
ગૌ માતા જેમનું આપણી સંસ્કૃતિ માં એક આગવું મહત્વ છે અને ગાય ને એક પશુ નહિ પણ માતા તરીકે પૂજવામાં આવે છે તેનું જતન કરવા અને જાહેર જનતા તથા દરેક નાના – મોટા ગૌ સંવર્ધન માટે જાગૃતતા લાવે તેના માટે ગૌ ટેક એક્સ્પો કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ડો. વલ્લભભાઈ કથિરીયા આજરોજ ભુજ ખાતે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજર રહી ગૌ ટેક વિશે માહિતી આપી અને ત્યાં ઉપસ્થિત રહેવા આગ્રહભર્યું આમંત્રણ પાઠવેલુ. આ તકે ભાજપ અગ્રણી ચેતનભાઈ રામણી પણ હાજર રહેલ.