ગૌ ટેક કે જે નવા ભારતને સાકાર કરવામાં એક અત્યંત મહત્વનો ભાગ ભજવશે તેમાં દરેક વ્યકિતને એકવખત અચૂક મુલાકાત લેવા ડો. વલ્લભભાઇ કથીરીયા એ આગ્રહભરી વિનંતી કરી છે.
આજરોજ કચ્છના નખત્રાણા ખાતે ચાલી રહેલી શ્રી મોરારીબાપુની રામકથા માં ડો. વલ્લભભાઈ કથીરીયા એ હાજરી આપી અને કથા શ્રવણનો લાભ લીધો. સાથે સાથે ત્યાં આરતીનો લાભ મેળવવા પણ તેઓ ભાગ્યશાળી બન્યા. અને આ તકે રાજકોટ માં યોજાનાર ભવ્ય ” ગૌ ટેક એક્સ્પો – ૨૦૨૩” વિશે પણ બાપુ સાથે ચર્ચા વિચારણા કરી અને શ્રી મોરારિબાપુ ને ત્યાં પધારવા ભાવભીની વિનંતી કરેલી.
આ સમયે વલ્લભભાઇ સાથે મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને ભાજપા અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી પણ આમંત્રણ પાઠવવા ઉપસ્થિત રહેલા.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *