દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
દિવાળીનાં તહેવારોમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત
રઘુવીર સેના દ્વારા દર મહિને અલગ અલગ સ્થળોએ એક રકતદાન કેમ્પ કરાશે.
સાથમાં જ થેલેસેમિયા પીડિત બે દીકરીઓને દિવાળીના પાવન પર્વ નિમિતે સાયકલની ભેટ આપવાં આવશે.

પ્રવર્તમાન દિવાળીનાં તહેવારોનાં સમયમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે, જીતુલભાઈ કોટેચા, સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ/અક્ષરમાર્ગ કોર્નરનો ચોક, રાજકોટ ખાતે તા. ૩૦/૧૦/૨૦૨૧, શનીવારના રોજ સાંજે ૫-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની કોરોના કાળની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. દિવાળીના તહેવારોમાં તો રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફના આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોના જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રકતદાન કેમ્પની સાથે સાથે ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ડાયાબીટીસ અને બ્લડપ્રેશર નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ તેમજ કીડનીના રોગોની જાગૃતિ તથા અંગદાન-ચક્ષુદાન-દેહદાન સંકલ્પ કેમ્પ પણ કરવામાં આવશે. સાથમાં જ થેલેસેમિયા પીડિત બે દીકરીઓને દિવાળીના પાવન પર્વ નિમિતે સાયકલની ભેટ આપવાં આવશે.સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેના દ્વારા દર મહિને અલગ અલગ સ્થળોએ એક રકતદાન કેમ્પ કરાશે. થેલેસેમીયા પીડીત બાળકોને આશીર્વાદ આપવા જાહેર જીવનનાં તેમજ જ્ઞાતીશ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ સેવાયજ્ઞ અંગે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા તેમજ ટિમની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ છે.
સમગ્ર આયોજન અંગે અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેના–રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, જનકભાઈ કોટક, થેલેસેમીયા પેરેન્ટસ એસોસીએશનનાં જીતુલભાઈ કોટેચા તેમજ દિપાબેન કોટેચા, સંજયભાઈ કકકડ, કનુભાઈ હિન્ડોચા, નલીનભાઈ તન્ના, ભરતભાઈ કોટક, ગૌરાંગભાઈ રમેશભાઈ ઠકકર, ચંદુભાઈ રાયચુરા, બાલાભાઈ સોમૈયા, દિપકભાઈ રાજાણી, ધર્મેશભાઈ કકકડ, ધીરુભાઈ કાનાબાર તેમજ સાથી ટીમ અને યુવા રઘુવીર સેનાનાં કલ્પેશ પલાણ, હિરેન વડેરા, થેલેસેમીયા પીડીત બાળકો ડો. ૨વી ધાનાણી, જય કોટેચા, ધર્મેશ રાયચુરા, પ્રિયાંશી કોટક સહીતના સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયાં છે. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરાશે અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેના દ્વારા દર મહિને અલગ અલગ સ્થળોએ એક રકતદાન કેમ્પ કરાશે.
આ રકતદાન કેમ્પની વિશેષ માહિતી અંગે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલભાઈ કોટેચા (મો. ૯૩૭૪૧ ૫૪૦૦૦) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *