ડૉ. વલ્લભભાઈ કથીરિયા, અંકિત કાલે, લક્ષ્મી ઠાકરે, પુરીશ કુમાર , અમિતાભ ભટ્ટનાગર તથા મિતલ ખેતાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
ગૌ ઉદ્યોગ ક્રાંતિ ગૌ ઉત્પાદકોને ખૂબ આર્થિક લાભ આપી રહી છે. તેમાં સ્વસ્થ અને સમૃદ્ધ ભારત સાથે “આત્મનિર્ભર ભારત” બનાવવાની વિશાળ ક્ષમતા પણ છે. ગાય ઉત્પાદનોનું નિર્માણ અને તેનો ઔદ્યોગિક ઉપયોગ વૈશ્વિક પર્યાવરણને અનુકૂળ અને વિકાસને સુનિશ્ચિત કરી શકે છે. જી.સી.સી.આઈ (ગ્લોબલ કંફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ) એ ગાય સંબંધિત વિવિધ પરિમાણો પર કામ કરવા માટે 33 વિભાગો બનાવ્યા છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા જી.સી.સી.આઈનાં સંસ્થાપક છે. વિશ્વ સમક્ષ સંશોધન કરીને હકીકતો રજૂ કરવા માટે જી.સી.સી.આઈ એ આધુનિક અભિગમ અને ટેકનોલોજી સાથે ભારતીય ગાય અને તેના દૂધ તેમજ પંચગવ્ય પર સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જી.સી.સી.આઈ – ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌ આધારિત દંત મંજન અને મચ્છર અગરબત્તી નિર્માણ માટે ઓનલાઈન શિક્ષણ આપવા વેબીનારનું આયોજન તા. 18 ડિસેમ્બર , રવિવારનાં રોજ સવારે 11 -00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. જેમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયા, અંકિત કાલેજી, લક્ષ્મી ઠાકરેજી (ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર ,દેવલાપર, નાગપુર) પુરીશ કુમાર , અમિતાભ ભટ્ટનાગર તથા મિતલ ખેતાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રશિક્ષણનું આયોજન ગૂગલ મીટ પર કરવામાં આવ્યું છે. જેનાં માટેની લિન્ક : https://meet.google.com/sys-kfzg-fin છે. પ્રશિક્ષણ વેબીનારમા સૌને જોડાવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૌ સાહસિકતાના આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ગૌશાળાઓ અને ગૌ ઉદ્યોગ સાહસિકોને આ તાલીમ કાર્યક્રમમાં સાથે જોડવા GCCI (ગ્લોબલ કંફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા વિનંતી કરવામાં આવી છે. જેથી ગૌપાલકોની આવકમાં વધારો થાય અને ગૌશાળા/પાંજરાપોળને સ્વાવલંબી બનાવી શકાય. આ અંગેની વધુ માહિતી માટે GCCIનાં પુરીશ કુમાર (મો. 88535 84715) , મિતલ ખેતાણી (મો. 98242 21999), અમિતાભ ભટ્ટનાગર (મો. 80742 38017) તથા નીરજ (મો. 8308694509)નો સંપર્ક કરવા જણાવાયું છે.
