
વાર્ષિક ૧૧ કર્તવ્યો
૧. સંઘ પૂજા : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના તીથકર ભગવંતો કરે છે અને તેઓ ખુદ પણ શ્રી સંઘને નમસ્કાર કરે છે. શ્રી સંઘની યશાશક્તિ પૂજા કરવી જોઈએ.
૨. સાધર્મિક ભક્તિઃ સાધર્મિકના આધારે જ ધર્મ ટકે છે. તેથી તેમની ભક્તિ વિશેષ પ્રકારે કરવી જોઈએ. ત્રાજવાનાં એક પલ્લામાં જીવનમાં કરેલો તમામ ધર્મ મૂકવામાં આવે અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિ મૂકવામાં આવે તો સાધર્મિક ભક્તિનું પલ્લું નમી જાય છે.
૩. યાત્રા ત્રિક: ત્રણ પ્રકારની યાત્રા કરવી જોઈએ. અષ્ટનિકા યાત્રા એટલે જિનેશ્વર પ્રભુની ભક્તિ સ્વરૂપ અઠ્ઠાઈ ઉત્સવ વગેરે. રથયાત્રા એટલે સુશોભિત રથમાં પ્રભુને બિરાજમાન કરી સામૂહિક શોભાયાત્રા કરવી અને તીથયાત્રા એટલે વિધિપૂર્વક સ્થાવર તીથની યાત્રા.
૪. સ્નાત્ર મહોત્સવઃ તીથકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે દેવો મેરૂ પર્વત પર જઈને પરમાત્માના જન્મ મહોત્સવની ઉજવણી કરે છે. મેરૂ શિખર પર દેવોએ પ્રભુને કરેલ અભિષેકની પ્રતિકૃતિ સ્વરૂપ સ્નાત્ર મહોત્સવ કરવો તે શ્રાવક- શ્રાવિકાનું કર્તવ્ય છે.
૫. દેવદ્રવ્યની વૃદ્ધિ ધનની આસક્તિ ઓછી થાય તે માટે દેવની ભક્તિ સ્વરૂપે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનો ઉપયોગ જિનાલય તેમ જ જિનપ્રતિમા માટે જ કરી શકાય છે.
૬. મહાપૂજા : ઉત્તમ દ્રવ્યોથો જિનેશ્વર પ્રભુને વિશિષ્ટ રીતે મહાપૂજા કરવી. મહાપૂજામાં જિનાલયને શણગારવામાં આવે છે.
૭. રાત્રિ જાગરણ : ભગવાનના ક્લ્યાણક દિવસો, ગુરૂનિર્વાણ દિન કે મોટી તપસ્યા વગેરેના નિમિત્તે રાત્રિ જાગરણ કરવું જોઈએ. રાત્રિજાગરણ દરમિયાન માત્ર પરમાત્મભક્તિ કરવી જોઈએ. ૮. શ્રુતભક્તિ : શ્રુત ભણવું, ભણાવવું, લખવું કે લખાવવું આદિ શ્રુતભક્તિ છે.
૯. ઉદ્યાપન તપના અનુષ્ઠાન દ્વારા આત્મામાં પ્રગટેલા આનંદની અભિવ્યક્તિ રૂપે ઉત્તમ ધાર્મિક ઉપકરણો વડે ઉદ્યાપન કરવું. ૧૦. તીથ પ્રભાવના વિશિષ્ટ તીર્થોમાં સંપત્તિનો સદવ્યય કરવો તે તીથ પ્રભાવના છે.
૧૧. આલોચનાઃ વ્રત, નિયમ, ધર્મક્રિયા દરમિયાન થયેલ અવિધિ, આશાતના કે ખંડન થયું હોય તેનું પ્રાયશ્ચિત કરવું.
આ વાર્ષિક ૧૧ કર્તવ્યો શ્રાવક જીવનના શણગારરૂપ છે. જેનાથો ધર્મના વિવિધ ક્ષેત્રો પણ જાગર થાય છે.
લિ.
લેખક : શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહ (સીએ)