુખશ્રી–સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ), મિતલ ખેતાણી (મેમ્બર નેશનલ એડવાઈઝરી કમિટી, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને પ્રમુખશ્રી—શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ), હરેશભાઈ વોરા તથા મહેન્દ્રભાઈ સંગોઈ (એન્કરવાલા અહિંસાધામ પાંજરાપોળ-કચ્છ), દેવેન્દ્રભાઈ જૈન(સમસ્ત મહાજન), રમેશભાઈ ઠક્કર(શ્રીજી ગૌશાળા), ધીરેન્દ્રભાઈ કાનાબાર અને પ્રતિકભાઈ સંઘાણી(એનીમલ હેલ્પલાઈન) તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) નાં પ્રમુખ જયેશભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની જમીન પર પાંજરાપોળનું નિર્માણ થવાથી ઘણા અબોલ પશુઓને મદદ અને સારવાર મળી શકશે. શંખેશ્વરનાં સરપંચ શ્રી ડી. કે ગઢવી સાહેબનો અને દાતાશ્રી સ્વ વિમળાબેન ભૂપતરાય દોશી પરિવારનાં હસ્તે શ્રીમતી માલાબેન વિજયભાઈ દોશીનો સહયોગ રહ્યો હતો. સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ ફક્ત જાતે કરવું એટલું જ નહિ એ કામ કરવાની પ્રેરણા અન્યોને પણ આપવી એ મહત્વનું છે. વૃક્ષ ફક્ત ઓક્સિજન નથી આપતું એ જીવે ત્યાં સુધી કોરોડો જીવોને તેમાંથી ભોજન મળી રહે છે. નાના નાના લાખો જીવો એ ઝાડમાંથી ભોજન ગ્રહણ કરતા હોય છે. એક વ્યક્તિ એક ઝાડ વાવીને કરોડો જીવોને ભોજન આપીને શાતા આપી શકે છે. સમગ્ર કાર્યક્રમને, દાતાશ્રીઓ તેમજ સર્વે જીવદયા પ્રેમીઓને પરમ પૂજ્ય સ્વામી નયપજ્ઞ મ.સાજીએ આશિર્વચન પાઠવ્યા હતા.       શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)દ્વારા પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાવન ભૂમિમાં શ્રી શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત તથા સહયોગથી શ્રી શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારના નિરાશ્રિત તથા અકસ્માતમાં ઘાયલ થયેલ અબોલ પશુઓના આશ્રય તથા નિભાવ માટે નવ નિર્મિત આશ્રય સ્થાન પાંજરાપોળ–શંખેશ્વરનું નિર્માણ થયું છે. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), ભરતભાઈ મહેતા (મો.૯૩૨૨૨ ૨૨૯૨૮), શ્રી અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), શ્રી હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦ ૪૩૨૭૨) તેમજ શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

 • પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે દિવસ અને રાત બંને સમયે ઑક્સીજન પૂરું પાડે છે. 
 • પીપળાના 6-7 તાજા પાંદડા લો અને તેને 400 મિલી પાણીમાં નાંખો અને 100 મિલી રહી જાય ત્યાં સુધી ઉકાળો, જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે વાસણ સ્ટીલ અને એલ્યુમિનિયમમાં ન નાખવું જોઈએ, આ પાણીના સેવનથી તમારું હૃદય એક દિવસમાં સ્વસ્થ થવા લાગશે.
 • પીપળાના પાનમાં ભોજન ખાવાથી લીવરનાં રોગ મટે છે. 
 • પીપળાના સૂકા પાનનું ચૂર્ણ બનાવી તેમાં અડધી ચમચી ગોળ ભેળવીને સવાર-સાંજ ખાવાથી અસ્થમા મટે છે. 
 • પીપળાના 4-5 તાજા પાનને પીસીને પાણીમાં ભેળવીને પીવાથી કમળામાં 1-2 વારમાં આરામ મળે છે. 
 • પીપળાની છાલને ગંગાજળમાં ઘસીને ઘા પર લગાવવાથી તરત આરામ મળે છે. પીપળની છાલ તેમાં સાકર ભેળવીને દિવસમાં 5-6 વખત ચૂસવાથી કોઈપણ નશો દૂર થાય છે.
 • પીપળાના પાનનો ઉકાળો પીવાથી ફેફસાં, હૃદય, પેટ અને લીવરના તમામ રોગો મટે છે. 
 • પીપળાના પાનનો ઉકાળો બનાવીને પીવાથી કિડનીના રોગો મટે છે અને પથરી તૂટી જાય છે અને દૂર થાય છે. 
 • તમને ગમે તેટલી ઉદાસીનતા હોય, દરરોજ 30 મિનિટ પીપળના ઝાડ નીચે બેસો, તેનાથી ડિપ્રેશનનો અંત આવે છે. 
 • પીપળાના ફળ અને તાજા કોપલ સમાન માત્રામાં લઈ, તેને પીસી, સૂકવી, દાળમાં ભેળવી, દિવસમાં બે વાર લેવાથી સ્ત્રીઓના ગર્ભાશય અને માસિક ધર્મના તમામ રોગો મટે છે. 
 • પીપળાના ફળ અને તાજા કોપલે સમાન માત્રામાં લઈ, તેને પીસી, સૂકવી, દાળમાં ભેળવી, દિવસમાં બે વાર લેવાથી બાળકોની લિસ્પ મટે છે અને મગજ ખૂબ જ તેજ બને છે. 
 • જે બાળકોમાં હાયપરએક્ટિવિટી છે, જે બાળકો આખી રાત દોડે છે, ઓછી ઊંઘ લે છે, આ બાળકોને પીપળાના ઝાડ નીચે બેસાડો તો હાયપરએક્ટિવિટી ઓછી થાય છે. 
 • ઘૂંટણનો દુખાવો ગમે તેટલો જૂનો હોય, પીપળા નીચે બેસવાથી 30-45 દિવસમાં ખતમ થઈ જશે.  
 • શરીરમાં ગમે ત્યાંથી લોહી આવે છે, સ્ત્રીઓને માસિક સ્ત્રાવ સમયે અધિક રક્તસ્ત્રાવ થતો હોય, બાબાસીરમાં લોહી આવે છે, દાંત કાઢ્યા પછી લોહી આવે છે, ઈજા થાય છે, ત્યારે પીપળાના 8-10 પાનને પીસીને ગાળીને પીવાથી તરત જ લોહી આવતું બંધ થાય છે. 
 • શરીરમાં ક્યાંય પણ સોજો, દુખાવો, ગરમી હોય તો પીપળાના પાન બાંધો તો ઠીક થઈ જશે.                                                                                   

   –  મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯)

 • સૌ વિજેતાઓને આકર્ષક ગીફ્ટ અપાશે.

  શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા–પીવાનાં પાણીની કુંડી, ચકલીના માળા, પાણીના કુંડા ‘રામપાતર’ નું છેલ્લા ૮ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ ગ્રુપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા ના ધોરણે વિનામુલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). કુંડી મેળવવા માટે(૧) એનીમલ હેલ્પલાઈન, મિતલ ખેતાણી, ‘જનપથ’, તપોવન સોસાયટી–૨ નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ. (૨) ‘સત્યમ’ ૩–ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ (૩) કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ, જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, ક્રિષ્ના પાર્ક હોટલવાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, રાજકોટ (૪) શેણી મેમોરીયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલની બાજુમાં, નાગેશ્વર પાર્શ્વનાથની સામેનો રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

  શ્રી કરૂણા ફાઉન્ડેશન ટસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘કરૂણા સેલ્ફી કોન્ટેસ્ટ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરીકોએ કરેલ જીવદયા કાર્યમાં પોતાનાં વિસ્તારમાં મુકેલ ગૌમાતા માટેની પાણી પીવાની કુંડી, ચકલીના માળા કે પક્ષીને પાણી પીવા માટેના કુંડા (વાસણ) સાથેની એક સેલ્ફી પાડી પોતાની સોશ્યલ મીડીયાની ટાઈમલાઈનમાં મૂકી # Save Sparrow #Save Birds #Home for Sparrow, #Please Put Water For Birds, @ Karunafoundation ના ઈસ્ટાગ્રામ પેઈજ અને Animal helpline – Karuna Foundation ફેસબુકના પેઝ ૫૨ કોમેન્ટ બોકસ અથવા મેસેજ બોકસમાં મોકલવાની રહેશે. સૌને આકર્ષક ગીફટ આપવામાં આવશે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા સહીતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
 • શ્રી શ્રી રવિશંકરજી અને આચાર્ય લોકેશજીએ રાષ્ટ્રીય અને સામાજિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
 • હોળી માત્ર હોળી જ રહેવા દો, હોળી પરસ્પર સંવાદિતાનો તહેવાર છે – આચાર્ય લોકેશજી

વિશ્વ શાંતિ દૂત આચાર્ય ડૉ. લોકેશજી અને પ્રતિનિધિમંડળ દિલ્હીમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીને મળ્યા હતા અને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી. તેમજ બંને સંતોએ વિશ્વ શાંતિ, સૌહાર્દ અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આદરણીય આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે હોળી માત્ર હોળી બની રહેવા દો, હોળી એ તહેવાર છે જે સંયુક્ત રીતે ઉજવીને પરસ્પર સૌહાર્દ, એકતાનો સંદેશ આપે છે. આ તહેવાર આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે આપણને તમામ પ્રકારના સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું મહત્વ જણાવે છે. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક પૂજ્ય શ્રી શ્રી રવિશંકરે હોળીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આ તહેવારનો હેતુ માત્ર રંગો, ગુલાલ અને પિચકારીઓ સાથે સંકળાયેલો નથી, પરંતુ આપણા પરસ્પર પ્રેમ, ભાઈચારો, શાંતિ, સંવાદિતા, એકતાને પ્રોત્સાહન આપવાનો પણ છે. આપણે સૌએ આપણા સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યો અનુસાર આ તહેવાર સંયુક્ત રીતે ઉજવવો જોઈએ. તેમણે કહ્યું કે આ તહેવાર નિમિત્તે આપણે બધાએ સમજવું જોઈએ કે આપણે બધાએ એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ અને આપણા વિચારો અને વિચારો વ્યક્ત કરવા જોઈએ. આ તહેવારના અવસર પર એકબીજા સાથે ખુશી, પ્રેમ અને સંવાદિતાનો સંદેશો વહેંચીએ. આ પ્રસંગે પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીએ આચાર્યશ્રી લોકેશજી, દર્શક હાથીજી, મનોજ જૈનજી અને વિનીત શર્માજીને કેસરી તિલક લગાવીને હોળીનો આનંદ વ્યક્ત કર્યો હતો. પૂજ્ય આચાર્ય લોકેશજીએ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીને કેસરનું તિલક લગાવીને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સહયોગ દિલ્હીના પ્રમુખ શ્રી મનોજ જૈને પણ શ્રી શ્રી રવિશંકરને ભગવાન મહાવીરની તસવીર અર્પણ કરી હતી.

 • માંસાહારી ઈંડાને બદલે પૌષ્ટિક ખજુર ખાવ

ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ-દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દરરોજ ખાવ. દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઇકોલેસ્ટેરોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1’, ‘બી2’, ‘બી3’ અને ‘બીડ’ આવેલાં છે અને વિટામિન ‘એત’અને ‘સી’ પણ આવેલાં છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ શુગર આવેલી છે. જેમ કે, ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ. તેનો વધુ ફાયદો લેવા માટે દૂધમાં ઉમેરીને લેવાથી દૂધમાં ગળપણનો(ખાંડનો) ઉમેરો કરવો પડતો નથી અને સ્વાદ અને પોષણ પણ મળે છે. ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે. માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ કરે છે. પોટેશિયમને જો જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને ‘સ્ટ્રોકથી દૂર રાખે છે. ઉપરાંત દિવસની 2-3 ખજૂર રેગ્યુલરલી ખાવાથી LDL કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમિના વધે છે. વારંવાર થાક લાગવો, બેચેની અનુભવવી, પગ દુખવા વગેરે પણ દૂર થાય છે. વધુ પડતી પાતળી વ્યક્તિ થોડી ખજૂર દરરોજ ખાય તો વજન વધવામાં મદદરૂપ થઈ શકે છે.ખજૂર આંતરડાંના કેન્સર સામેપણ રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી. ખજૂર ખાવાથી આંખો પણ સારી રહે છે. ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર ખાઇ શકાય છે. ઉપરાંત, દરરોજ સવારે ભૂખ્યા પેટે 2થી 3 ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે. ઓછું લોહી હોય તેમને ખજૂર ખાસ ખાવાનું કહેવામાં આવે છે. ખાસ કરીને 15-16 વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવાનું રાખવું જોઈએ. ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ 2- ૩ ખજૂરનો ખાવાથી એનીમિયાના પ્રોબ્લેમથી દૂર રહેવાય છે. દરરોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની શરૂ કરો તે પહેલાં 2-3 ખજૂર ખાવાથી કસરત કરવા દરમિયાન એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે. ઘણી વખત જમ્યા પછી કંઇક ગળ્યું ખાવાનું મન થતું હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી મન સંતોષાશે અને વજન વધશે નહીં. જામનગરની જે ભારતીય ખજૂર આવે છે (સીડલેસ) એ ગુણકારી નથી. પણ આરબ દેશોની જે કાળી ખજૂર આવે છે એ જ ગુણકારી છે.

ખજુર ૧૦૦ રૂ।. થી માંડી ૨૦૦૦ રૂા. કીલો સુધીની મળે છે. મોઢામાં મુકતા ચોકલેટની જેમ ગળી જવાય એવી પણ ખજુર આવે છે. ખજૂર ચોખ્ખા પાણીથી ધોઈને ખાવી સારી બાકી સારી ખજુર ન ધુઓ તો પણ ચાલે ૧૦૦ ગ્રામ ખજૂરમાં ૨૭૫ કેલેરી એનર્જી, ૨૨.૫૦ ગ્રામ પાણી, ૧.૯૭ ગ્રામ પ્રોટીન, ૦.૪૫ ગ્રામ ફેટ (ટોટલ લિપિડ), ૭૩.૫૧ ગામ કાર્બોહાઈડ્રેટ, ૭.૫ ગ્રામ ફાઈબર, ૧.૫૮ ગ્રામ કાર્બન, ૩૨ મિલિયમ કેલ્શ્યમ, ૧. ૯૫ મિલિયમ આયરન, ૩૫ મિલિયમ મેગ્નેશિયમ, ૪૦ મિલિયમ ફોસ્ફરસ, ૬પ૨ મિલિયમ પોટેશ્યમ, ૩ મિલિયમ સોડીયમ અને એ, બી, બી–૨, બી-૧૨ વિટામીન હોય છે. જેઓ ઈંડા ખાય છે એ કરતાં ખજૂર ખાવી હજાર દરજજે સારી. ઈંડા તો સડેલા હોય છે ઈંડા તાકાત આપે છે એ ભ્રમ છે. તાકાત તો ખજૂર કે દૂધ જે આપે છે, એનો એક ટકો પણ ઈંડા નથી આપતા. ખજૂરથી થતા ફાયદાઓ ઘણા છે એ નબળાઈ કમજોરી દૂર કરે છે, બ્લડપ્રેશર ઘટાડે છે, કબજીયાત નથી કરતી, નવર્સ સીસ્ટમ સ્વસ્થ રાખે છે, પેટ અને આંતરડાના કેન્સર સામે લડે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, આંખોનો પ્રકાશ સુધારે છે, એનીમીયા દૂર કરે છે અને એનર્જી વધારે છે. વળી યુરીનની ચિકિત્સા કહે છે કે એ કિડની અને મુત્ર વિસર્જન તંત્રને મજુબત કરે છે અને ફેફસાની તકલીફો દૂર કરે છે.ગર્ભવતી મહિલાઓને થતી કેટલીક સમસ્યાઓથી એ છુટકારો અપાવે છે. ગર્ભાશયની દિવાલોને એ મજબૂત કરે છે. બાળકના જન્મની પ્રક્રિયા એથી સરળ થાય છે. એટલે ગભર્વતીએ તો ખજુર ખાસ ખાવી જ. ખજુરમાં રહેલા ગ્લુકોઝ અને ફકટોઝના કારણે એમાંથી નૈસર્ગિક સાકર શરીરને મળે છે. ખજૂર ઉતમ ટોનીક છે.

