પ્રાણીઓ સામેના અન્યાય સામે લડવા માટે પશુ સંરક્ષણ કાયદાને સમજવું અનિવાર્ય છે. FIAPO  (ફેડરેશન ઓફ ઇન્ડિયન એનીમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન) નાં ‘ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ’ દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીપલ ફોર એનીમલ્સનાં ગૌરી મૌલેખી મુખ્ય વક્તાની ભૂમિકા ભજવશે. જે ભારતમાં પ્રાણી કલ્યાણના કાર્યમાં સૌથી પ્રખ્યાત વ્યક્તિઓમાંની એક છે, જેમાં તે FIAPO  (ફેડરેશન ઓફ ઇન્ડિયન એનીમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન) ના કાનૂની મેનેજર વર્ણિકા સિંઘ સાથે પ્રાણીઓની સંરક્ષણની વાત કરશે. આ વેબીનારમાં પ્રાણી ક્રૂરતાના અર્થને સમજવું અને પ્રાણી ક્રૂરતાના વિવિધ કૃત્યોને ઓળખવા, ક્રૂરતાના કેસની જાણ કરવી અને તેને અંત સુધી અનુસરવું, કટોકટીના પ્રકારો – આપત્તિ, પ્રાણીઓ પર લાદવામાં આવેલી ક્રૂરતા, કેદ, માનવ-પ્રાણી સંઘર્ષો, જેમ કે ઘણા રેસીડેન્શીયલ વેલફેર એસોસિએશન દ્વારા નોંધાયેલા માનવ-કૂતરાના સંઘર્ષ, માનવ-વન્યજીવન સંઘર્ષ, વગેરે અને આવા સંજોગોમાં માનવ તરીકે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો વગેરે બાબતો વિષે શીખવવામાં આવશે. કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, વ્યાવસાયિકો અથવા કોઈપણ વ્યક્તિ આ વેબિનારમાં હાજરી આપી શકે છે. આ વેબીનારમાં જે કોઈ પ્રાણીઓના રક્ષણ અને સહ-અસ્તિત્વમાં માનતા હોય તે સૌ આ વેબીનારમાં જોડાઈ શકશે. આ જાહેર વેબિનાર 26 ઓગસ્ટ, શુક્રવારનાં રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી ગુગલમિટ https://meet.google.com/sdq-txae-svk પર યોજવામાં આવશે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *