- કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે , રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા , MSME મંત્રી ઓમપ્રકાશ શાખલેચા , MSME આસિસ્ટન્ટ ડિરેક્ટર રામાવતાર સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
ભારતીય સમાજમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયનાં છાણ-મૂતર પણ પવિત્ર હોય છે. છાણ દ્વારા લીપેલાં ઘરોમાં પ્લેગ, કોલેરા વગેરે જેવા ભયંકર રોગો થતા નથી. યુદ્ધનાં સમયે ગાયનાં છાણથી લીપેલાં મકાનો પર બોંબની પણ એટલી અસર થતી નથી જેટલી સિમેન્ટ વગેરેથી બનાવેલાં મકાનો પર થાય છે. ગાયનાં છાણમાં ઝેર ખેંચી લેવાની વિશેષ શક્તિ હોય છે. મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. આજનાં અર્થપ્રધાન યુગમાં દેશી ગાયના દૂધ, દહીં, ઘી તેમજ ગૌમૂત્ર અને ગોબરનો વિશેષ મહિમા છે.
ગૌ ઉદ્યોગ ક્રાંતિ ગૌ ઉત્પાદકોને ખૂબ આર્થિક લાભ આપવી રહી છે. તેમાં સ્વસ્થ અને સમૃદ્ધ ભારત સાથે “આત્મનિર્ભર ભારત” બનાવવાની વિશાળ ક્ષમતા પણ છે. ગાય ઉત્પાદનોનું નિર્માણ અને તેનો ઔદ્યોગિક ઉપયોગ વૈશ્વિક પર્યાવરણને અનુકૂળ અને વિકાસને સુનિશ્ચિત કરી શકે છે. GCCI (ગ્લોબલ કંફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) એ ગાય સંબંધિત વિવિધ પરિમાણો પર કામ કરવા માટે 33 વિભાગો બનાવ્યા છે. વિશ્વ સમક્ષ સંશોધન કરીને હકીકતો રજૂ કરવા માટે GCCI એ આધુનિક અભિગમ અને ટેકનોલોજી સાથે ભારતીય ગાય અને તેના દૂધ પર સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ગૌ ઉદ્યોગ ક્રાંતિનો આર્થિક લાભ દરેક ગાય ઉદ્યોગસાહસિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) , લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME), ખાદી વિકાસ ગ્રામોધ્યોગ (KVIC) અને વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ સાથે MSME દિવસ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ) પર 27મી જૂન, સોમવારનાં રોજ સાંજે 6 વાગ્યે વૈશ્વિક સ્તરે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વેબીનારમાં ભારત સરકારમાં પશુપાલન અને ડેરી મંત્રી પરસોતમભાઈ રૂપાલા, MSME મંત્રી નારાયણ રાણે , GCCIના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા, MSME મંત્રી ઓમપ્રકાશ શાખલેચા, MSME આસિસ્ટન્ટ ડિરેક્ટરરામાવતાર સિંહ દ્વારા માર્ગદર્શન આપવમાં આવશે. MSME અધિકારીઓ સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે ગૌ ઉત્પાદકોને જણાવશે જે ગાય આધારિત ઉદ્યોગસાહસિકોને,પંચગાવ્ય નિર્માતાઓ,સ્વાવલંબન તરફ અગ્રેસર ગૌ શાળાઓ-પાંજરાપોળો, પશુ પાલકોને સફળ થવા માટે મદદરૂપ થશે. ખાદી ગ્રામોધ્યોગ અને વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના અધિકારીઓ આ નવા ઉદ્યોગને આકાર આપવા તેમની નીતિઓ રજૂ કરશે.

ગૌ ઉદ્યોગ સાહસિકતા પરનાં વેબીનાર માટે લિન્ક: bit.ly/GTU_CowEntrepreneurship પર 27 જૂન, સોમવાર સાંજે 6 કલાકે સૌને જોડાવા જણાવાયું છે. આ વેબીનાર માટે ટેકનોલોજી પાર્ટનર તરીકે GTU – ગૌ અનુસંધાન યુનિટ પોતાની સેવા આપશે.
આ આંતરરાષ્ટ્રીય વેબીનાર અંગેની વિશેષ માહિતી મેળવવા માટે પુરીષ કુમાર (મો. 8853584715) , અમિતાભ ભટનાગર (મો. 8074238017), મિતલ ખેતાણી (મો. 9824221999) નો સંપર્ક કરવા જણાવાયું છે.