હાલમાં પણ સમાજનો મોટો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી બનેલું છે એટલે શાકાહારી છે.જો એ સેલ હોય તો તો એને નરી આંખે પણ ન જોઈ શકાતું હોત કારણ કે કોષ(સેલ)ને જોવા માટે માઇક્રોસ્કોપની આવશ્યકતા રહે છે, પરંતુ ઈંડાને જોવા માટે નરી આંખો કરવાની કે માઇક્રોસ્કોપની જરૂર પડતી નથી.
હકીકતમાં જે લોકો ઇંડાનું સેવન કરે છે એ જુદી જુદી વાતો દ્વારા એ સાબિત કરવા માંગે છે કે ઈંડુ એ શાકાહારી છે કારણ કે એ એક કોષીય જીવ છે અર્થાત ઈંડુ ફક્ત સ્ત્રી કોષથી જ બનેલું છે એટલે કે એ માત્ર કુકડીનું બનેલું છે.
દરેક સ્ત્રીને માસિક થાય છે. મનુષ્યને દર મહિને થાય છે જ્યારે કુકડીને અમુક નિશ્ચિત સમય બાદ અમુક પ્રકારે માસિક થાય છે. અપરિણિત સ્ત્રીને દર મહિને માસિક થાય છે જ્યારે પરિણીત સ્ત્રીને સમાગમ બાદ જો ગર્ભ રહે તો માસિક આવતું નથી. કુકડીને પણ એવું જ હોય છે. ઈંડા અંગે જે કોઈ દલીલો કરવામાં આવે છે એમાં ખરેખર એવું છે કે જો ઈંડુ એ ફક્ત એક જ સેલથી બનેલું હોય એટલે કે સ્ત્રી સેલ મતલબ કુકડીનાં સેલથી બનેલું હોય તો ઈંડા ખાનાર લોકો જાગૃત થઈ જાવ તમે કુકડીનું માસિક ખાઈ રહ્યા છો અને જો ઈંડુ બે સેલનું હોય એટલે કે મેલ અને ફિમેલનું તો તમે કૂકડા અને કુકડીનાં સમાગમ પછી બનેલું એક અવિકસિત જીવ ખાઈ રહ્યા છો. ઈંડા ખાનાર વ્યક્તિઓ જાગૃત થઈ જાવ અને અન્યોને પણ જાગૃત કરો. શાકાહારી બનો.

ઈંડું , પોષણનાં નામે મીંડું. – માંસાહાર સર્વ નાશાહાર

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *