• મિયાવાકી પદ્ધતિથી એક જ સ્થળે 65 હજાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
 • પ્રકૃતિની જાળવણી અને પ્રકૃતિનું જતન ટકાઉ વિકાસ ની પરિકલ્પના સાકાર કરશે
 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું “મિશન મિલિયન અભિયાન”

ગાંધીનગર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરંભેલા “મિશન મિલીયન ટ્રી” અભિયાનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સમયની માંગ આધારિત ટકાઉ વિકાસ માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણની સુપેરે કામગીરી કરીને પ્રકૃતિના જતનનો સકારાત્મક સંદેશો આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા પણ રાજ્યભરમાં 10 કરોડ જેટલા વૃક્ષોના વાવેતરના અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે.

પાંચ વર્ષના સુશાસનના, પાંચ વર્ષ સૌના સાથ, સૌનો વિકાસ સંદર્ભે આરંભેલા નવ દિવસના સેવાયજ્ઞના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ શહેરમાં આજે “શહેરી જન સુખાકારી દિવસ”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર સ્થિત સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે 65,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ સ્મૃતિ વનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનની નેમ વ્યક્ત કરી હતી.

તેમણે વિશેષમાં કહ્યું કે, રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત અને ક્લીન ગુજરાતના લક્ષ્ય ભણી ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહી છે. આવનારી પેઢીને વારસામાં કઇ આપવા માટે ટકાઉ વિકાસ ખૂબ જ જરૂરી છે. માટે પર્યાવરણની જાળવણી અને મહત્તમ વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન,વૃક્ષોનો ઉછેર જેવી રાજ્યવ્યાપી વિવિધ કામગીરી સરકારે હાથ ધરી છે.રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ પાણી સ્વચ્છ પર્યાવરણ અને પ્રદુષણ મુક્ત શહેર બને તે પ્રકારનું સુદ્રઢ આયોજન અને વ્યવસ્થાપન હાથ ધરાયું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના ગોતા સ્થિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ સહિત અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

 • સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ કરાવવા અપીલ
 • દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
 • કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની જરૂરીયાત

પ્રવર્તમાન કોરોના બીમારીનાં સમયમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરીયાત છે. સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. વિશેષ માહિતી માટે અને કેમ્પનાં આયોજન માટે હોસ્પીટલ સેવા મંડળ (મોઃ ૯૮૯૮૬ ૧૩૨૬૭ ) પર સંપર્ક કરવા વિનંતી છે. ” રકતદાન જીવનદાન “

ભારત ઋષીમુનીઓ, સંતો-મહંતોનો દેશ છે. ઋષી પરંપરા મુજબ વૃક્ષ, જળ, જમીન અને જીવમાત્રની પૂજા આદિકાળથી કરતા આવ્યા છીએ. જે માટે ઋષી મુનીઓએ વૃક્ષને એક ઋષીથી વિશેષ વિશ્લેષ્ણ આપ્યું છે. જેમાં હવા, પાણી, ખોરાક, પશુ-પક્ષીઓનું રહેઠાણ અને તેના ફળ ફૂલ અને તેના બીજ દ્વારા અનેક વૃક્ષોને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે તેના પાંદડાઓથી નવી જમીનનું સર્જન થાય છે અને તેના એક એક બીજમાં આવા હજારો ઝાડ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. સાથે સાથે પૂર હોનારત વખતે જમીનનું ધોવાણ અટકાવે છે. તેની હરીયાળી તન અને મનને સંમોહીત કરી સુખાકારી આપે છે.

અનમોલ એવું વૃક્ષ આપણે જાણીએ છીએ તેમ હવા, પાણી અને ખોરાક, રહેઠાણ બનાવે છે પણ સાથે સાથે આરોગ્ય દાતા અને જ્ઞાનદાતા પણ છે. જેમ કે ભગવાન મહાવીર અને બુધ્ધ ભગવાનને કેવળ જ્ઞાન મોટા મહેલોમાં નહી પણ એક વૃક્ષ નીચે પ્રાપ્ત થયું છે. તેવી જ રીતે રાજાશાહીના સમયમાં તેમના રાજકુમારો વન વગડામાં ગુરૂકૂળમાં જઈ ઋષી–મુનીઓ આગળ ઝાડ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આપણા ઋષીમુનીઓ, તપસ્વીઓ, સાધુ–સંતો, યોગીઓ જંગલમાં જ રહે છે અને ઘણી બધી શોધખોળ તેમણે વૃક્ષ નીચે જ પામીને સમાજને અર્પણ કરી છે. તેવી જ રીતે અનેક રોગોમાં ઔષધીઓ ગુણો પણ આપણે આયુર્વેદમાં આજે પણ ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકીએ છીએ. જેમ કે હરડે અને એરંડીયુના ગુણ પાચન ક્રિયા સુધારીને પેને સાફ કરવાનો છે. ત્રિફળાના પ્રયોગથી આજે પણ આંખોનું તેજ તંદુરસ્ત રહે છે. બાવળ, વડ, કરંજના દાતાણથી દાંત અને પેઢાના રોગોના રોગો થતા જ ન હતા. તન અને મનને મોહક કરે એવું નિલગીરી, સુખડ અને ચંદન જેવા સગંધી પદાર્થો.

કોરોના કાળમાં ઓકિસજનની માત્રા માટે જોઈ લીધુ કે ઓકિસજનની કેટલી જરૂરીયાત છે તે મુજબ આજે સરકાર અને લોકો વૃક્ષો વાવવામાં અગ્રેસર થયા છે અને દરેક કોર્પોરેશનો પણ હવે ફરજીયાત ગાર્ડન અને તેનો રાખરખાવ સાથે તેમા કસરતના સાધનો પણ વિકસાવી રહયાં છે. કારણ કે લોકોને વૃક્ષની કિંમત કોરોનાએ સમજાવી દીધે છે. સાથે સાથે તંદુરસ્તી અને મનની શકિત વધારવા માટે વૃક્ષ નીચે લઈ જવામાં આવે તો ચોકકસ મનની શાંતી વૃક્ષ આપે જ છે જે આપણા વિડલોએ અને સાધુ–સંતોએ સાબીત કરી દીધેલ છે માટે ચાલો આપણે બધાજ વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ અને તેની સાથેનું જીવન જીવીને તન,મન,ધનથી સુખી રહીએ સૌથી મોટું સુખ તો મનનું છે જે શાંત હશે તો ઘણું બધું આમાંથી પામી શકશું. આવા વૃક્ષોને વાવીને વર્ષો સુધી પશુ-પક્ષીઓને આહાર જેમ કે કીડીયારું પર પડે, ચકલાઓને ચણ આપવું પડે, કબૂતરો અને પશુ-પક્ષીઓનો વર્ષો સુધી ખોરાક આપે તેવો આ ચબૂતરો વૃક્ષના રૂપમાં વાવીએ અને સમાજ કલ્યાણમાં સહભાગી બનીએ.

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. ઉનાળાનાં  ધોમધખતા તાપમાં પક્ષીઓને આંશિક શાતા આપવા માળા–પીવાનાં પાણીની કુંડી ‘રામપાતર’ અને ગાયોની પાણી પીવાની કુંડી મુકવા જોઈએ. જેમ માણસને ગરમીમાં વધુ તરસ લાગે છે તેમ પશુ, પક્ષીઓ પણ ઉનાળાનાં ધોમધખતા તાપમાનમાં ખુબ જ તરસ્યા હોય છે. આવા જીવંત જીવોની તરસ છીપાવવા માટે પાણી મુખ્ય સ્રોત છે. જે માટે પશુ કલ્યાણ સંસ્થાઓ, પ્રાણી પ્રેમીઓ, વ્યક્તિઓ દ્વારા પશુ, પક્ષીઓનાં પાણી પીવાના રામપાતરનું વિતરણ કરવામાં આવતું હોય છે. પશુ, પક્ષીઓ માટે ધાબા પર, ઘરની બહાર કે સ્વચ્છ સ્થળોએ પાણીના બાઉલ મૂકવા જેથી તે ઉનાળામાં તેમની તરસ છીપાવી શકે. પાણીના દૂષણને ટાળવા તથા પાત્રને ગંદા થવાથી અટકાવવા માટે બાઉલને સાફ કરવા અને દરરોજ તેમાં પાણી બદલવું જોઈએ.

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા તારીખ 21 માર્ચથી 4 એપ્રિલ સુધી પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. 21 માર્ચે, મંગળવારનાં રોજ મહુડી ચોક, 150 ફૂટ રીંગ રોડ, 22 માર્ચ, બુધવારે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ – હવેલી પાસે, 23 માર્ચ, ગુરુવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર, 24 માર્ચ શુક્રવારે આકાશવાણી ચોક, 25 માર્ચ શનિવારે પ્રેમ મંદિર, 26 માર્ચ રવિવારે જુબેલી ગાર્ડેન ચબુતરો, 27 માર્ચ સોમવારે હનુમાન મઢી ચોક પાસે, 28 માર્ચ મંગળવારે આશાપુરા મંદિર – પેલેસ રોડ પાસે, 29 માર્ચ બુધવારે કોટેચા ચોક, 30 માર્ચ ગુરુવારે પુ. રણછોડદાસજી બાપુ આશ્રમ – કુવાડવા રોડ, 31 માર્ચ શુક્રવારે મણિયાર દેરાસર, 1 એપ્રિલ શનિવારે બાલાજી મંદિર – ભુપેન્દ્ર રોડ, 2 એપ્રિલ રવિવારે રેસકોર્ષ – ક્રિકેટ સ્ટેડીયમ પાસે, 3 એપ્રિલ સોમવારે ધારેશ્વર મંદિર ભક્તિનગર સર્કલ અને 4 એપ્રિલ મંગળવારે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) પર દરરોજ સવારે 7:15 થી 8:30 વાગ્યા સુધી નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે.

 • જળ એ જ જીવન
 • પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી
 • નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે
 • જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે

સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિન” દર વર્ષે 22 માર્ચનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. સનાતન સંસ્કૃતિમાં તો  જળને દેવનું રૂપ આપવામાં આવ્યું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે. આ માટે ઇ. સ. 1993નાં વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22 માર્ચનાં દિવસને “વિશ્વ જળ દિન” ઘોષિત કરેલ છે.

માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ પણ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલું મહત્વનું છે તેની સાબિતી આપે છે. તેમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખૂબ સાધારણ અને ગેરજવાબદારી ભરેલું છે. ગુજરાત અને થાર જેવા ધણાં વિસ્તારોમાં આજે પણ મહિલાઓનાં જીવનનો મહત્વપૂર્ણ ભાગ માત્ર પાણીની સમસ્યા હલ કરતા જ નીકળી જાય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા 50 વર્ષમાં પાણી માટે અનેક હત્યાકાંડો થયા છે. પાણીનું વ્યવસ્થિત આયોજન અને વિતરણ વ્યવસ્થા ખૂબ જરૂરી છે.
પર્યાવરણની જાળવણી, વિકાસ, સામાજિક અને આર્થિક વિકાસ, ગરીબી ધટાડા જેવી સમસ્યાઓનાં ઉકેલ માટે પાણી ખૂબ ઉપયોગી માધ્યમ છે. વિશ્વમાં સતત વધી રહેલી વસતી માટે ખાઘ ઉત્પાદન, ઉર્જા, ઔઘોગિક અને સ્થાનિક ઉપયોગ માટે પાણીની ઉપયોગિતા સતત વધી રહી છે. આપણી પૃથ્વી પર પણ 77% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને ‘Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 71 % પાણી છે. તેમાંથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%,  વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીનાં જથ્થામાંથી 97% પાણી ખારું છે જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે. જાણકારો તો માને છે કે હવે જો વિશ્વયુદ્ધ થશે તો તે પાણી માટે થશે. જો અત્યારે પાણી બચાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાય શકે છે. માત્ર પાણી નો બગાડ અટકાવવો જ જરૂરી નથી પરંતુ સાથે સાથે તેના સંગ્રહની વ્યવસ્થા કરવી એટલી જ મહત્વની છે.

– મિત્તલ ખેતાણી (મો.98242 21999)

સાદર પ્રણામ સહ

શ્રી અંતરીક્ષજી તીર્થની સર્વોચ્ચ અદાલતનો 22-2-2023ના રોજ જે ચૂકાદો આવ્યો છે તેનું અહીંયા ઉચિત વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ઉત્પન્ન થયેલી અશાંત પરિસ્થિતિ કેવી રીતે શાંત થાય તેનું વિશદ વિવરણ કરવામાં આવ્યું છે. જેને ઉચિત સ્થાન આપવા નમ્ર વિંંનતી છે.

લિ.

અતુલકુમાર વ્રજલાલ શાહ

શ્રી અંતરીક્ષજી તીર્થના સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને સન્માન આપવું જરૂરી છે

આખા વિશ્વને વિસ્મય પેદા કરાવે તેવા અદભૂત શ્રી અંતરીક્ષજી તીર્થના પાર્શ્વનાથ પ્રભુ આજે પણ હવામાં અદ્ધર પ્રતિષ્ઠિત થયા છે અને એક કપડું આખું તે પરમાત્માની નીચેથી પસાર થઈ જાય છે. વાસીમ તાલુકાના શીરપૂર ગામમાં આ અતિ પ્રાચીન અને પ્રભાવશાળી પરમાત્મા 42 વર્ષ પછી સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને કારણે  દર્શન-વંદન- પૂજન માટે તેના દ્વાર મોકળા થયા છે. 

સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાના મુખ્ય અંશ નીચે પ્રમાણે છે.

1. આ અપીલના અંતિ પરિણામને આધીન મંદિર અને મૂર્તિનું સંચાલન શ્વેતામ્બરી સંપ્રદાયનું રહેશે.

2. દિગંબરી સંપ્રદાયને 1905માં પક્ષકારો વચ્ચે થયેલા કરાર મુજબ મૂર્તિની પૂજા કરવાની છૂટ આપવામાં આવશે પરંતુ મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના અને

3. શ્વેતામ્બરી સંપ્રદાય મૂર્તિના કોઈપણ ઘસારાને અટકાવવા અને તેની જાળવણી અને યોગ્ય સારસંભાળના હેતુ માટે મૂર્તિ પર જરૂરી પ્લાસ્ટર (લેપ) હાથ ધરવા માટે સ્વતંત્ર રહેશે.

આ ચૂકાદાનો સ્પષ્ટ અર્ત થાય છે કે આજની તારીકમાં માત્ર મંદિર જ નહીં પણ શ્રી અતંરીક્ષ પાર્શ્વનાથ  ભગવાનનની મૂર્તિનો વહીવટ પણ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના હાથમાં રહેશે. આ ચુકાદામાં દિગંબર સંપ્રદાયને કોઈ વહવીટી અધિકારો આપવામાં આવ્યા નથી. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને મૂર્તિના વહીવટના જે અધિકારો આપવામાં આવ્યા છે તેમાં મૂર્તિનો લેપ ક્યારે કરવો?,  કેવી રીતે કરવો? તેના અધિકારનો પણ સમાવેશ થઈ જાય છે. તો પણ આ બાબતમં કોઈ શંકા ન રહે તે માટે તેની સ્વતંત્ર છણાવટ ક્રમાંક (3)માં કરવામાં આવી છે.

2. મંદિરના અને મૂર્તિના સુવાંગ વહીવટી અધિકારો શ્વેતામ્બરોને આપ્યા પછી સર્વોચ્ચ અદાલતે ક્રમાંક (2)મં દિગંબરોના અધિકારોનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમ જણાવાયું છે કે દિગંબર સંપ્રદાયને 1905માં પક્ષકારો વચ્ચે થયેલા કરાર મૂજબ મૂર્તિની પૂજા કરવાની છૂટ આપવામાં આવશે પરંતુ તેમાં પણ એક અપવાદ સુપ્રીમ કોર્ટના આદેશમાં જ રાખવામાં આવ્યો છે. આ અપવાદ છે. પરંતુ મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના તેનો સ્પષ્ટ મતલબ થાય છે કેે દિગંબરો તેમના નક્કી કરવામાં આવેલા વારામાં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પૂજા જરૂરથી કરી શકે છે પણ તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના જ તેમણે પૂજા કરવાની રહેશે.

શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ તેના મૂળ સ્વરૂપમાં કછોટા, કંદોરા, ચક્ષુ, ટીકા અને મુગટ સહિતની શ્વેતામ્બર મૂર્તિ હોવાથી દિગંબરો તેમાં કોઈ પણ જાતની છેડછાડ કર્યા વિના જ પૂજા કરી શકશે તેવો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. 1905માં જે કોઈ કરાર થયો હતોય કે તેમાં કોઈ પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય તેનાથી સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના દિગંબરો તેમના વારામાં પૂજા કરવાને હક્કદાર છે. સુપ્રીમ કોર્ટના આ સ્પષ્ટ આદેશ પછી દિગંબરો તેમના વારામાં ભગવાનના ચુક્ષ કાઢી શકશે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટે તેમનો મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના પૂજા કરવાનો હક્ક જ માન્ય કર્યો છે.

(3) સુપ્રીમ કોર્ટના આદેશના ક્રમાંક (3)માં જણાવ્યા મુજબ શ્વેતામ્બર સંપ્રદાય મૂર્તિના કોઈ પણ ઘસારાને અટકાવવા અને તેની જાળવણી અને યોગ્ય જાળવણીના હેતુ માટે મૂર્તિ પર જરૂરી પ્લાસ્ટર (લેપ) હાથ ધરવા માટે સ્વતંત્ર રહેશે. આ આદેશ દ્વારા સુપ્રીમ કોર્ટે શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને તેમની પરંપરા મુજબ મૂર્તિનો લેપ કરવાનો અધિકાર માન્ય રાખ્યો છે.

દિગંબરભાઈઓએ સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાને સન્માન આપીને 42 વર્ષથી પાંજરામાં પૂરાયેલા પરમાત્માને મુક્ત થવા માટે જે અનુકૂળતાઓ ઊભી થઈ છે તેમાં પૂરેપરી સહાય કરવી જોઈએ.  તેના બદલે તેમના દ્વારા તાળાઓ તોડી નાંખવામાં આવે, લેપના કાર્યમાં વિઘ્ન મૂકવામાં આવે તે સર્વોચ્ચ અદાલતના આદેશ પર કન્ટેમ્પટ ઓફ કોર્ટ ગણાશે. અને આ બધું જ વીડિયો રેકોર્ડિંગ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ઊપલબ્ધ છે. 

વાશીમના સરકારી અધિકારીઓએ પણ સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પ્રમાણે શ્વેતામ્બરોને આ પ્રભુનો લેપ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે પૂરેપૂરો સહકાર આપવો જરૂરી છે. 

દિગંબરોએ સર્વોચ્ચ અદાલતમાં પણ આ આદેશ આવ્યા પછી એક રીવ્યૂ પિટિશન (આઈએ) દાખલ કરેલી છે. જેમાં પાના નં.4 ઉપર લખવામાં આવ્યું છે કે આ પ્રતિમાને અમે પૂજનીય નથી માનતા અને તેથી તેની પૂજા કરવી તે અમારા માટે વ્યાજબી નથી.  જો આમ જ હોય તો પછી આટલી કનડગત શા માટે છે તેઓ પણ પ્રભુ વીરના સંતાન છે તો પછી સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને માન્ય કરીને લેપની વ્યવસ્થામાં પૂર્ણ સહકાર આપવો જોઈએ.

આપણે બધા પ્રભુને પ્રાર્થના કરીએ કે શીરપુરમાં શાંતિ પ્રવર્તે અને પરમાત્માની નાદ અને જ્યોતિની જે પ્રતિષ્ઠા થઈ છે તે પ્રાણાગ્નિને પ્રક્ષાલ દ્વારા વધુ પ્રજવલિત કરવામાં આવે. અને સકળ શ્રી સંઘમાં શાંતિ – સમાધિ અને અમનનું વાતાવરણ પુનઃ પ્રતિષ્ઠિત થાય.

પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, માતુશ્રી મધુબેન ચંદ્રકાંતભાઈ શેઠ, નંદપ્રભા પરિવાર ઓટોલેક ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિ. કલકત્તા, પશ્ચિમ બંગાળના દ્વારા ‘સર્વોદય ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ’, પઢેગાંવ, વર્ધા ખાતે પશુ આશ્રયસ્થાન(પશુ શેડ)નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો ઉદઘાટન સમારંભ 19 માર્ચે, રવિવારનાં રોજ સવારે 10 વાગ્યે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વર્ધા લોકસભાનાં સાંસદ રામદાસજી તડસ અધ્યક્ષ સ્થાને રહેશે. કાર્યક્રમમાં મુંબઈ, મહારાષ્ટ્રનાં ગૌશાળા મહાસંઘનાં સંયોજક વિજયભાઈ વોરા અને ડૉ. સુનિલજી સૂર્યવંશી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ પશુ શેડનાં નિર્માણ માટે આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં અધ્યક્ષ જયેશભાઈ જરીવાલા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આ કાર્યક્રમ અંગે વિશેષ માહિતી માટે ‘સર્વોદય ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ’, પઢેગાંવ, વર્ધાનાં અધ્યક્ષ વસંતભાઈ પંચભાઈ (મો. 9822222155, 8888111175) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ગૌમાતાનાં શેડનું ભૂમિ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. “શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”, મુંબઈની પ્રેરણાથી નંદપ્રભા પરિવાર દ્વારા ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’ નાગપુર માટે અનુદાન કરાયું. નંદપ્રભા પરિવાર દ્વારા વડીલ ધીરુભાઈ નંદલાલ શેઠની 11મી પુણ્યતિથિ નિમિત્તે નંદપ્રભા પરિવારે શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થાને પાણીનાં કુંડ માટે અનુદાન કર્યું હતું.

બાલાજી મિત્ર મંડળ દ્વારા સ્વ. જશંવતીબેન ભુપતભાઈ ખખ્ખરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીતે જીવદયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધોમધખતાં તાપમાં અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. જીવદયા પ્રેમીઓને “વહેલા તે પહેલા’ ના ધોરણે વિનામુલ્યે ચકલીના માળા, પક્ષીઓને પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજની પાછળ, રાજકોટ ખાતે તા.૧૯/૦૩/૨૦૨૩, રવીવારના રોજ સવારે ૦૯-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી બાલાજી મિત્ર મંડળ દ્વારા કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેષભાઈ ખખ્ખર (બાલાજી), મિત હિતેષભાઈ ખખ્ખર, ધર્મેશભાઈ સોઢા, શ્યામભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, મીતભાઈ શીંગાળા, નિર્મલભાઈ ઝાલાવડીયા, ધાર્મિકભાઈ ઝાલાવડીયા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમિપભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચા, પાર્થભાઈ લાલચેતા, સિધ્ધાર્થભાઈ ચૌહાણ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 • દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
 • ઉનાળાની ગરમીની સિઝનમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત
 • જાહેર જનતાને રકતદાન કરવા તથા માં અમૃતમ કાર્ડ કેમ્પનો લાભ લેવા અપીલ.રકતદાન કેમ્પ તથા માં અમૃતમ્ કાર્ડ કેમ્પનો લાભ લેવા અપીલ

પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રક્તદાન કરી અમૂલ્ય માનવ દર્દીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે.બાલાજી મિત્ર મંડળ દ્વારા સ્વ. જશંવતીબેન ભુપતભાઈ ખખ્ખરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીતે સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજની પાછળ, રાજકોટ ખાતે તા. ૧૯/૦૩/૨૦૨૩, રવીવારના રોજ સવારે ૦૯૦૦ થી ૦૧૦૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. રકતદાન કેમ્પની સાથોસાથ ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે માં અમૃતમ કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાને રકતદાન કરવા તથા માં અમૃતમ કાર્ડ કેમ્પનો લાભ લેવા બાલાજી મિત્ર મંડળના હિતેશભાઈ ખખ્ખર તથા મિત હિતેષભાઈ ખખ્ખર દ્વ્રારા અપીલ કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખુબ ઓછી સંખ્યામાં આવે છે. ઉનાળાની ગરમીની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં

જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે હિતેષભાઈ ખખ્ખર (બાલાજી), મિત હિતેષભાઈ ખખ્ખર, ધર્મેશભાઈ સોઢા, શ્યામભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, મીતભાઈ શીંગાળા, નિર્મલભાઈ ઝાલાવડીયા, ધાર્મિકભાઈ ઝાલાવડીયા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમિષભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચા, પાર્થભાઈ લાલચેતા , સિધ્ધાર્થભાઈ ચૌહાણ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

આ કેમ્પની વિશેષ માહિતી માટે મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુંછે.

રકતદાન જીવનદાન”

ભગવાન કા દિવ્ય અલ્પ નહિ હોતા..

રકતદાનકા કોઈ વિકલ્પ નહિ હોતા..

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની રજૂઆતને સફળતા

રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ટેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા સમગ્ર ભારતના તમામ રાજયો, તમામ શહેરો, જીલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય કક્ષાએ કોઈપણ અબોલ પશુ-પક્ષી, સ્થળ ઉપર નિઃશુલ્ક સારવારના અભાવે મૃત્યુ ન પામે તે માટે તમામ રાજય સરકારશ્રીઓ તેમજ જીલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ રજૂઆતો ઘણાં વર્ષોથી સતત કરવામાં આવી રહી છે. આનંદની વાત છે કે અત્યાર સુધીમાં ૮ રાજયોમાં આ પ્રકારની નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાઓ જે—તે રાજય સરકારોએ શરૂ કરી છે, આ શૃંખલામાં એક વધુ ઉમેરો થયો છે. મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારની સેવાઓ શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ૧ એપ્રિલ-૨૦૨૩ થી નિઃશુલ્ક એનિમલ સારવાર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે. પશુપાલન વિભાગે એમ્બ્યુલન્સમાં ડોકટર, કમ્પાઉન્ડર, ડ્રાઈવર સહિત કોલ સેન્ટર માટે ૧૨૩૮ લોકોને રોજગારી આપી છે. એમ્બ્યુલન્સમાં જરૂરી તમામ સુવિધાઓ હશે. પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પ્રેમસિહ પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં મળેલી પશુપાલન વિભાગની સલાહકાર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સમિતિના સભ્યો ધારાસભ્ય શ્રી સીતારામ, વિજય રાઘવેન્દ્રસિંહ, સુશ્રી ચંદ્રભાગા કિરાડે તથા અગ્ર સચિવ પશુપાલન અને ડેરી વિભાગ શ્રી ગુલશન બામરા, મિલ્ક ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર શ્રી તરૂણ રાઠી, નિયામક ડો. આર.કે. મેહિયા અને પોલ્ટ્રી ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર એચ.બી. ભદોરીયા ઉપસ્થિત રહયાં હતાં. મધ્યપ્રદેશમાં નિઃશુલ્ક એનિમલ સારવાર એમ્બ્યુલન્સ જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા પશુપાલનમંત્રીશ્રી પ્રેમસિંહ પટેલનો આભાર શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન) નાં મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, વિષ્ણુભાઈ ભરાડ સહીતનાની ટીમે વ્યકત કર્યો હતો.

 • વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો
 • વૃક્ષમ શરણં ગચ્છામી

“વિશ્વ વન દિવસ” દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાય શકે છે પણ પ્રાણીઓ !

આપણે દિવસે દિવસે જંગલો કાપીને પ્રાણીઓના નિવાસ સ્થાન છીનવી રહ્યા છીએ અને એ કશું કહેતા પણ નથી. હા એક વાત છે આપે એ તો જોયું જ હશે કે હમણાં હમણાં વન્ય જીવોના કોઈ ગામમાં કે શહેરમાં પ્રવેશ કરવાના કિસ્સા હવે પહેલા કરતા વધુ થઈ રહ્યા છે. અહીં એમ કહેવાય છે કે વન્યજીવોએ કોઈ ગામમાં,વિસ્તારમાં ઘુષણખોરી કરી છે પરંતુ ખરી વાત તો એ છે કે મનુષ્યએ એના ઘરમાં ઘુષણખોરી કરી છે, કારણ કે વધતા જતા આધુનિકરણની પાછળ અહીં તહીં બંગલા, ઓફિસો બનાવવામાં વૃક્ષો કાપતા જઈએ છીએ. શહેરો લંબાતા જાય છે અને ગામડાઓ એમાં વિલીન થતા જાય છે. રોજ રોજ નવા રોડ રસ્તા બનાવવામાં, ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવામાં કેટકેટલાં વૃક્ષોનો ભોગ લેવાય રહ્યો છે.

પર્યાવરણની જાળવણી માં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષીને પ્રાણવાયુ આપે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે. જ્યાં ઈલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. 50 વર્ષોમાં એક ઝાડ કુલ 17.50 લાખ ઓકિસજનનું ઉત્પાદન કરે છે, 35 રૂપિયાના પ્રદુષણનું નિયંત્રણ, 3 કિલો કાર્બનડાયોક્સાઈડનું શોષણ, 41 લાખ રૂપિયાના પાણીનું રીસાયકલીંગ, 3% તાપમાનમાં ઘટાડો કરે છે. એક વયસ્ક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદુષણ ને 300 ઝાડ મળીને શોષી શકે છે. 

 • વન દિવસથી જ વન અને વન્યજીવો પ્રત્યે સૌમાં કરુણા ઉત્પન્ન થાય તેમજ પર્યાવરણીય સંપત્તિની જાળવણી થઈ શકે જેથી પૃથ્વી પરના સર્વે જીવો સુખેથી જીવન જીવી શકે.

   -મિત્તલ ખેતાણી (મો. 98242 21999)