– મિતલ ખેતાણી (98242 21999)

 • તું નારી છે, તું શક્તિ છે
 • મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે 

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” એટલે કે સ્ત્રીઓ માટેનો વિશેષ દિવસ. ઈ.સ 1975માં સંયુકત રાષ્ટ્ર સંઘે આ દિવસ ઉજવવાની માન્યતા આપી અને આજે દુનિયાભરમાં આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ પહેલીવાર અમેરિકામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવવામાં આવ્યો હતો. તેમા ‘સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

 ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડાની મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન થતી હતી. એ વખતે પુરા એક વર્ષ તેમની હડતાલ ચાલુ રહી હતી, પરંતુ દુર્ભાગ્યે  તેમને સાંભળનારુ કોઈ નહોતું. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ ‘સોશ્યાલિસ્ટ પાર્ટી’એ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. બીજી બાજુ રૂસમાં ઈ.સ. 1913માં ફેબ્રુઆરી મહિનાનાં અંતમાં પહેલીવાર “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી થઈ. મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચનાં રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં પણ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવવાનો પાયો નખાયો. સન 1975માં જયારે આ દિવસને વૈશ્વિક સ્તર પર માન્યતા મળી ત્યારે પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેના એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિનાના રૂપમાં માન્યતા આપી ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975માં ઉજવણી શરૂ કરી ત્યારથી “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે. આ દિવસ ઉજવવાનો મુખ્યત્વે મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે વિશેષ સ્નેહ પ્રગટ કરવા માટે ઉજવાય છે.

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” વિશ્વની તમામ મહિલાઓનાં સન્માન કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. આજે ભારતમાં ગીતા ગોપીનાથ, હીમા દસ, મેરી કોમ, અવની ચતુર્વેદી, કિરણ મઝુમદાર, ઈન્દ્રા નુઈ, રીચા કર, વંદના લુથરા, ફાલગુની નાયર, વાણી કોલા, નિર્મલા સીતારામન વગેરે સ્ત્રીઓએ વિભિન્ન ક્ષેત્રોમાં આગળ વધીને સાબિત કરી દીધું છે કે મહિલાઓ ઈચ્છે તો કોઈ પણ કાર્ય કરી શકે છે. આજે જ્યારે આ દિવસ સમાજમાં, રાજકારણમાં તેમજ અર્થશાસ્ત્રમાં મહિલાઓએ કરેલી પ્રગતિની ઉજવણીનું પ્રતીક બની ગયો છે ત્યારે એવું કહી શકાય કે સ્ત્રીઓ જેટલી પગભર થઈ છે તેટલી જ અસુરક્ષિત પણ થઈ છે. એકતરફ વિશ્વમાં મહિલા દિવસ ઉજવાય છે તો બીજી તરફ રોજ રોજ સ્ત્રીઓની સાથે થતા અત્યાચારો વધતા જાય છે. ક્યારેક ઘરેલું હિંસા તો ક્યારેક મનને ધ્રુજાવી નાખે તેવા બળાત્કારનાં કેસમાં કોઈ ઘટાડો થતો નથી ઉપરાંત કેટલી એવી ઘટનાઓ પણ થતી હોય છે કે જે કોઈના ધ્યાન આવતી નથી કે ચોપડે નોંધાતી જ નથી. આવા સમયે એ પ્રશ્ન છે કે સ્ત્રી કેટલી સુરક્ષિત છે ? એની સુરક્ષાની જવાબદારી કોની આવે છે ? મારી, તમારી, એની પોતાની કે આ સમાજની ? જયારે મહિલા દિવસ ઉજવવામાં આવતો હોય અને પુરુષ દિવસ નહીં ! ત્યારે મહિલાઓ માટે વિશેષ સન્માન તો છે એવું અહીં સાબિત થાય છે તો પછી આ સન્માન શું એક દંભ માત્ર છે ! વર્તમાન સંજોગોને જોતા સ્ત્રીઓ એ જ હવે જાગૃત થવું પડશે. એમણે પોતાનું રક્ષણ જાતે કરવું પડશે અને તે માટે જરૂરી વિવિધ પગલાંઓ પણ ભરવા પડશે. આ માટે ‘સેલ્ફ ડીફેન્સ’નાં કોર્સ થવા જોઈએ અને બની શકે ત્યાં સુધી ફ્રી માં અથવા તો ઓછામાં ઓછી ફીસમાં થવા જોઈએ. સરકારે પણ આ દિશામાં પગલાં ભરવાની જરૂર છે. શિક્ષણમાં પણ આ પ્રકારનો વિષય ઉમેરવો જોઈએ અને બાળકીઓને નાનપણથી જ આ દિશામાં તાલીમ આપવી જોઈએ. જેવી રીતે મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે તેવી જ રીતે ખરા અર્થમાં પણ સ્ત્રીના સન્માનની રક્ષા કરવી પણ માનવધર્મ છે.

– મિત્તલ ખેતાણી ( મો. 98242 21999 )