
ગાયમાતા ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને દેવત્વનું પરમ પવિત્ર પ્રતિક છે. ગાયમાતાના માનવ જાતિ ઉપર અન્નય ઉપકારો છે. ગાયને માતા અને દેવતુલ્ય માનવામાં આવે છે. “માતવે રક્ષતિ” એવા દિવ્યા ભાવથી પ્રાર્થના કરવામાં આવી છે. જેમની મહિમા અપાર છે એવી ગાય માતા માટે પ.પૂ. હરિકૃષ્ણદાસજી સ્વામી (શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વર) ના વરદ હસ્તે તથા શ્રી મા કામધેનુ નિવાસ (નિવ ફાઉન્ડેશન), શ્રી કૃપાબેન પુરોહિત તથા શ્રી મીનાબેન દાવડા (શ્રી માનવતા ગૌશાળા) અને કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત)ના યજમાન પદે ‘નૂતન ગૌવર્ધન ગૌશાળા’ નું ઉદઘાટન શ્રાવણ વદ–૪, બોળચોથ, તા. ૨૬ ઓગષ્ટને ગુરૂવારના રોજ ગૌપૂજન સવારે ૧૦–૦૦ કલાકે, ગૌશાળા ઉદઘાટન સવારે ૧૦–૩૦ કલાકે, ગૌયજ્ઞ બીડા હોમ સાંજે ૪-૦૦ ક્લાકે રાખવામાં આવ્યું છે. આ ઉદઘાટનમાં સૌ ગભકતોને પધારવા માટે ગોવર્ધન ગૌશાળા (દ્દોણ) તા. ગીર ગઢડા, જી–ગીર સોમનાથ, કેશવભાઈ મુંજાણી (મો.૯૬૩૮૩ ૭૦૨૯૦), હસુભાઈ તૈલી (મો.૯૪૨૭૭ ૩૮૪૭૫), ગોરધનભાઈ ધાનાણી (મો.૯૦૯૯૨ ૯૫૮૭૫), નવનીત સાવલીયા (મો. ૯૦૯૯૩ ૧૦૭૬૭) દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.