થોડા દિવસો બાદ બીજા ૧પ૦ જેટલા મરધાનાં જીવોને નીભાવ ખર્ચ સાથે મૂકવામાં આવશે.
આજરોજ ર૬ મી જાન્યુઆરી ર૦રર, બુધવારનાં ૭૩ માં ગણતંત્ર દીવસે જીવદયા ગ્રુપ રાજકોટ દવારા દાતાશ્રીઓનાં સહયોગથી પ્રથમ રાઉન્ડમાં ૩૦૦ મરધાના અબોલ જીવ નિભાવ ખર્ચ સાથે મૂકવામાં આવ્યા. થોડા દીવસો બાદ બીજા ૧પ૦ મરધાના અબોલ જીવ નિભાવ ખર્ચ સાથે મૂકવામાં આવશે. સેો જીવદયા કાર્યકર્તા ભાઈઓ બહેનોએ આ મરધાના અબોલ જીવોને શાતા મળે તેવી પ્રાર્થના કરી હતી. આ સમયે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં મેનેજર શ્રી અરૂણભાઈ દોશી દવારા સર્વે કાર્યકર્તાઓ તથા જીવદયા ગ્રુપને આશીર્વાદ પાઠવી કાર્યક્રમનું બીડુ ઝડપનાર હીતેશભાઈ દોશીનુ હાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ અને વિમલભાઈ શેઠને શુભેેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પ્રકાશભાઈ મોદી, હિતેશભાઈ દોશી,હર્ષદભાઇ મહેતા, વિરેન્દ્રભાઈ સંઘવી, નિરવભાઈ સંઘવી,ભરતભાઈ બોરડીયા,વિમલભાઈ શેઠ, મેહુલભાઈ સંઘવી, પારસભાઈ મોદી,હીંમાશુભાઈ ચીનોય, નિલેશભાઈ ગાંધી,કીર્તિભાઈ પારેખ, કલ્પેશભાઈ આહયા, રાજુભાઈ મોદી, આરતીબેન દોશી, હીનાબેન સંઘવી, હેમાબેન મોદી, જીજ્ઞાબેન મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી અંતમાં પ્રજાસતાક દીનની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્રગીતનું ગાન સાથે ભારતમાતા કી જયના નારા સાથે જીવદયા કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં સર્વે હોદેદારો તથા કામ કરતા કર્મચારીઓનો આ તબકકે જીવદયા ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે.
